Assembly Election: ‘મહાયુતિ’માં કોઈ તિરાડ નહીંઃ કેન્દ્રીય પ્રધાને આપ્યું નિવેદન…
મુંબઈઃ કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ આજે મુંબઈમાં માહિમ વિધાનસભા મતવિસ્તારમાં શાસક મહાયુતિમાં ભંગાણના અહેવાલોને નકારી કાઢ્યા હતા, જ્યાં મનસે (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના)ના નેતા અમિત ઠાકરે શિવસેના (એકનાથ શિંદે)ના સદા સરવણકર સામે મેદાનમાં ઉતર્યા છે. આરપીઆઈ (એ)ના વડાએ કહ્યું કે ત્રણ વખતના વિધાનસભ્ય સરવણકર અમિત ઠાકરે કરતા મજબૂત ઉમેદવાર છે, જેમની એકમાત્ર યોગ્યતા એ છે કે તેઓ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેના પુત્ર છે.
આ પણ વાંચો : ભાજપના નેતાઓ પાસે 8 થી 10 બેઠકો માગી છે: રામદાસ આઠવલે
રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (આઠવલે) મહાયુતિના સાથી છે, જેમાં ભાજપ, એનસીપી (અજિત પવાર) અને શિવસેના (એકનાથ શિંદે)નો સમાવેશ થાય છે. અમિત ઠાકરે ચૂંટણીમાં પદાર્પણ કરી રહ્યા છે, જ્યારે સરવણકર માહિમમાંથી ફરી ચૂંટણી લડવા માંગે છે. શિવસેનાના નેતાએ ભારપૂર્વક જણાવ્યું છે કે તેઓ ચૂંટણી મેદાનમાંથી ખસી જશે નહીં, તેમ છતાં ભાજપે મનસે ઉમેદવારને સમર્થન આપવાની ઉત્સુકતા દર્શાવી છે.
આ પણ વાંચો : ઉદ્ધવ ઠાકરે જૂથ અને ભાજપ વચ્ચે છેડાયું ‘હિંદુત્વ’નું યુદ્ધ, આ રીતે કર્યા એકબીજા પર પ્રહાર
આઠવલેએ કહ્યું બાબાસાહેબ આંબેડકર મેમોરિયલ અને ઈન્દુ મિલ માહિમ મતવિસ્તાર હેઠળ આવે છે, અને મને નથી લાગતું કે સરવણકર પર દબાણ કરવું સારું છે. તેઓ વર્તમાન વિધાનસભ્ય અને અમિત ઠાકરે કરતા મજબૂત ઉમેદવાર છે, અને તેઓ જીતશે.
આ પણ વાંચો : મનસેના દીપોત્સવનો ખર્ચ અમિત ઠાકરેના ચૂંટણી ખર્ચમાં સમાવવો જોઈએ
મનસે ઉમેદવારને ભાજપના સમર્થન પર ટિપ્પણી કરવાનો ઇનકાર કરતી વખતે તેમણે કહ્યું કે સરવણકર મહાયુતિના સત્તાવાર ઉમેદવાર હતા. અમિત ઠાકરેએ મતવિસ્તારમાં કોઈ કામ કર્યું નથી, અને તેમની એકમાત્ર લાયકાત એ છે કે તેઓ રાજ ઠાકરેના પુત્ર છે. તેમણે હમણાં જ રાજકારણમાં પ્રવેશ કર્યો છે અને ભવિષ્યમાં ઘણું કરવાનું છે, આઠવલેએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : એમવીએની છઠ્ઠી નવેમ્બરે મુંબઈમાં રેલીઃ ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે
બળવાખોર ઉમેદવારો વિવિધ મતવિસ્તારોમાં ગઠબંધનને નુકસાન પહોંચાડે તેવી સંભાવના વિશે પૂછવામાં આવતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું, “જ્યારે પણ બળવાખોરો ચૂંટણી લડે છે, તે નુકસાન પહોંચાડે છે. તેની અસર હરિયાણામાં કોંગ્રેસને થઇ છે. મને લાગે છે કે આવતીકાલે ૯૯ ટકા બળવાખોરો ઉમેદવારી પાછી ખેંચી લેશે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને અન્ય નેતાઓ આ ઉમેદવારો સાથે મુલાકાત કરી રહ્યા છે.
આ પણ વાંચો : ગોપનીયતાના શપથ ભંગ બદલ ફડણવીસ અને અજિત પવાર સામે કેસ થવો જોઈએઃ રાઉત
૨૮૮ સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી ૨૦ નવેમ્બરે યોજાશે અને મતોની ગણતરી ૨૩ નવેમ્બરે થશે. મુંબઈમાં ૩૬ વિધાનસભા બેઠકો છે. ૪ નવેમ્બર ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ છે.
(પીટીઆઈ)