Matrimony Portalને ગ્રાહક અદાલતે આ કારણે ફટકાર્યો રૂપિયા 60,000નો દંડ
બેંગલુરુ : દેશમાં જીવનસાથીની ઓનલાઇન શોધ માટે અનેક મેટ્રિમોની પોર્ટલ(Matrimony Portal) કાર્યરત છે. તેવા સમયે મેટ્રિમોની પોર્ટલનો એક મામલો ગ્રાહક અદાલત સુધી પહોંચ્યો છે. જેમાં બેંગલુરુની એક ગ્રાહક અદાલતે એક પુરુષ માટે કન્યા શોધી ન આપવા બદલ મેટ્રિમોની પોર્ટલ પર રૂપિયા 60,000નો દંડ ફટકાર્યો છે. બેંગલુરુના એમએસ નગરમાં રહેતા વિજય કુમાર પોતાના પુત્ર માટે કન્યા શોધી રહ્યા હતા. તેઓએ દિલમિલ મેટ્રિમોની પોર્ટલ શોધી કાઢ્યું હતું.જેની ઓફિસ કલ્યાણ નગરમાં છે.પરંતુ ઘણા પ્રયત્નો પછી તેઓ મેટ્રિમોની પોર્ટલથી નિરાશ થયા હતા.
શા માટે દંડ ફટકારવામાં આવ્યો?
જેમાં 17 માર્ચે વિજય કુમાર પોતાના પુત્રના મહત્વપૂર્ણ દસ્તાવેજો અને ફોટા સાથે દિલમિલ મેટ્રિમોની પોર્ટલ પર પહોંચ્યા હતા. દિલમિલ મેટ્રિમોનીએ તેને કન્યા શોધવા માટે રૂપિયા 30,000ની ફી માંગી હતી. વિજય કુમારે એ જ દિવસે પૈસા ચૂકવી દીધા હતા. દિલમિલ મેટ્રિમોનીએ તેમને કહ્યું કે તેઓ 45 દિવસમાં તેમના પુત્ર માટે કન્યા શોધી આપશે.
દિલમિલ મેટ્રિમોની બાલાજી માટે કન્યા શોધી શકી ન હતી
45 દિવસ પછી પણ દિલમિલ મેટ્રિમોની બાલાજી માટે કન્યા શોધી શકી ન હતી. જેના કારણે વિજય કુમારને ઘણી વખત તેમની ઓફિસમાં જવું પડ્યું હતું. જ્યારે અનેક પ્રસંગોએ તેમને રાહ જોવાનું કહેવામાં આવ્યું. પરિણામે વિલંબ થયો. 30 એપ્રિલના રોજ વિજય કુમાર દિલમિલની ઓફિસમાં ગયો અને તેના પૈસા પરત કરવા વિનંતી કરી. જો કે સ્ટાફે તેની વિનંતીને નકારી કાઢી હતી અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો.
આ પણ વાંચો…..Viral Video : એસીના પાણીને શ્રદ્ધાળુઓ સમજી બેઠા ચરણામૃત, ભક્તોની ભીડ ઉમટી
ફરિયાદીને રકમ પરત કરી શક્યા ન હતા
9 મેના રોજ વિજય કુમારે કાનૂની નોટિસ આપી હતી. પરંતુ દિલમિલ પોર્ટલે જવાબ આપ્યો ન હતો. કેસની સુનાવણી કર્યા પછી કોર્ટે 28 ઓક્ટોબરના રોજ એક આદેશમાં જણાવ્યું હતું કે, ફરિયાદીને તેના પુત્ર માટે યોગ્ય કન્યા પસંદ કરવા માટે એક પણ પ્રોફાઇલ મળી ન હતી. જ્યારે ફરિયાદી દિલમિલની ઓફિસમાં ગયો ત્યારે પણ તેને સંતુષ્ટ કરી શક્યા ન હતા કે ફરિયાદીને રકમ પરત કરી શક્યા ન હતા. આ કારણોસર મેટ્રિમોની પોર્ટલ પર દંડ લાદવામાં આવ્યો હતો.