અમદાવાદઆપણું ગુજરાતગાંધીનગરટોપ ન્યૂઝ

Gujarat સરકારની દિવાળી સુધરી, ઓકટોબરમાં GSTની આવક આટલા ટકા વધી

અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat) તહેવારોના સમયમાં જીએસટીની(GST)આવકમાં વધારો નોંધાયો છે. જેમાં ઓક્ટોબર મહિનામાં જીએસટીની આવકમાં 18 ટકાનો વધારો થયો છે. ઓક્ટોબર મહિનામાં જીએસટીની આવક રૂપિયા 6 હજાર 146 કરોડ થઈ હતી. જ્યારે રાષ્ટ્રીય સ્તરે નવ ટકાની સામે ગુજરાતમાં 18 ટકાનો વધારો થયો હતો. રાજ્યની વેટની આવક બે હજાર 584 કરોડ થઈ છે. વ્યવસાય વેરાની આવક 28 કરોડ થવા પામી છે. ઓક્ટોબર મહિનામાં રાજ્યને રૂ. 9 હજાર 744 કરોડની આવક થઈ છે. ચાલુ વર્ષમાં રાજ્યને 67 હજાર 981 કરોડની આવક થઈ છે.

ઓક્ટોબરમાં કેન્દ્રનું જીએસટી કલેક્શન
ઓકટોબર મહિનામાં નવરાત્રીથી દિવાળી સુધીની તહેવારોની સિઝનને કારણે લોકોને ભારે ખરીદીનો લાભ સરકાર દ્વારા હવે મળ્યો છે. સરકારના જીએસટી કલેક્શનમાં ઉછાળો આવ્યો છે અને તે રૂપિયા 1.87 લાખ કરોડને પાર
કરી ગયો છે. સરકારે શુક્રવારે GSTના માસિક સંગ્રહનો ડેટા શેર કર્યો છે. આ મુજબ ઓક્ટોબર મહિનામાં GST
કલેક્શન વાર્ષિક ધોરણે નવ ટકા વધ્યું છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં સરકારનું GST કલેક્શન રૂપિયા 1.72 લાખ
કરોડ હતું.

આ પણ વાંચો….ગુજરાતમાં બુલેટ ટ્રેન કોરિડોરના 12 પુલનું કામ પૂર્ણ…

રિફંડ પછી ટેક્સ કલેક્શન
દર મહિનાના પહેલા દિવસે સરકાર અગાઉના મહિનામાં જીએસટીમાંથી સરકારી તિજોરીમાં મળેલા નાણાંનો
હિસાબ જાહેર કરે છે. જ્યારે GST કલેક્શનના અંતિમ ડેટાની ગણતરી કરવામાં આવે છે, ત્યારે તેમાં રિફંડની પણ ગણતરી કરવામાં આવે છે. ગણતરી દરમિયાનમાં રિફંડ બાદ ઓક્ટોબર 2024માં સરકારનું GST કલેક્શન રૂપિયા 1.68 લાખ કરોડ થશે. આ ઓક્ટોબર 2023ના નેટ GSTકલેક્શન કરતાં પણ 8 ટકા વધુ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker