શું તમે જાણો છો કે રોહિત ઑસ્ટ્રેલિયામાં સિરીઝની પહેલી ટેસ્ટ કદાચ કેમ નથી રમવાનો?
ભારત 41 વર્ષે પહેલી વાર ઘરઆંગણે સિરીઝમાં ત્રણ ટેસ્ટ હાર્યું
મુંબઈ: આગામી બાવીસમી નવેમ્બરે પર્થમાં ભારતની ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝની પ્રથમ ટેસ્ટ શરૂ થશે અને કૅપ્ટન રોહિત શર્મા એમાં રમશે કે કેમ એ વિશે તેને પોતાને શંકા છે. તેના મતે તે એ મૅચ માટે કદાચ ઉપલબ્ધ નહીં હોય.
આ પણ વાંચો : ભારતીય સ્પિનર્સ સુપર-હિટ અને ટૉપ-ઑર્ડરના બૅટર્સ સુપર-ફ્લૉપ…
ઑસ્ટ્રેલિયામાં ભારતીયો પાંચ ટેસ્ટ રમવા આ મહિને જશે. રોહિતના સુકાનમાં ટીમની જાહેરાત થઈ ચૂકી છે.
ભારતનો રવિવારે વાનખેડેમાં ન્યૂ ઝીલૅન્ડ સામે પચીસ રનથી પરાજય થયો હતો. કિવીઓએ સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ કરી છે. ઘરઆંગણે ભારતીય ટીમ સિરીઝમાં ત્રણ ટેસ્ટ હારી હોય એવું 1983 પછી (41 વર્ષે) પહેલી વાર બન્યું છે. ઘરઆંગણે ત્રણ કે વધુ ટેસ્ટની સિરીઝમાં ભારતનો વાઇટ-વૉશ થયો હોવાનો પહેલો જ બનાવ બન્યો છે. ઘરઆંગણે ભારતે કોઈ ટેસ્ટ સિરીઝ એક પણ મૅચ જીત્યા વિના હારી હોય એવું માત્ર બે વાર બન્યું છે: 1980માં ઇંગ્લૅન્ડ સામે 0-1થી અને 2000માં સાઉથ આફ્રિકા સામે 0-2થી પરાજય.
આ પણ વાંચો : IND vs NZ: ટેસ્ટમાં હાર છતાં જાડેજાએ કર્યું આ મોટું કારનામું, બન્યો માત્ર બીજો ભારતીય બોલર
રોહિત અંગત કારણસર ઑસ્ટ્રેલિયા સામેની આ મહિનાની પ્રથમ ટેસ્ટમાં નહીં રમે અને એ વિશે તેણે બીસીસીઆઇને અગાઉ જ જાણી કરી દીધી હતી.
આ પણ વાંચો : IND vs NZ: WTC પોઈન્ટ ટેબલમાં ભારતને મોટું નુકસાન, ફાઈનલ પહોંચવું મુશ્કેલ
એવું મનાય છે કે રોહિતની પત્ની રિતિકા બીજા બાળકને જન્મ આપવાની તૈયારીમાં છે. આ અટકળ ચાલતી હોવાની વાતને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અભિનવ મુકંદે સમર્થન આપ્યું હતું. મુકંદે કહ્યું હતું કે રોહિત ઑસ્ટ્રેલિયાના પ્રવાસે મોડો જશે એ પાછળ આ એક કારણ હોઈ શકે.
આ પણ વાંચો : “અમે એકજુટ થઈને પ્રદર્શન ન કર્યું…”, ઐતિહાસિક હાર બાદ રોહિત શર્માએ નિરાશા વ્યક્ત કરી
જો રોહિત પ્રથમ ટેસ્ટમાં નહીં રમે તો જસપ્રીત બુમરાહ કૅપ્ટન્સી સંભાળશે. બુમરાહની નિયુક્તિ એ સિરીઝના વાઇસ-કૅપ્ટન તરીકે થઈ છે.