ગુજ૨ાતનાં લોકનૃત્યો ને લોકસંગીત-૪
અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ
સામાન્ય ૨ીતે ગુજ૨ાત-ગુજ૨ાતના લોક્સંગીતમાં સારંગ, માઢ, પીલુ, કાફી, ધનાશ્રી, કેદા૨, ભીમપલાસી, બિહાગ વગેરે શાસ્ત્રીય રાગોની છાયા દેખાય પરંતુ એ શાસ્ત્રીય ૨ાગોના શુદ્ધ બંધા૨ણ મુજબના તમામ સ્વરોે લોકગીતોમાં પ્રયોજાતાં નથી. કેરવા, ધમા૨,ત્રિતાલ, હીંચ, દાદરા, દીપચંદી, લાવણી, ખેમટો, તેવરા, મણિયારોે, દોઢિયો જેવા તાલ લોકનૃત્યોને સંગત આપનારા લોક્સંગીતમાં પ્રયોજાય છે.
| Also read: ધનતેરસના દિવસે ધનની નહીં ધનવન્તરીની પૂજા કરો, જાણો શું છે કારણ…
લોક્સંગીતના આ તાલ પણ નિયમબદ્ધ હોતા નથી. એની ચોકક્સ આટલી જ માત્રાઓ એમ જે શાસ્ત્રીય સંગીતમાં નિશ્ચિત હોય છે તેમાં લોકસંગીતના તાલોની માત્રામાં વધ-ઘટ જોવા મળે. લોકગીતના શબ્દો અને ભાવ મુજબ એમાં માત્રાની વધઘટ થાય, ગાયકની પ્રકૃતિ અનુસા૨ પણ લોક્સંગીતનો વાદક તાલમાં વધઘટ કરી શકે. છતાં પરંપરા અનુસા૨ એ સ્વૈચ્છિક બંધનમાં પણ હોય. જે ગાયકને અને નર્તકોને એક ચોકક્સ લયમાં જાળવી રાખે.
લોકનૃત્યો સાથે જોડાયેલાં લોક્વાદ્યો
ગુજરાતમાં લોકસંગીત માટે ચા૨ પ્રકારનાં લોક્વાદ્યોનો ઉપયોગ થાય છે.(૧) આનદ્ધ વાદ્યો : ઢોલ, ઢોલક, ડાક, ડમરૂં, નગા૨ું, ત્રાંસા અને નોબત વગે૨ે… ચામડાંથી મઢેલાં તાલવાદ્યો. (૨) સુષિર વાદ્યો : પાવો, જોડિયા પાવા, બંસી, શરણાઈ, શંખ, શીંગી, ભુંગળ અને મદારીની મોરલી વગેરે (૩) તંતુવાદ્યો : એક્તારોે-રામસાગર, તંબૂર, રાવણહથ્થો, જંતર, દેશી સિતાર વગેરે… (૪) ઘન વાદ્યો : મંજીરાં, ઝાંઝ, કરતાલ, દાંડિયા, ઝાલર, ઘંટ વગેરે…
લોકનૃત્યો તથા લોકસંગીતની વર્તમાન પરિસ્થિતિ
ગુજરાતમાં આજે લોકનૃત્યો તથા લોકસંગીત ઉપ૨ શાસ્ત્રીયસંગીત, સુગમસંગીત, ફિલ્મીસંગીત, પશ્ર્ચિમના મનોરંજક સંગીતે રીતસરનું આક્રમણ ક્યુર્ં છે. ધીરે ધીરે સમૂહગાન ઘસાતું ગયું અને પ્રાચીન પરંપરિત લોકનૃત્યો ધીરે ધીરે વિસરાતા રહ્યાં છે, લોકગીતોનાં ધંધાદારી ગાયકોએ આધુનિક પશ્ર્ચિમી સંગીતના સાધનોનો ઉપયોગ શરૂ ર્ક્યો અને પરંપરાગત લોકસ્વરને સ્થાને નવા સ્વરોે, કંઠની હરકતો ને કરામતોની ક્સરત શરૂ ક૨ી છે.
એકાદ જાણીતા ગાયકની નબળી નકલખો૨ી હજારો કલાકારોે કરવા લાગ્યા છે પરિણામે મૂળ, પરંપરિત રાગ, તાલ, ઢાળ, ઢંગ, વિસરતા ચાલ્યા છે. શહેરીકરણ, ઓદ્યોગિકરણ, પશ્ર્ચિમીકરણ અને આધુનિકરણ તરફ સમગ્ર લોકસમુદાય આગળ વધી રહ્યો છે. દર્શકો અને શ્રોતાઓને મનોરંજન કરવાના હેતુથી એમાં અનેકવિધ ફેરફારોે કરવામાં આવે છે. સ્વ, તાલ, ઢાળ કે લોકનૃત્યોમાં અનેક જાતનાં પરિર્વતનો આવ્યાં છે.
મિશ્ર ગાયકીની પદ્ધતિ અસ્તિત્વમાં આવી છે, જેમાં રચના લોકપરંપરાની-લોકસંગીતની હોય પણ સુગમસંગીત, ફિલ્મી સંગીત અને રાગદારી સંગીતનું મિશ્રણ કરવામાં આવે છે. મૂળના ગ્રામજીવન સાથે સંકળાયેલા શેરી,ચોક,મંદિર,મેળા કે ગામના પાદરમાં થતાં સમૂહનૃત્યોના સ્થાને આજે લોકનૃત્યો સ્ટેજ પર આવ્યાં છે. અત્યારે લોકનૃત્યો રજૂ કરનારી નૃત્યમંડળીઓ દ્વા૨ા અનેક પ્રકારના નવા નવા પ્રયોગો પણ એમાં દાખલ થતા રહ્યા છે. અર્વાચીન કવિઓની પદ્ય રચનાઓ પણ આજે લોકનૃત્યોની મંડળીના ગાયકો દ્વારા રજૂ થતી રહે છે. એના રાગ, તાલ, લય અને સંગીતમાં પણ આધુનિક સમયના ફિલ્મી સંગીતનો પ્રભાવ જોવા મળે છે.
ગુજરાતનાં પરંપરિત લોકનૃત્યો સાથે જોડાયેલી કેટલીક પ્રાચીન લોકગીત રચનાઓમાં તમામ જનસમુદાય ઝીલી શકે એવા સર્વભોગ્ય- સરળ-સીધાસાદા બહુ ઓછા સ્વરોની બાંધણી હોવા છતાં એ અલ્પ સ્વરોેના આરોહ-અવરોહનાં આવર્તનોથી એક જાતનું જે સંગીત માધુર્ય ખડુું થાય એનો રસ માણીએ.
| Also read: દેશમાં એવું પણ એક ગામ છે જ્યાં દિવાળી ઉજવતા લોકો ડરે છે અને…
૨ાસ અને ૨ાસડા રાધાજીના ઊંચા મંદિર નીચાં મોલ, ઝરૂખડે દીવા બળે રે લોલ… રાધા ગોરી ગરબે રમવા આવો, સાહેલીયું ટોળે વળે રે લોલ…
***
આવી રૂડી અંજવાળી રાત, રાતે તે રમવા નીસર્યા રેે માણાંરાજ… રમ્યાં રમ્યાં કાંઈ પોર બે પોર, સાયબોજી તેડાં મોકલે રેે માણાંરાજ…
***
શરદ પૂનમની રાતડી ૨ંગ ડોલરિયો, માતાજી રમવા મેલો રેે રંગ ડોેલરિયો…
***
ઝીણાં મો૨બોલે છે લીલી નાઘેરમાં, લીલી નાઘેરમાં ને હિ૨ વનરાઈમાં …
***
મો૨લો બોલ્યો બોલ્યો રે મારા મૈયરનો, મારા મૈયરનો રેે મારા રે પિયરનો..
***
મારા હિરાગ૨ મોરલા ઊડી જાજે…
***
ઢોલીડા ઢોલ રેે વગાડય મારે હિંચ લેવી છે…
***
કે મું ને ઝાંપે રમવા મેલ્ય ભરવાડિયા ઝાલાવાડી ઢોલ તારો જાંજડ વાગે…
***
ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ… ચાંદો ઊગ્યો ચોકમાં…