મરણ નોંધ

હિન્દુ મરણ

કચ્છી લોહાણા
ગામ મુરુના સ્વ. તુલસીદાસ ગોકલદાસ તન્ના હાલે નાશિકના પુત્ર રવજીભાઈ તુલસીદાસ તન્ના (ઉં. વ. ૭૬) ૨-૧૧-૨૪ના રામશરણ પામેલ છે. તે વિમળાબેનના પતિ. તે સ્વ. દામજીભાઈ લક્ષમીદાસ બારુના જમાઈ. ભાવેશ, મનીષ, વનિતાબેન, મમતાબેનના પિતાશ્રી. મહેશકુમાર, દીપકકુમાર, અલ્પાબેન, દિપાલીબેનના સસરાજી. દયારામ, સ્વ. ચત્રભુજભાઈ, રમેશભાઈ, કસ્તુરબેન, સરલાબેન, સ્વ. રસીલાબેન, સીતાબેન, જયાબેનના ભાઈ. સ્વ. ખીમજીભાઈ, સ્વ. વશંતભાઈ, મુલજીભાઈ, સ્વ. શંકરભાઈ, સ્વ. દિલીપભાઈના બનેવી. બંને પક્ષની પ્રાર્થના ૪-૧૧-૨૪ સોમવાર સાંજે ૪ થી ૫.૩૦. સ્થળ: કચ્છી લોહાણા મહાજન વાડી, ડીંડોરી રોડ, પંચવટી, નાશિક.

કચ્છી લોહાણા
અ.સૌ. રંજનબેન રસીકલાલ ઠક્કરની સુપુત્રી તે સ્વ. લક્ષ્મીબેન લીલાધર ઠક્કર (બારુ) કચ્છ ગામ ખોભંડી હાલે મુલુન્ડની પૌત્રી રસીક-રુપલ (ઉં. વ. ૩૮) તે રીટા હાર્દિક કોટક, દર્શના રસીક ઠક્કર, પુજા વૈભવ દોશીની બેન. તે જયાબેન રણછોડદાસ કતીરા ગામ દુધઈની દોહિત્રી. તે વિમળાબેન, ઊર્મીલાબેન, ગં.સ્વ. જ્યોતી દયાલજી, દક્ષા ધરમશી, ચન્દ્રીકા પ્રફુલ, જયશ્રી ચેતન, ગીતા શાંતીલાલ, અરવિંદની ભત્રીજી. તે બુધવાર ૩૦-૧૦-૨૪ના પરમધામ પામ્યા છે. પ્રાર્થનાસભા સોમવાર ૪-૧૧-૨૪ના સાંજના ૫.૩૦ થી ૭, સ્થળ: કાલીદાશ મેરેજ હોલ, પી.કે. રોડ, મુલુન્ડ (વેસ્ટ). (લૌકિક વ્યવહાર બંધ છે.

મૌકતિક બ્રાહ્મણ
ગં. સ્વ. નીના કુમુદ ભટ્ટ (ઉં. વ. ૯૦) તા. ૧-૧૧-૨૪ના શુક્રવારના સ્વર્ગલોક પામ્યા છે. બેસણું સોમવાર, તા. ૪-૧૧-૨૪ના સાંજે ૫થી ૭. નવકૃષ્ણ કુંજ ૨૧૨, વાલકેશ્ર્વર-મુંબઇ-૪૦૦૦૦૪ મુકામે રાખેલ છે. પુત્રી-જમાઇ-ભવાની વેંકટેશન ચક્રવર્તી, પુત્ર-પુત્રવધૂ- પલ્લવ તથા દિપાલી, પૌત્ર અને પૌત્રી- આદિત્ય-શ્રેયા-શ્રુતી.

સંબંધિત લેખો

બાલાસિનોર દશાનીમા વણિક
કિરણભાઇ બાબુલાલ મોદી (ઉ. વ. ૭૯) તે મીનાબેનના પતિ. રૂપેશ, અલ્પા અને સ્વ. દિપેનના પિતા. તથા કુંજલ, દિપાલી, કુનાલના સસરા. ડેનીશ, જીયા, તથા પ્રીષ્ટીના દાદા. તથા તનય, તનીશના નાના. તા. ૧-૧૧-૨૪ના શુક્રવારના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૫-૧૧-૨૪ના મંગળવારે સાંજે ૫થી ૭. ઠે. પાટીદાર સમાજ વાડી, હ્યુજીસ રોડ, મુંબઇ-૪૦૦૦૦૭. નીયર ધરમ પેલેસ સર્વે લૌકિક પ્રથા બંધ છે.

લોહાણા મરણ
મૂળ ગામ સાવરકુંડલા, હાલ ભિવંડી – થાણાના હરેશ મુકુંદરાય સૂચક (ઉં. વ.૫૨) તા.૦૧-૧૧-૨૪, શુક્રવાર ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ.રતિલાલ- કાંતાબેનના પૌત્ર. તે તારાબેન – મુકુંદરાય રતિલાલ સૂચકના જ્યેષ્ઠ પુત્ર. તે નેહાના પતિ. તે હર્ષ અને સૃષ્ટિના પપ્પા. તે જીતેશના મોટાભાઈ. જાનકી ના જેઠ. તે યાશિકા, હેતવી, ક્રિશના મોટા પપ્પા. તે ધીરજલાલ નાથાલાલ ચાગલાણી (સિકંદરાબાદ)ના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા તા.૦૪-૧૧-૨૪, સોમવાર ના રોજ સાંજે ૪ થી ૬ના સમયે શ્રી સ્વામિનારાયણ સત્સંગ ભવન, શ્રી સ્વામિનારાયણ મંદિર ની બાજુમાં, હોટેલ ફેમિલી ટ્રી ની બાજુમાં, શતરંજ વેફરસ ની બાજુ માં, જનરલ અરુણ વૈદ્ય ચોક, પંચપખાડી, થાણા(વેસ્ટ) ખાતે રાખેલ છે.

હાલાઇ લોહાણા
આમરણ બેલાવાળા, હાલ બોરીવલી નિવાસી ગં સ્વ. આશાબેન હરેશકુમાર મીરાણીના જયેષ્ઠ પુત્ર જિમિત મીરાણી (ઉં. વ.૩૭) તે વિધિ (વિરલ) ના પતિ. તે ડેલિશા અને શુભ ના પિતા. તથા આશિષ, વિરેશ, નિકિતા કેતન પટેલ અને હિરેન ના ભાઈ. તે ગં સ્વ. હેમા બેન હરેનભાઈ માવાણીના જમાઈ. તા. ૩૦/૧૦/૨૪ના શ્રીજી ચરણ પામેલ છે. તેમની બંને પક્ષ ની પ્રાર્થના સભા તા ૪/૧૧/૨૪ સોમવાર ના રોજ સાંજે ૪:૦૦ થી ૬:૦૦ વાગે હાલાઈ લોહાણા મહાજન વાડી, કાંદિવલી પશ્ર્ચિમ મુંબઈ ૪૦૦૦૬૭ લૌકિક વ્યવહાર બંધ છે.

બ્રહ્મક્ષત્રિય
બાબરાવાળા હાલ વિરાર ગં. સ્વ ધનલક્ષ્મીબેન દામોદરભાઈ છાટબાર ના દીકરા અલ્પેશભાઈ (ઉં. વ. ૪૭) તે શોભાના પતિ. મિત્તલ તથા હીરન્યાના પિતા. પિયુષભાઇ, હીનાબેન હિતેશકુમાર ભાઈ, સખારામ હલદેના જમાઈ. તેમની પ્રાર્થનાસભા ૪/૧૧/૨૪ ના રોજ ૪ થી ૫ કલાકે શ્રેયા બિલ્ડીંગ, એ ૨૦૧, ડોમિનોઝની બાજુમાં, ઓલ્ડ વિવાં કોલેજની પાછળ વિરાર વેસ્ટ રાખેલ છે.

ઘોઘારી લોહાણા
મૂળગામ કોટડી નિવાસી હાલ મુંબઈ સ્વ. રંજનબેન તથા સ્વ. મગનલાલ જીવણદાસ સોમૈયાના પુત્રવધૂ તથા સ્વ. સુરેશભાઈ સોમૈયાના ધર્મપત્ની ગં. સ્વ મીનાબેન (ઉં. વ. ૫૭) તે તા.૩૧/૧૦/૨૪ ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. સમીરના માતુશ્રી. ગં સ્વ રસીલાબેન જયંતીભાઈ કટારીયા જૂનાગઢવાળાની દીકરી. સ્વ. નયનાબેન અનીલકુમાર જોબનપુત્રા, બીનાબેન રમેશકુમાર જોબનપુત્રા, જ્યોતિબેન વિનોદકુમાર ખાખરીયા, જયશ્રીબેન રમેશકુમાર દાવડા તથા સંજયના ભાભી. શોભાના જેઠાણી. સદ્દગતની પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

કચ્છી બ્રહ્મક્ષત્રિય
કુમારી પ્રતિમા પ્રેમજી સોનેજી (ઉં. વ. ૬૪) ગામ તરા મંજલ હાલ મલાડ, મુંબઇ તે ભાગેરથીબેન પ્રેમજી સોનેજીના દીકરી. તે સ્વ. મહેશના મોટા બહેન. તે ચાગબાઇ જેરામ ખુડખૂડીયાના દોહિત્રી. તે સ્વ. પરસોત્તમભાઈ, સ્વ. સુરજીભાઇ, સ્વ. ગોપાલભાઇ તથા સ્વ. ચમનભાઇ અમદાવાદના ભત્રીજી. તથા મહેન્દ્ર સુરજી સોનેજી ભુજ, સ્વ. દિનેશ પરષોતમ સોનેજીના કાકાઈબહેન. તા. ૨-૧૧-૨૪ના મલાડ મુંબઇ મધ્યે રામશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી.

શ્રીમાળી સોની
હાલ મુંબઇ ઘાટકોપર મૂળ ગામ બરવાળા બાવીસીવાળા સ્વ. પ્રાણલાલ વશરામભાઇ રાજપરાના જેષ્ઠ પુત્ર ધનસુખભાઇ (ઉં. વ.૬૧) તા. ૩૦-૧૦-૨૪ના બુધવારે મુંબઇ ઘાટકોપર મુકામે શ્રીજીચરણ પામ્યા છે. તે પ્રવિણાબેનના પતિ. તથા દીપકભાઇ, તેજલબહેનના પિતાશ્રી. તે જીગીષાબેન અને વિરાજકુમારના સસરાજી. તથા રૂપ્રવના દાદા અને શોર્યના નાના. હર્ષદભાઇ, પ્રમોદભાઇ, પરેશભાઇ, મનોજભાઇના મોટાભાઇ. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૪-૧૧-૨૪ના સાંજે ૪થી ૬. ઠે. સ્વામીનારાયણ મંદિર, ૯૦ ફીટ રોડ,ગરોડિયા નગર, ઘાટકોપર (ઇ).

દસા સોરઠીયા વણિક
સ્વ. જશુમતી નાગરદાસ અમિચંદ મહેતા (મુંજયાસરા)ના સુપુત્ર અશોક (ઉં. વ. ૬૭) તે રજની, કમલેશ, બિપીન, દીપકના ભાઇ, નીતા, પન્ના, મનીષા, સ્વાતીના જેઠ, રાજેશ, જીગર, ચિરાગ, હાર્દિક, પુજન, આયુષીના મોટા પપ્પા, સજ્જલ, ઝરણા, નિશા, ફોરમના કાકાજી સસરા, રિધાન યુશાનના દાદા તે ૧.૧૧.૨૪ ના શ્રીજી ચરણ પામેલ છે. સાદડી તથા લૌકિક પ્રથા બંધ છે.

હાલાઈ ભાટીયા
હરીદાસ ત્રિકમદાસ કાપડીયા (ઉ.વ.૮૯) તે સ્વ. દેવહુતીબેન ત્રિકમદાસ કાપડીયાના સુપુત્ર. તે કાન્તાબેનના પતિ. તે દેવીકા, દિપીકા તથા નિકુંજના પિતા. તે મનિષભાઇ લક્ષ્મીકાંતના સસરા. તે અનિરુદ્ધ તથા વેદાંતના નાના, સ્વ. જયાબેન લક્ષ્મીકાંત ભાટીયા, સ્વ.પુષ્પાબેન દિલીપ ભાઈ આશર, અ.સૌ. જયશ્રીબેન સુધીરભાઈ સરૈયા અને અ.સૌ. અંજનીબેન રુપકભાઈ આયેના ભાઈ તે સ્વ. મણીબેન કરણસિંહના જમાઈ. તે તા.૨૯/૧૦/૨૦૨૪ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા મંગળવાર તા.૦૫/૧૧/૨૦૨૪ ના રોજ સાંજે ૦૫.૦૦ થી ૦૭.૦૦ નહેરુ સેન્ટર, કલ્ચર હોલ, મુંબઈ ખાતે રાખેલ છે.

કચ્છી ભાટિયા
અ.સૌ. નીતા બિપીન જોગીદાસાણી, (ઉં. વ. ૫૭) તે સ્વ. ભાનુબેન ત્થા સ્વ. ડો. જયસિંહ ગોકલદાસ જોગીદાસાણીના પુત્રવધૂ. તે સ્વ. માલિની મુલરાજ તુલસીદાસ લીલાણીના સુપુત્રી. તે ચિ. સિદ્ધાર્થના માતા તથા અ.સૌ. પ્રતિભાના સાસુ. મયુર-નમ્રતા તથા સમીર – રૂપલના ભાભી તા. ૩૧-૧૦-૨૪ના પૂના મુકામે શ્રીજીચરણ પામેલ છે.

રાજગોર બ્રાહ્મણ
દેવળકી નિવાસી હાલ કાંદિવલી ગં.સ્વ. દયાગૌરી રમણિકલાલ રામશંકર મહેતા (ઉ.વ. ૭૯), મનીષ, મયૂરી સુધીર દવેનાં માતા. સ્વ. હર્ષદ, સ્વ. રંજન મહેન્દ્ર દવે, સ્વ. દિનેશ, ધીરજનાં ભાભી. ઈલાનાં સાસુ, રાજકોટનિવાસી ભાઈશંકર અને સ્વ. જીવરામ ગોવિંદજી જોષીનાં બેન તા. ૨-૧૧-૨૪ના શનિવારે કૈલાશવાસી થયેલ છે. સદ્ગતની પ્રાર્થનાસભા સોમવાર તા. ૪-૧૧-૨૪ના રોજ ૪થી ૬ પાવનધામ, ૧લે માળે, મહાવીર નગર, કાંદિવલી (પ.) ખાતે રાખેલ છે.

અનાવિલ
પ્રવિણાબેન ઠાકોરભાઇ દેસાઇ (ઉં.વ. ૮૯) કેવલના મા. સુઝેનના સાસુ અને આકાશના દાદી તા. ૨-૧૧-૨૪ના પરલોક સિધાવ્યા છે. પ્રાર્થના : મંગળવાર તા. ૫-૧૧-૨૪ના સાંજે ૫થી ૬. ઠે. પમે માળે, જોય રેસીડન્સી, રામકૃષ્ણ મિશનની બાજુમાં, ૧૨મો રસ્તો, ખાર (વેસ્ટ), મુંબઇ-૪૦૦૦૫૨.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker