નેશનલસ્પેશિયલ ફિચર્સસ્પોર્ટસ

IND vs AUS Test series: BCCIએ આ બે ખેલાડીઓને વહેલા ઓસ્ટ્રેલિયા મોકલ્યા, આ કારણે લેવાયો નિર્ણય

નવી દિલ્હી: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ભારતમાં રમાયેલી ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમનું પ્રદર્શન નિરાશાજનક (IND vs NZ) રહ્યું. ન્યુઝીલેન્ડની ટીમે શાનદાર ક્રિકેટ રમીને ભારતીય ટીમ સામે 3-0 ક્લીન સ્વીપ કરી. હવે ભારતીય ટીમ પાંચ ટેસ્ટ મેચની સિરીઝ ‘બોર્ડર-ગાવસ્કર ટ્રોફી’ (Border–Gavaskar Trophy) રમવા ઓસ્ટ્રેલીયા જશે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના ફાઈનલમાં પ્રવેશ માટે આ સિરીઝ ભારત માટે મહત્વની છે. એવામાં BCCIએ મોટો નિર્ણય લીધો છે, ભારતના બે વિકેટ કિપર બેટ્સમેન કેએલ રાહુલ (K L Rahul) અને ધ્રુવ જુરેલ (Dhruv Jurel)ને વહેલા ઓસ્ટ્રેલીયા મોકલવામાં આવશે.

22 નવેમ્બરથી ઓસ્ટ્રેલીયાના પર્થમાં બોર્ડર-ગાવસ્કર સિરીઝની પહેલી મેચ શરૂ થશે. ભારતીય ટીમના અન્ય ખેલાડીઓ ઓસ્ટ્રેલીયા પહોંચે એ પહેલા કેએલ રાહુલ અને ધ્રુવ જુરેલ ઓસ્ટ્રેલિયા પહોંચી જશે. આ બંને ખેલાડીઓ ઇન્ડિયા A ટીમ સાથે પ્રેક્ટિસ કરશે. બંને મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા A સામે ઇન્ડિયા Aની છેલ્લી અનઓફીશીયલ ટેસ્ટ મેચમાં રમશે.

આ કારણે લેવાયો નિર્ણય:
કેએલ રાહુલ સપ્ટેમ્બરથી અત્યાર સુધી માત્ર ત્રણ ટેસ્ટ મેચ રમ્યો છે. તેણે પાંચ ઇનિંગ્સમાં માત્ર એક ફિફ્ટી સાથે 118 રન બનાવ્યા છે. તેને ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામેની બીજી અને ત્રીજી ટેસ્ટ મેચ માટે ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો.

આ વર્ષની શરૂઆતમાં ઈંગ્લેન્ડ સામે ભારત માટે ટેસ્ટમાં ડેબ્યૂ કર્યા બાદ જુરેલને ટેસ્ટ ટીમમાં તક મળી નથી. જુરેલે ડેબ્યૂ સિરીઝમાં શાનદાર બેટિંગ કરી હતી.

સિલેક્ટર્સે મેનેજમેન્ટ સાથે મળીને કે એલ રાહુલ અને ધ્રુવ જુરેલને વહેલા ઓસ્ટ્રેલિયા મોકલવાનો નિર્ણય કર્યો કારણ કે તેમની પાસે મેચ માટે પુરતી પ્રેક્ટિસ કરવાનો સમય નથી.

આ પણ વાંચો…..ભારતની શરમજનક હાર પર શું બોલ્યા પૂર્વ દિગ્ગજ ક્રિકેટરો?

ભારતીય ટીમ 10 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે. સિરીઝની પ્રથમ મેચ પહેલા તેઓ પર્થમાં જુના ગ્રાઉન્ડ WACA ખાતે પ્રેક્ટિસ કરશે.

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારતનું પ્રદર્શન:
ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં છેલ્લા બે વખતથી બોર્ડર ગાવસ્કર ટ્રોફી જીતી રહી છે. 2018-19માં વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ ભારતે 2-1થી સિરીઝ જીતી હતી. આ પછી ભારતને 2020-21માં પ્રથમ મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. અહીંથી સારું પ્રદર્શન આકરીને ભારતીય ટીમે શ્રેણી 2-1થી જીતી લીધી હતી. આ વખતે બોર્ડર ગાવસ્કર ટ્રોફી 5 મેચની છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button