આમચી મુંબઈ

ફેસિયલ કરવા યુવાનની આંખ પર પટ્ટી બાંધ્યા પછી સોનાના દાગીના ચોર્યા

મુંબઈ: ફેસિયલ કરવા યુવાનની આંખ પર કપડાની પટ્ટી બાંધ્યા પછી હેર ડ્રેસરે સોનાના દાગીના ચોરવાની કારીગરી બતાવી હોવાની ઘટના મલાડમાં બની હતી.

પોલીસના જણાવ્યા મુજબ શનિવારે બપોરે બનેલી ઘટના બાબતે મલાડ પશ્ચીમમાં રહેતા યુવાને નોંધાવેલી ફરિયાદને આધારે શહેઝાદ રઈસ પઠાણ (28) વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: ડીમેટ એકાઉન્ટ હૅક કરી રૂ. 1.26 કરોડના શેર્સ ચોર્યા: ગુનો દાખલ

ફરિયાદમાં જણાવાયું હતું કે વાળ કપાવવા માટે ફરિયાદીએ ઑનલાઈન કંપનીમાંથી હેર ડ્રેસરને બોલાવ્યો હતો. નક્કી થયા મુજબ શનિવારે પઠાણ ફરિયાદીના ઘરે આવ્યો હતો. હેર સ્ટાઈલ માટે ફરિયાદી પઠાણને પોતાના બેડરૂમમાં લઈ ગયો હતો. હેર સ્ટાઈલ પછી પઠાણે ફરિયાદીના ચહેરા પર કાળા ડાઘ હોવાથી ફેસિયલથી ક્લીન કરવાની સલાહ આપી હતી.

આ પણ વાંચો: બોરીવલીમાં ગ્રાહકની કાર પાર્ક કરનારા હોટેલના કર્મચારીએ જ દાગીના ચોર્યા

ફેસિયલ માટે પઠાણે ફરિયાદીના ચહેરા પર અલગ અલગ પ્રકારની ક્રીમ લગાવી હતી અને આંખ પર પટ્ટી બાંધી હતી. થોડી મિનિટ આંખ બંધ કરીને બેસી રહેવાનું ફરિયાદીને કહેવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન આરોપીએ બેડરૂમમાંના કબાટમાંથી અંદાજે 5.15 લાખ રૂપિયાના સોનાના દાગીના ચોર્યા હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો હતો. મલાડ પોલીસે ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button