આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(સૌરહેમંતૠતુ પ્રારંભ),
સોમવાર, તા. ૪-૧૧-૨૦૨૪ ગૌરી વ્રત
ભારતીય દિનાંક ૧૩, માહે કાર્તિક, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૧, શા. શકે ૧૯૪૬, કાર્તિક સુદ -૩
જૈન વીર સંવત ૨૫૫૧, માહે કાર્તિક, તિથિ સુદ-૩
પારસી શહેનશાહી રોજ ૨૨મો ગોવાદ, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૨૨મો ગોવાદ, માહે ૪થો તીર, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૧૮મો રશ્ને, માહે ૮મો આવાં, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૧લો, માહે ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૬
મીસરી રોજ ૩જો, માહે ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૬
નક્ષત્ર અનુરાધા સવારે ક. ૦૮-૦૩ સુધી પછી જયેષ્ઠા.
ચંદ્ર વૃશ્ર્ચિકમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: વૃશ્ર્ચિક (ન, ય)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૪૧ અમદાવાદ ક. ૦૬ મિ. ૪૭ સ્ટા. ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૦૨, અમદાવાદ ક. ૧૮ મિ. ૫૯ સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
ભરતી : બપોરેે ક. ૧૩-૦૨, મધ્યરાત્રિ પછી. ક. ૦૧-૫૧
ઓટ: સવારે ક.૦૭-૦૯, સાંજે ક. ૦૮-૫૬
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૧, ‘અનલ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, કાર્તિક શુક્લ – તૃતીયા. ગૌરી વ્રત, મુસ્લિમ જમાદીલ અવ્વલ માસારંભ, વિંછુડો.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ
મુહૂર્ત વિશેષ: જ્યેષ્ઠા જન્મ નક્ષત્ર શાંતિ પૂજા,સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, ચંદ્ર દેવતા, ઇંદ્ર દેવતાનું પૂજન,ઔષધ ઉપચાર, પરદેશ ગમનનું પસ્તાનું,નવા વસ્ત્રો-આભૂષણ, હજામત, વાહન, યંત્રારંભ, ખેતીવાડી, પશુ લે-વેચ, પ્રાણી પાળવા.
આચમન: ચંદ્ર-શનિ ચતુષ્કોણ મતલબી, સૂર્ય-શનિ ત્રિકોણ મહેનતું, ચંદ્ર-ગુરુ પ્રતિયુતિ દંભી, ચંદ્ર-હર્ષલ યુતિ (તા. ૫) અચોક્કસ મનનાં.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શનિ ચતુષ્કોણ, સૂર્ય-શનિ ત્રિકોણ, ચંદ્ર-ગુરુ પ્રતિયુતિ (તા. ૫), ચંદ્ર-હર્ષલ યુતિ (તા. ૫).
ગોચરગ્રહો: સૂર્ય-તુલા, મંગળ-કર્ક, બુધ-વૃશ્ર્ચિક, વક્રી ગુરુ-વૃષભ, શુક્ર-વૃશ્ર્ચિક, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચ્યુન-મીન, માર્ગી પ્લુટો-મકર.