સ્પોર્ટસ

ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટ કિપર બેટ્સમેને નિવૃત્તિ જાહેર કરી, આવી રહી ક્રિકેટની કારકિર્દી

મુંબઈ: ભારતની નેશનલ ક્રિકેટ ટીમના સૌથી સારા વિકેટ-કીપર બેટ્સમેનમાંના એક રિદ્ધિમાન સાહાએ અચાનક નિવૃત્તિની જાહેરાત (Wriddhiman Saha announced retirement) કરી છે. એક સોશિયલ મીડિયા રિદ્ધિમાને આ નિવૃત્તિ અંગે જાહેરાત કરી છે. રિદ્ધિમાને લખ્યું છે કે હાલમાં ચાલી રહેલી રણજી ટ્રોફી પછી તેની ક્રિકેટની યાત્રા સમાપ્ત થશે. રિદ્ધિમાને જાહેરાત કરી છે કે તે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેશે.

Also read: IND vs AUS Test series: BCCIએ આ બે ખેલાડીઓને વહેલા ઓસ્ટ્રેલિયા મોકલ્યા, આ કારણે લેવાયો નિર્ણય

રિદ્ધિમાન સાહા લાંબા સમયથી ક્રિકેટ રમી રહ્યો છે. તેણે 2010 થી 2021 દરમિયાન ભારત માટે 40 ટેસ્ટ મેચ રમી છે. આ સિવાય તે 9 ODI મેચ માટે ટીમ ઈન્ડિયાનો ભાગ ભાગ રહ્યો છે. જોકે, તેને T20 ઈન્ટરનેશનલ રમવાની તક મળી નથી.

રિદ્ધિમાન સાહાએ ભારત માટે 40 ટેસ્ટ મેચમાં 29.41ની એવરેજથી 1,353 રન બનાવ્યા છે, આ દરમિયાન તેનો સર્વોચ્ચ સ્કોર 117 રન હતો. વનડે કરિયરમાં તે ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો. તેણે ટીમ ઈન્ડિયા માટે 9 ODI મેચમાં માત્ર 41 રન બનાવ્યા.

Also read: “અમે એકજુટ થઈને પ્રદર્શન ન કર્યું…”, ઐતિહાસિક હાર બાદ રોહિત…

રિદ્ધિમાન સાહાની IPL કારકિર્દી શાનદાર રહી હતી. રિદ્ધિમાન આઈપીએલમાં પાંચ ટીમો તરફથી રમ્યો હતો. તે કોલકાતા નાઈટ રાઈડર્સ, ચેન્નઈ સુપર કિંગ્સ, પંજાબ કિંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઈટન્સની જર્સીમાં જોવા મળ્યો હતો. તેણે IPLમાં 170 મેચ રમીને 2,934 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 127.56 રહ્યો છે.

2014માં એમએસ ધોનીની ટેસ્ટ નિવૃત્તિ બાદ રિદ્ધિમાન ભારત ટીમ માટે વિકેટકીપર તરીકે પહેલી પસંદ રહ્યો હતો, તે છેલ્લે ડિસેમ્બર 2021માં ભારત માટે રમ્યો હતો. રિષભ પંતના આગમન બાદ તેને ટીમ જગ્યા મળવાની શક્યતાઓ ઘટી ગઈ. જોકે રિદ્ધિમાને ઘણા પ્રસંગોએ સેકંડ વિકેટકીપરની ભૂમિકા નિભાવી હતી.

રિદ્ધિમાન સાહા ડોમેસ્ટિક ક્રિકેટમાં બંગાળની ટીમ તરફથી રમે છે. હાલમાં તેણે રણજી ટ્રોફીમાં રમી રહ્યો છે. જે તેની છેલ્લી ટૂર્નામેન્ટ રહેશે છે. આ સિવાય એવા પણ અહેવાલો છે કે તે IPL 2025ની હરાજીમાં ભાગ નહીં લે.

Also read: મુંબઈ ટેસ્ટમાં ભારતની નાલેશીભરી હાર, 24 વર્ષ બાદ ઘરઆંગણે ક્લીન…

રિદ્ધિમાને કહ્યું કે ક્રિકેટમાં શાનદાર સફર બાદ આ સિઝન મારી છેલ્લી સિઝન હશે. મને બંગાળનું પ્રતિનિધિત્વ કરવાનું સન્માન મળ્યું છે. નિવૃત્તિ પહેલા હું માત્ર આ રણજી ટ્રોફી રમીશ. આ અદ્ભુત સફરનો ભાગ બનેલા દરેકનો આભાર. ચાલો આ સિઝનને યાદગાર બનાવીએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker