મુંબઇ : ભારતીય શેરબજારની(Stock Market)સપ્તાહના પહેલા ટ્રેડિંગ દિવસે જ નબળી શરૂઆત થઈ છે. જેમાં શરૂઆત બાદ સેન્સેક્સ 758.59 પોઈન્ટ્સ ઘટીને 78,965.53ના સ્તરે પહોંચી ગયો છે. જ્યારે નિફ્ટી 230.75 પોઈન્ટ ના જંગી ઘટાડા સાથે 24,073 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.
સેન્સેક્સના 26 શેરોમાં ઘટાડા સાથે ટ્રેડ
જો આપણે ઘટતા શેરો પર નજર કરીએ તો,એસબીઆઇ, કોટક મહિન્દ્રા, આઇટીસી, પાવરગ્રીડ, નેસ્લે ઈન્ડિયા, બજાજ ફીનસવ, આઈસીઆઇસીઆઇ બેંક, ટાટા સ્ટીલ, એચડીએફસી બેંકમાં ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે વધારો દર્શાવતા શેરમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટેક મહિન્દ્રા, એચસીએલટેક અને ઈન્ડસઈન્ડ બેંકનો સમાવેશ થાય છે. સેન્સેક્સના 26 શેરો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને માત્ર 4 શેર વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે.
એશિયન બજારમાં મિશ્ર કારોબાર
એશિયન બજારોમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. GIFT NIFTY ફ્લેટ ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે સ્ટ્રેટ ટાઇમ્સ 0.60 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. તાઈવાનનું બજાર 0.16 ટકા વધીને 22,816.53 પર કારોબાર કરી રહ્યું છે. જ્યારે
હેંગસેંગ 0.09 ટકાના વધારા સાથે 20,524.93 ના સ્તર પર જોવામાં આવી રહ્યો છે. કોસ્પીમાં 1.57 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. શાંઘાઈ કમ્પોઝિટ 3,285.00 ના સ્તરે 0.28 ટકાનો વધારો દર્શાવે છે.
અમેરિકન બજાર વધારા સાથે બંધ
વોલ સ્ટ્રીટના મુખ્ય સૂચકાંકો શુક્રવારે વધારા સાથે બંધ થયા હતા. એમેઝોનના મજબૂત પરિણામો ઓક્ટોબરમાં યુએસ જોબ વૃદ્ધિ દરમાં મોટા ઘટાડાની અસરને સરભર કરે છે. ડાઉ જોન્સ ઔદ્યોગિક સરેરાશ 288.73 પોઇન્ટ
અથવા 0.69 ટકા વધીને 42,052.19, એસ એન્ડ પી 500 23.35 પોઇન્ટ વધીને 5,728.80 અને નાસ્ડેક કમ્પોઝિટમાં 144.77 પોઇન્ટ વધીને 18,239.92 પર બંધ રહ્યો હતો.