ભારતની શરમજનક હાર પર શું બોલ્યા પૂર્વ દિગ્ગજ ક્રિકેટરો?
ન્યૂઝીલેન્ડ સામે 0-3થી હાર બાદ સચિન, સેહવાગ સહિતના પૂર્વ ક્રિકેટરોએ શું કહ્યું?
India vs New Zealand: ભારતીય ટેસ્ટ ટીમનો ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં 0-3 થી ભૂંડી હાર બાદ ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટરોએ સવાલ ઉઠાવ્યા છે. ન્યૂઝીલેન્ડે ભારતીય ટીમના સૂપડાં સાફ કરતાં સ્તબ્ધ થઈ ગયેલા સચિન તેંડુલકર, વિરેન્દ્ર સેહવાગ, હરભજન સિંહ અનેક પૂર્વ ભારતીય ક્રિકેટરોએ ટીમને આત્મનિરીક્ષણ કરવાનું આહ્વાન કરીને ટેસ્ટ ફોર્મેટમાં બિનજરૂરી પ્રયોગ બંધ કરવાથી અને સારી પિચો પર રમવા આગ્રહ કર્યો છે.
આ પણ વાંચો : રિષભ પંત નૉટઆઉટ હતો? રોહિતે આપ્યું મોટું નિવેદન…
તેંડુલકરે એક્સ પર લખ્યું, ઘરેલું શ્રેણીમાં 0-3થી મળેલી હારને પચાવવી મુશ્કેલ છે અને તેના માટે ટીમ તરફથી આત્મનિરીક્ષણની જરૂર છે. શું તૈયારીનો અભાવ હતો, શું ખરાબ શોટની પસંદગી હતી કે પછી તે મેચ પ્રેક્ટિસનો અભાવ હતો? તેંડુલકરે કહ્યું, શુભમન ગિલે પ્રથમ દાવમાં શાનદાર બેટિંગ કરી હતી હતો અને પંત બંને દાવમાં શાનદાર રમ્યો. તેના શાનદાર ફૂટવર્કની સામે પડકારરૂપ પિચ પણ બેટિંગ માટે સરળ લાગતી હતી.
આ પણ વાંચો : ભારતનું નબળું ફાઇટ-બૅક, પંતનો વન મૅન શૉ
સેહવાગે સ્પિનર સામે રમવાના સ્તરને સુધારવાની આપી સલાહ
સેહવાગે ભારતીય બેટ્સમેનોના સ્પિનર સામે રમવાના સ્તરને સુધારવાની સલાહ આપતાં લખ્યું, આપણી ટીમનું આ ખૂબ જ ખરાબ પ્રદર્શન રહ્યું છે. ચોક્કસપણે સ્પિન રમવાની કુશળતા સુધારવાની જરૂર છે. કેટલાક પ્રયોગો ટૂંકા ફોર્મેટમાં સારા લાગે છે પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં તેનો બિનજરૂરી ઉપયોગ ખરેખર ખરાબ હતો. તેણે કહ્યું, ટોમ લેથમ અને ન્યુઝીલેન્ડની ટીમને અભિનંદન. ભારત આવતી દરેક ટીમ માટે જે સપનું હોય છે તે પૂરું કરવા માટે અભિનંદન.
હરભજન સિંહે શું કહ્યું
ભારતના ભૂતપૂર્વ ઓફ-સ્પિનર હરભજન સિંહે કહ્યું કે આવી પીચો પર કોઈ પણ વ્યક્તિને આઉટ કરી શકે છે’ અને ટીમોને વિકેટ લેવા માટે મુથૈયા મુરલીધરન, શેન વોર્ન અથવા સકલેન મુશ્તાક જેવા દિગ્ગજ ખેલાડીઓની જરૂર નથી. હરભજને એક્સ પર લખ્યું, ટર્નિંગ પિચો તમારી પોતાની દુશ્મન બની રહી છે. અભિનંદન ન્યુઝીલેન્ડ તમે અમને હરાવ્યું. હું ઘણા વર્ષોથી કહી રહ્યો છું કે ભારતીય ટીમને વધુ સારી પીચો પર રમવાની જરૂર છે. આ ટર્નિંગ પિચ દરેક બેટ્સમેનને ખૂબ જ અસામાન્ય લાગે છે.
ઈરફાન પઠાણે પણ પ્રતિક્રિયા આપી
ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે સોશિયલ મીડિયા પર લખ્યું, “ગઈકાલે જ મારી ભાઈ યુસુફ સાથે આ મુદ્દે ચર્ચા થઈ હતી. ડોમેસ્ટિક ક્રિકેટને લઈને તેણે કહ્યું કે આપણ કાં તો ઘાસની પીચ અથવા ફ્લેટ ટ્રેક પર રમીએ છીએ. આપણે સ્પિનર-ફ્રેન્ડલી પિચો પર સ્થાનિક મેચો રમવાનું લગભગ બંધ કરી દીધું છે. આ સાથે આપણા ટોચના ખેલાડીઓ ડોમેસ્ટિક ક્રિકેટ નથી રમી રહ્યા. તેનાથી લાંબા ગાળે આપણને નુકસાન થઈ શકે છે.
આ પણ વાંચો : ગાવસકરે લંચ વખતે વૉશિંગ્ટન સુંદરની વાત નીકળી એટલે દિવાલ પર પ્લેટ પછાડી, જાણો શા માટે…
ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ વોને લખ્યું કે, ભારતમાં જીત અવિશ્વસનીય છે પરંતુ ક્લીન સ્વીપ કરવી અદ્ભુત છે. આ ટેસ્ટ સિરીઝની અત્યાર સુધીની સૌથી મોટી જીત હશે. ભારતીય બેટ્સમેનો હવે અન્ય ટીમોની જેમ સ્પિન સામે સંઘર્ષ કરે છે.