વેપારશેર બજાર

સેન્સેક્સમાં ૧૮૨૨ પોઈન્ટ્સનો કડાકો, માર્કેટ કેપમાં રૂ. ૨૧.૧૭ લાખ કરોડનું ગાબડું

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: મૂહૂર્તના સોદામાં તેજીની ઝલક જોવા મળી હતી પરંતુ શુક્રવારે પૂરા થયેલા સપ્તાહના ધોરણે બીએસઇના બધાં સેક્ટર ઘટવા સાથે સેન્સેક્સમાં ૧૮૨૨ પોઈન્ટ્સનો ઘટાડો નોંધાયો હતો અને માર્કેટ કેપમાં રૂ. ૨૧.૧૭ લાખ કરોડનું ગાબડું જોવા મળ્યું હતું. સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે માર્કેટ કેપ રૂ.૪૩૬.૯૮ લાખ કરોડ રહ્યું હતું, જે ૧૮ ઓક્ટોબરના શુક્રવારના અંતે રૂ.૪૫૮.૧૫ લાખ કરોડ હતું.

બીએસઈ સેન્સેક્સ પાછલા સપ્તાહના શુક્રવારના ૮૧,૨૨૪.૭૫ના બંધથી ૧,૮૨૨.૪૬ પોઈન્ટ્સ (૨.૨૪ ટકા) ઘટ્યો હતો. સેન્સેક્સ ૨૧ ઓક્ટોબર અને સોમવારે ૮૧,૭૭૦.૦૨ ખૂલી ૨૫ ઓક્ટોબર અને શુક્રવારે નીચામાં ૭૯,૧૩૭.૯૮ સુધી જઈ સપ્તાહ અંતે ૭૯,૪૦૨.૨૯ બંધ રહ્યો હતો.

બ્રોડ બેઝ્ડ ઈન્ડેક્સમાં બીએસઈ-૧૦૦ ઈન્ડેક્સ ૩.૧૫ ટકા, બીએસઈ-૨૦૦ ઈન્ડેક્સ ૩.૫૩ ટકા, બીએસઈ-૫૦૦ ઈન્ડેક્સ ૩.૯૮ ટકા, બીએસઈ મિડકેપ ૫.૨૦ ટકા અને બીએસઈ સ્મોલકેપ ૭.૩૭ ટકા ઘટ્યા હતા. આઈપીઓ ૭.૯૨ ટકા અને એસએમઈ આઈપીઓ ૭.૬૩ ટકા ઘટ્યો હતો.

બધા સેકટરલ ઈન્ડેક્સ ઘટ્યા હતા, જેમાં બીએસઈ કેપિટલ ગુડ્સ ૭.૫૧ ટકા, પાવર ૬.૯૨ ટકા, મેટલ ૬.૮૭ ટકા, રિયલ્ટી ૭.૦૩ ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૫.૬૧ ટકા, ઓટો ૫.૨૩ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૭.૩૪ ટકા, એફએમસીજી ૩.૯૦ ટકા, હેલ્થકેર ૩.૧૭ ટકા, ટેક ૧.૮૮ ટકા, આઈટી ૧.૫૭ ટકા અને બેન્કેક્સ ૨.૨૯ ટકા ઘટ્યા હતા.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ શેરોમાંથી માત્ર ત્રણ સ્ક્રિપ વધી હતી, જેમાં એચડીએફસી બેન્ક ૩.૫૩ ટકા, ટેક મહિન્દ્ર ૧.૬૫ ટકા અને બજાજ ફાઈનાન્સ ૦.૧૫ ટકા વધ્યો હતો. જ્યારે સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં સૌથી અધિક ઘટેલા પાંચ શેરોમાં ઈન્ડસઈન્ડ બેન્ક ૨૯.૨૮ ટકા, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૯.૦૮ ટકા, લાર્સન ૭.૪૭ ટકા, હિંદુસ્તાન યુનિલિવર ૭.૪૪ ટકા અને અદાણી પોર્ટ્સ ૬.૭૭ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

એ ગ્રુપની ૭૨૪ કંપનીઓમાં ૪૯ સ્ક્રિપ્સના ભાવ વધ્યા, ૬૭૫ સ્ક્રિપ્સના ભાવ ઘટ્યા હતા. બી ગ્રુપની ૧,૧૪૮ કંપનીઓમાંથી ૭૧ વધી હતી, ૧,૦૭૭ ઘટી હતી. સેન્સેક્સમાંની ત્રણ સ્ક્રિપ્સ વધી હતી અને ૨૭ ઘટી હતી. બીએસઈ ૧૦૦ ઈન્ડેક્સમાંની ૧૧ સ્ક્રિપ્સ વધી હતી અને ૮૯ ઘટી હતી. બીએસઈ ૨૦૦ સમાવિષ્ટ ૧૯ સ્ક્રિપ્સ વધી અને ૧૮૧ ઘટી હતી, મિડકેપમાંની ૧૩૨ સ્ક્રિપ્સમાંથી ૧૫ વધી, ૧૧૭ ઘટી હતી. સ્મોલ કેપમાંની ૯૪૬ સ્ક્રિપ્સમાંથી ૫૨ વધી હતી, ૮૯૪ ઘટી હતી.

સપ્તાહ દરમિયાન સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની (ડીઆઈઆઈ) રૂ. ૨૮,૧૨૯.૪૬ કરોડની ચોખ્ખી લેવાલી અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની (એફઆઈઆઈ) રૂ. ૨૫,૫૦૯.૯૭ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button