બ્રહ્માનંદસ્વામી: શકવર્તી સાંસ્કૃતિક સંપદાના અર્થપ્ાૂર્ણ ઉદ્ગાતા-૮
ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની
૫. ‘શિક્ષાપત્રી’
શિક્ષાપત્રીનો અંગો બ્રહ્માનંદ એનો ઉદ્દેશ ગુજરાતીમાં જણાવ્યો પણ છે. બ્રહ્માનંદે હિન્દીમાં પણ શિક્ષાપત્રીની રચના સર્જી છે. દોહા, ચોપાઈ, સોરઠામાં એનો હિન્દી વ્રજની છાટવાળી ભાષામાં કૃતિનો ઢાળી છે. બન્નાના રચના સમય એક જ છે. અહીં કુલ ૨૮૭ કડી છે. સળંગ કડી ક્રમ છે. વચ્ચે વચ્ચે દોહા-સોરઠા એનો ચોપાઈના ઢાળ બદલાય છે.
‘સહજાનંદ ગુરુ એહ વિધિ, પત્રી રચી નવીન બ્રહ્માનંદ ગિરવાન પર, સુલભ ભાષા કીન’
બ્રહ્માનંદની બો શિક્ષાપત્રીઓ ઉપરાંત સંપ્રદાયમાં નિષ્કુળાનંદ એનો પ્રેમસખી પ્રેમાનંદકૃત શિક્ષાપત્રી પણ પ્રચલિત છે. કોઈ અભ્યાસીએ અભિવ્યક્તિ સંદર્ભે આ બધી શિક્ષાપત્રીઓનું તુલનાત્મક અધ્યયન કરવું જોઈએ.
૬. ‘સંપ્રદાય પ્રદીપ’
કુલ ૧૮ અધ્યાયની પ્રસ્તુત કૃતિમા સ્વામિનારાયણ ભગવાનની પરબ્રહ્મ સાથેની પરંપરાના અનુંસધાનની વિગતો કેન્દ્રસ્થાને છે. સનાતન ધર્મના ભાગવતધર્મની પરંપરાના સંદૃર્ભે જ એ મતનો દૃઢ રીતો સમજાવતું અહીં આલેખન છે. કથનાત્મક રીતો વિગતોનો
ક્રમશ:
આલેખતો આ ગ્રંથ સંપ્રદાયની સિદ્ધાન્ત વિભાવનાનો સમજાવે છે. અહીં ઉદ્ધવ, રામાનુજ, રામાનંદ સ્વામી તેમજ એમના ગુરુ આત્માનંદજીના વૃત્તાંતો પણ આવરી લેવાયેલ છે. એ ઉપરાંત સંપ્રદાયની સનાતન હિન્દુ ધર્મની ઉપાસના પદ્ધતિ પણ આમાં આલેખાઈ છે. કૃતિની ભાષા વ્રજ-હિન્દી છે.
૭. ‘વર્તમાન વિવેક’
પંચપ્રવર્તમાનનો મહિમા રજૂ કરતું આ કાવ્ય દોહાબંધમાં છે. આ કાવ્ય રચનાનું સર્જન બ્રહ્માનંદે ગઢડામાં રહેવું કર્યું જણાય છે. ધર્મ-સંપ્રદાયના જાળવવાના થતાં સનાતનધર્માનુરૂપ સિદ્ધાંતોનો અહીં સરળ રીતો રસળતી શૈલીમાં વણી લેવાયા છે.
૮. ‘ગોલોક દર્શન’
આ ગ્રંથમાં ગોલોક અર્થાત્ અક્ષરધામનું અનુભૂતિમૂલક આલેખન ષ્ટિગોચર થાય છે. કૃષ્ણીલીલાસ્થાન-વૃંદાવનધામનું પણ અત્રે આલેખન છે. દોહા, હરિગીત એનો ત્રોટક જેવા છંદમાં બ્રહ્માનંદની વર્ણન છટાનો ભાવક્ધો સુંદર પરિચય આ રચના દ્વારા થાય છે.
૯. ‘ધર્મસિદ્ધાન્ત’
આ રચના કુલ ૨૦ અધ્યાયમાં વિભાજિત છે. કૃતિની ભાષા હિન્દી-વ્રજ-ડિંગળ છે. સનાતન ધર્મના પાયાના ગ્રંથોન્ો સહજાનંદ સ્વામીએ ‘વચનામૃત’માં ગૂંથી લીધેલા છે. એ બ્રહ્મરત્ન પ્રાપ્તિ, બ્રહ્મપુર વર્ણન, ધર્મસિદ્ધાન્તોનું નિરૂપણ અહીં કેન્દ્ર સ્થાન્ો છે. આ ધર્મતત્ત્વદર્શી રચના પણ બ્રહ્માનંદની એક મહત્ત્વની રચના છે. ‘વચનામૃતની કેટલીક વિષયસામગ્રી પણ અહીં સમાવિષ્ટ થયેલી દૃષ્ટિગોચર છે.
Also read: ગુજ૨ાતનાં લોકનૃત્યો ને લોકસંગીત-૪
૧૦. ‘ધર્મકુળધ્યાન’
આ રચના હકીકત્ો તો સ્વામિનારાયણ સંપ્રદૃાયની દીક્ષાવિધિની ક્રિયાકાંડની વિગતોન્ો આલેખતું ૪૧ કડીનું દોહા, ચોપાઈ બંધનું દીર્ઘકાવ્ય છે. અહીંથી સંપ્રદાયની વિધિ-વિધાનની વિગતો વિશદ રીત્ો પ્રાપ્ત થાય છે.
મધ્યકાલીન ગુજરાતીમાં સિદ્ધાન્તધારા જેવી તથ્યમૂલક વિગતોન્ો પદ્યમાં ઢાળીન્ો કાવ્યસ્વરૂપ્ો પ્રસ્તુત કરવાની જે પરંપરા છે એનું ઉજ્જ્વળ ઉદાહરણ બ્રહ્માનંદ દ્વારા રચાયેલી પ્રસ્તુત આઠ રચનાઓ દ્વારા પ્રાપ્ત થાય છે.
(૩) તત્ત્વદર્શનમૂલક સાહિત્ય (ફિલૉસૉફિકલ લિટરેચર)
બ્રહ્માનંદે ચરિત્ર કે સિદ્ધાન્તોન્ો કેન્દ્રમાં રાખીન્ો જેમ સાહિત્ય સર્જ્યું છે ત્ોમ તત્ત્વદર્શનન્ો વિષય બનાવીન્ો પણ કેટલીક રચનાઓનું સર્જન કર્યું છે.
૧૧. ‘ઉપદૃેશ ચિંતામણી’
૪૭ ચંદ્રાયણા છંદમાં રચાયેલો આ લઘુગ્રંથ એક રીત્ો સળંગબંધનું દીર્ઘકાવ્ય છે. બ્રહ્માનંદે ભાગવતી દીક્ષા લીધી ત્યારે લાડુદાનમાંથી ત્ોનું નામ શ્રીરંગદાસજી રખાયેલું. એ નામછાપથી અનુયાયીઓન્ો ચિંતામણી મણિસમાન ઉપદેશ આ કાવ્યનો મૂળ હેતુ જણાય છે. માયાનો મોહ છોડીન્ો જીવનની ક્ષણભંગુરતાનો ઉપદેશ આપતા શ્રીરંગદાસજી (બ્રહ્માનંદ) અહીં તત્ત્વદૃર્શન નિરૂપણમાં ભારે ખીલ્યા છે.
૧૨. ‘વિવેક ચિંતામણી’
બ્રહ્માનંદના આરંભકાલીન શ્રીરંગદાસ નામછાપ ધરાવતી આ રચના પણ સંપ્રદાયના તત્ત્વદર્શનરૂપ ઉપ્ોશતત્ત્વન્ો અભિવ્યક્ત કરે છે. તત્કાલીન દંભી સાધુઓ પરત્વે અખાની શૈલીમાં કટાક્ષ કરીન્ો લોકોન્ો-ભક્તોન્ો એના ભ્રમમાંથી બહાર રાખવા મથતા શ્રીરંગદાસ્ો કુલ છ અંગો જેવા કે અસંત અંગ, સાધુ અંગ, ફકીર અંગ વગ્ોરે રચ્યા છે. ચંદ્રાયણા, છપ્પય, જેવા છંદબંધમાં અભિવ્યક્ત આ કૃતિ તત્ત્વદૃર્શન કેન્દ્રી સામાજિક બોધન્ો કેન્દ્રમાં રાખીન્ો રચાયેલી જણાય છે.
૧૩. ‘બ્રહ્મવિલાસ’
કુલ ૨૦ અંગમાં વિભાજિત વિવિધવિષયોનો આવરી લઈનો સવૈયામાં રચાયેલી આ કૃતિ તાત્ત્વિક બોધ-ઉપદેશાત્મક છે. બધા મળીનો કુલ ૩૮૦ સવૈયા છે. ગ્રંથની ભાષા વ્રજડિંગળ-મિશ્ર હિન્દી છે. ગુરુ સેવકો અંગ, વિશ્વાસ, તૃષ્ણા, વચનવિવેક જેવા તત્ત્વદર્શનમૂલક ૨૦ અંગમાં ઉપદેશ તત્ત્વદર્શનવિચાર સમાવિષ્ટ છે. ગઢપુરમાં સહજાનંદ સ્વામી સમક્ષ રચાયેલી આ રચનનું સંપ્રદાયમાં વિશિષ્ટ સ્થાન છે. ઉપદેશની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલી ભાષા સરળ એનો બોધાત્મક છે. રસળતી, લયાન્વિત પદાવલિ આ રચનાનો લોકપ્રિય બનાવનારું તત્ત્વ જણાય છે.
૧૪. ‘ઝૂલણા જ્ઞાન-ઉપદેશ’
ઝૂલણા છંદની ૫૦ કડીઓ અન્ો ત્રણ વિભાગમાં વિભાજિત તથા તત્ત્વદર્શનાત્મક જ્ઞાન ઉપદેશો કથતી બ્રહ્માનંદની મહત્ત્વની રચના છે. પ્રથમ ઉપદેશ અંગના ૩૦ ઝૂલણામાં માયામાં લપોટાયેલ જીવનો જે કંઈ ત્રાસ પ્રાપ્ત થાય છે એનું આલેખન છે. પછીના સાધુ અંગમાં ૩૧ થી ૪૨ ઝૂલણા છે અન્ો ત્રીજા સંતના અંગમાં ૪૩ થી ૫૦ ઝૂલણા છે. અહીં ૪૯મા ઝૂલણામાં બ્રહ્માનંદે આત્મલક્ષી પરિચય મૂક્યો હોઈન્ો આ રચનાનું મૂલ્ય વધી જાય છે.
Also read: સત્યની ઘર વાપસી અત્યંત જરૂરી
‘જ્ઞાતિ ચારણ ઓંડક યાસિયુકી, આબુ છાંય ભયો ખાણ ગામએજી તાકે નામ શંભુદાન તાત હુકો, ખાત લાલુબાઈ ધર્યો ડાળએજી લાડુ મેટકે શ્રીરંગ નામ ધર્યો, દોઉ લીન બ્રહ્માનંદ નામએજી ચિત્ત ધાર સહજાનંદૃ શામ, છબી જગ જીત ગયો નિજ ધામમેજી’
(ક્રમશ:)