નેશનલ

ચારધામ યાત્રા દરમિયાન આ વર્ષે યમુનોત્રી અને ગંગોત્રીમાં 53 ભક્તોના મોત

દહેરાદૂનઃ ઉત્તરાખંડ ચારધામ યાત્રા 2024 નવેમ્બર મહિનામાં અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી છે. બે નવેમ્બરના રોજ ગંગોત્રી ધામના કપાટ બંધ થયા બાદ ત્રણ નવેમ્બરના રોજ કેદારનાથ ધામના કપાટ બંધ થયા હતા. બાદમાં રવિવારે બપોરે 12 વાગ્યાને 5 મિનિટ પર યમુનોત્રી ધામના કપાટ પણ વિધિ વિધાન સાથે બંધ કરી દેવામાં આવ્યા હતા.

ગયા 10 મેના રોજ શરૂ થયેલી ચારધામ યાત્રામાં આ વર્ષે અત્યાર સુધીમાં ગંગોત્રી અને યમુનોત્રી ધામ આવનારા ભક્તોમાં 53ના મોત થયા હતા જેમાં યમુનોત્રી ધામમાં 40 અને ગંગોત્રી ધામમાં 13 શ્રદ્ધાળુઓનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: તમિલનાડુમાં ટ્રેક પર સફાઈ કરી રહેલા સ્ટાફને ટ્રેને અડફેટે લીધા; ચારનાં મોત, એક મૃતદેહની શોધ

કહેવામાં આવી રહ્યું છે કે મુશ્કેલ ચઢાણની સાથે જ હવામાનમાં ફેરફાર ભક્તોના મોતનું મુખ્ય કારણ રહ્યું છે. તે સિવાય ડોક્ટરોનું કહેવું છે કે બીમાર અને વૃદ્ધ ભક્તોએ પોતાનો મેડિકલ ટેસ્ટ કરાવ્યા બાદ જ ચારધામ યાત્રા પર આવવું જોઇએ. ચારધામ યાત્રા રૂટ પર ત્રણ કાંવડિયા ગુમ છે. હજુ સુધી તેમનો કોઇ પત્તો લાગ્યો નથી.

ગયા વર્ષની વાત કરીએ તો 2023માં યમુનોત્રી ધામમાં 62 લોકોના મોત થયા હતા જ્યારે યમુનોત્રીમાં 41 અને ગંગોત્રીમાં 21 તીર્થયાત્રીએ જીવ ગુમાવ્યો હતો. ગંગોત્રી ધામના કપાટ શનિવારે વિધિવત પૂજા અર્ચના બાદ બંધ કરી દેવાયા હતા. જ્યારે યમુનોત્રી ધામના કપાટ બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી પરંતુ છ મહિનામાં રેકોર્ડ સંખ્યામાં ભક્તો દર્શન માટે પહોંચ્યા હતા.

આ પણ વાંચો: કેરીના ગોટલામાંથી બનાવેલી રાબ ખાવાથી બે લોકોના મોત, છ હોસ્પિટલમાં દાખલ

બંન્ને ધામમાં અત્યાર સુધી 15,21,752 તીર્થયાત્રીઓએ દર્શન કર્યા હતા. જેમાં યમુનોત્રી ધામમાં 7,10,210 અને ગંગોત્રી ધામમાં 8,11,542 તીર્થયાત્રીઓએ દર્શન કર્યા હતા. યમુનોત્રી ધામના કપાટ ભાઇ બીજના પાવન અવસર પર બપોરે 12:03 વાગ્યે બંધ કરી દેવાયા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button