ઉત્તરાખંડના અલ્મોડામાં એક ભીષણ માર્ગ અકસ્માત થયો હોવાના સમાચાર જાણવા મળ્યા છે. અહીં માર્ચુલા પાસે એક પેસેન્જ બસ ખાઈમાં પડી હતી, જેમાં 22 લોકોના મોતના અહેવાલ છે. બસમાં 50થી વધુ લોકો સવાર હતા. અકસ્માતની પોલીસનું માનવું છે કે મૃત્યુઆંક વધુ પણ હોઈ શકે છે. એસડીઆરએફની ટીમ રાહત કાર્યમાં લાગેલી છે.
Also read: Viral Video : એસીના પાણીને શ્રદ્ધાળુઓ સમજી બેઠા ચરણામૃત, ભક્તોની ભીડ ઉમટી
એમ જણાવવામાં આવી રહ્યું છે કે બસ નૈની ડાંડાથી રામનગર જઈ રહી હતી અને આજે સવારે જ ખાઈમાં પડી ગઈ હતી. બસનો અકસ્માત કેવી રીતે થયો તે હજી સુધી જાણવા મળ્યું નથી. એમ જણાવવામાં આવી રહ્યું છે કે બસ ખાડામાંપડી ગયા બાદ કેટલાક મુસાફરો ઘાયલ હાલતમાં બસમાંથી બહાર આવ્યા હતા. આ પછી તેમણે ત્યાં હાજર લોકોને જાણ કરી હતી. ત્યારબાદ રાહત ટીમ તાત્કાલિક પહોંચી અને ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે. અલ્મોડાના એસએસપી પણ સ્થળ પર હાજર છે.
સ્થાનિક લોકો પણ બચાવ કાર્યમાં મદદ કરી રહ્યા છે. હજુ પણ ઘણા લોકો ગુમ હોવાના અહેવાલ છે. તે જ સમયે, દેવલ હોસ્પિટલમાં 10 લોકોની સારવાર ચાલી રહી છે.
Also read: Stock Market : શેરબજારમાં દિવાળીની તેજીને બ્રેક, સેન્સેકસમાં 758 પોઇન્ટનો જંગી ઘટાડો
ખાડામાંથી અને બસમાં ફસાયેલા લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. નેનિતાલથી પણ પોલીસ ટૂકડીને ઘટના સ્થળે રવાના કરવામાં આવી છે.મળતી માહિતી મુજબ આ બસ ગઢવાલ મોટર્સ ઓનર્સ યુનિયન લિમિટેડની છે.