આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

મુખ્ય પ્રધાન સંબંધી ‘તે’ નિવેદનથી વિવાદ વકર્યો: ભાજપ-શિંદે સેના આમને-સામને

જેને ગદ્દાર કહેવામાં આવતા તે મુખ્ય પ્રધાન બને છે એમ ભાજપના જિલ્લા પ્રમુખ પ્રદીપ રામચંદાણીએ એક કાર્યક્રમમાં કહ્યું હતું


મુંબઈ: વિધાનસભાની ચૂંટણીને લઈને હાલમાં શિવસેના શિંદે જૂથ અને ભાજપ વચ્ચે એક મુદ્દા પર મોટો વિવાદ ચાલી રહ્યો છે. ઉલ્હાસનગરમાં આ મામલો ગરમાયો છે અને શિવસેના શિંદે જૂથના નેતાઓ આક્રમક બન્યા છે. ભાજપના ઉલ્હાસનગર જિલ્લા પ્રમુખે મુખ્ય પ્રધાન વિશે વાંધાજનક નિવેદનો કર્યા હતા. તેના પર શિવસેના આક્રમક બની છે. આ ઉપરાંત જિલ્લા પ્રમુખને હોદ્દા પરથી હટાવવાની માગણી કરવામાં આવી છે. તેથી એવું લાગે છે કે શિવસેના શિંદે જૂથ અને ભાજપ આ મુદ્દા પર એકબીજા સાથે બાખડ્યા છે.

આ પણ વાંચો: મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના ચૂંટણી પ્રચારની શરૂઆત, મુંબઈમાં 2 રેલીઓ

ભાજપના જિલ્લા પ્રમુખ પ્રદીપ રામચંદાણીએ શનિવારે એક કાર્યક્રમમાં ભાષણ દરમિયાન એવું નિવેદન આપ્યું હતું કે ‘જેને ગદ્દાર કહેવામાં આવે છે તે મુખ્ય પ્રધાન બને છે’. તેની અસર મહાયુતિના મેળાવડામાં જોવા મળી હતી. આ સભા પહેલા શિવસૈનિકોએ રામચંદાની સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને તેમના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. શિવસૈનિકોએ સભા માટે આવેલા ભાજપના મંત્રી રવીન્દ્ર ચવ્હાણને પણ ફરિયાદ કરી હતી. શિવસૈનિકો બેઠકનો બહિષ્કાર કરીને ત્યાંથી નીકળી ગયા હતા.

આ પછી એ જ સભામાં રવીન્દ્ર ચવ્હાણે જાહેરમાં માફી માંગી હતી. તેમણે કહ્યું કે આ ઘટના ગેરસમજના કારણે બની છે, પરંતુ શિવસૈનિકો તેનાથી સંતુષ્ટ ન હતા. શિવસેનાના જિલ્લા પ્રમુખ ગોપાલ લાંડગેએ પ્રદીપ રામચંદાનીના નિવેદનની નિંદા કરી હતી. તેમને તાત્કાલિક પદ પરથી હટાવવા જોઈએ તેવી પણ માગણી કરી હતી. એટલું જ નહીં, તેમને ચૂંટણી પ્રક્રિયાથી દૂર રાખવાની માગણી કરવામાં આવી છે. તો હવે જોવાનું રહેશે કે ભાજપ આ મામલે શું ભૂમિકા લે છે.

આ પણ વાંચો: ચૂંટણી પહેલા જ મહાયુતિમાં વિવાદ, ભાજપના નેતાના વિવાદાસ્પદ નિવેદનથી મચ્યો ખળભળાટ

પ્રદીપ રામચંદાણી ઉલ્હાસનગર ભાજપના જિલ્લા અધ્યક્ષ છે. ઉલ્હાસનગરમાં સાંઈ પાર્ટી ભાજપની સાથે છે. તેથી, આ બંને પક્ષોની સંયુક્ત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રામચંદાણીએ ઉપરોક્ત વક્તવ્ય આપતાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. ઉલ્હાસનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયરની ચૂંટણીને ટાંકીને તેમણે અચાનક કહ્યું હતું કે, હવે કોઈ ગદ્દાર નથી, જેને દેશદ્રોહી કહેવામાં આવે છે તેઓ જ મુખ્ય પ્રધાન બને છે. રાજકારણની વ્યાખ્યા બદલાઈ ગઈ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button