સુરતમાં છઠ પર ઘરે જવા મુસાફરોએ રેલવે સ્ટેશન બહાર લગાવી દોઢ કિલોમીટર લાંબી લાઇન, હૈયેહૈયું દળાય તેવી ભીડ, જૂઓ Video…
Chhath Puja News: સુરતમાં મોટી સંખ્યામાં ઉત્તર પ્રદેશ, બિહારથી શ્રમિકો રોજીરોટી રળવા આવે છે. છઠના (chhath puja) અવસર પર તેઓ વતન પરત ફરે છે. આ કારણે દિવાળીના (diwali) તહેવાર પર સુરતથી ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોમાં (trains) ભીડ જોવા મળી રહી છે. મધરાતથી જ લોકો ટ્રેન પકડવા સ્ટેશન પહોંચી રહ્યા છે. રાત્રે 8 વાગ્યાથી લોકો ટિકિટ (railway ticket) માટે લાઇન લગાવી રહ્યા છે.
આ પણ વાંચો : New Year 2024 :ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે અનેક મંદિરોમાં દર્શન કર્યા , લોકોની સુખાકારી અને પ્રગતિની પ્રાર્થના કરી
દોઢ કિલોમીટર લાંબી લાઇન
મુસાફરોની ભીડને નિયંત્રિત કરવા પોલીસ તૈનાત કરવી પડી રહી છે. ઉધના સ્ટેશનની (Udhna railway station) બહાર સડક પર મુસાફરોની લાંબી (long queue of passengers) લાઇનો છે. ઉધના સ્ટેશનની બહાર મુસાફરોની આશરે દોઢ કિલોમીટર લાંબી લાઇન લાગી છે. જેમાં નાના બાળકોથી લઈ મહિલા, વૃદ્ધો પણ નજરે પડી રહ્યા છે. ભીટ એટલી છે કે ઘણી મહિલાઓ બેભાન થઈ ગઈ હતી. ઘણા લોકોના પર્સ ચોરાયા છે.
આ પણ વાંચો : અનોખી પરંપરા ! ‘Dakor’ મંદિરમાં 151 મણ અન્નકૂટની શ્રદ્વાભાવથી લૂંટ
પોલીસે શું કહ્યું
મુસાફરોને સુરક્ષિત ટ્રેનમાં બેસાડવામાં સુરક્ષા જવાનોને પરસેવો વળી ગયો છે. મુસાફરોની ભીડને નિયંત્રિત કરવ માટે પોલીસ જવાન હળવો લાઠીચાર્જ પણ કરી રહ્યા છે. મુસાફરોની સુરક્ષામાં તૈનાત પોલીસ ઈન્સ્પેક્ટર એસ એન દેસાઈનું કહેવું છે કે અમે સાંજે 5 વાગ્યાથી સુરક્ષામાં તૈનાત છીએ. અમારી સાથે મહિલા પોલીસ સહત આશરે 100 જવાનો પણ ડ્યૂટી પર છે. અમારો હેતુ ભીડને કંટ્રોલ કરવાનો અને ભાગદોડ ન થાય તથા તમામ મુસાફરોને ટ્રેનમાં સુરક્ષિત બેસાડવાનો છે.