ઉત્સવ

સાપ્તાહિક દૈનંદિની

તા. ૮-૧૦-૨૦૨૩ થી તા. ૧૪-૧૦-૨૦૨૩

રવિવાર, ભાદ્રપદ વદ-૯, તા. ૮મી, ૨૦૨૩. નક્ષત્ર પુષ્ય મધ્યરાત્રિ પછી ક. ૨૬-૪૪ સુધી (તા. ૯મી) પછી આશ્ર્લેષા. ચંદ્ર કર્ક રાશિ પર જન્માક્ષર. દશમી શ્રાદ્ધ, ભદ્રા પ્રારંભ રાત્રે ક. ૨૩-૨૧

સોમવાર, ભાદ્રપદ વદ-૧૦, તા. ૯મી, નક્ષત્ર આશ્ર્લેષા મધ્યરાત્રિ પછી ક. ૨૯-૪૪ સુધી (તા. ૧૦મી) પછી મઘા. ચંદ્ર કર્કમાં મધ્યરાત્રિ પછી ક. ૨૯-૪૪ સુધી (તા. ૧૦મી) પછી સિંહ રાશિ પર જન્માક્ષર. એકાદશી શ્રાદ્ધ, ભદ્રા સમાપ્તિ બપોરે ક. ૧૨-૩૬

મંગળવાર, ભાદ્રપદ વદ-૧૧, તા. ૧૦મી, નક્ષત્ર મઘા. ચંદ્ર સિંહ રાશિ પર જન્માક્ષર. ઈન્દિરા એકાદશી (કલાકંદ), મઘા શ્રાદ્ધ

બુધવાર, ભાદ્રપદ વદ-૧૨, તા. ૧૧મી, નક્ષત્ર મઘા સવારે ક. ૦૮-૪૪ સુધી, પછી પૂર્વાફાલ્ગુની. ચંદ્ર સિંહ રાશિ પર જન્માક્ષર. દ્વાદશી શ્રાદ્ધ, રેંટિયા બારસ, સંન્યાસીના મહાલય, પ્રદોષ, પ્લુટો માર્ગી સવારે ક. ૦૬-૩૮, સૂર્ય મહાનક્ષત્ર ચિત્રામાં સવારે ક. ૦૭-૫૮ વાહન ઉંદર (સંયોગિયું નથી.)

ગુરુવાર, ભાદ્રપદ વદ-૧૩, તા. ૧૨મી, નક્ષત્ર પૂર્વાફાલ્ગુની સવારે ક. ૧૧-૩૫ સુધી, પછી ઉત્તરા ફાલ્ગુની. ચંદ્ર સિંહમાં સાંજે ક. ૧૮-૧૬ સુધી, પછી ક્ધયા રાશિ પર જન્માક્ષર. ત્રયોદશી શ્રાદ્ધ, કલિયુગાદિ, શિવરાત્રિ,પ્રદોષ. ભદ્રા પ્રારંભ રાત્રે ક. ૧૯-૫૩,

શુક્રવાર, ભાદ્રપદ વદ-૧૪, તા. ૧૩મી, નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની બપોરે ક. ૧૪-૧૦ સુધી પછી હસ્ત. ચંદ્ર ક્ધયા રાશિ પર જન્માક્ષર. ચતુર્દશી શ્રાદ્ધ, શસ્રોથી મરેલાનું શ્રાદ્ધ, ભદ્રા સમાપ્તિ સવારે ક. ૦૮-૫૪.

શનિવાર, ભાદ્રપદ વદ-૩૦, તા. ૧૪મી, નક્ષત્ર હસ્ત સાંજે ક. ૧૬-૨૩ સુધી, પછી ચિત્રા. ચંદ્ર ક્ધયામાં મધ્યરાત્રિ પછી ક. ૨૯-૨૦ સુધી (તા. ૧૫મી) પછી તુલા રાશિ પર જન્માક્ષર. સર્વપિત્રી – દર્શ અમાવસ્યા, પૂનમ – અમાસનું શ્રાદ્ધ, મહાલય સમાપ્ત, અન્વાધાન, કંકણાકૃતિ સૂર્યગ્રહણ (ભારતમાં નહીં દેખાય.).

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button