ઇમિગ્રેશનથી અબોર્શન સુધી, અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીના મુખ્ય મુદ્દા આ છે…
અમેરિકામાં પ્રમુખ પદની ચૂંટણીનો પ્રચાર તેના અંતિમ તબક્કામાં છે. ડેમોક્રેટિક પાર્ટીના કમલા હેરિસ અને રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળી રહ્યો છે. બંને ઉમેદવારો મોટા રાજ્યોમાં સમર્થન મેળવવા માટે મોટા પાયે રેલીઓ અને જાહેર સભાઓ કરી રહ્યા છે. 5 નવેમ્બરે યોજાનારી ચૂંટણી માટે બંને ઉમેદવારો કડી મહેનત કરી રહ્યા છે. તેઓ અંતિમ સમયગાળા દરમિયાન મતદાન વધારવા માટે સખત મહેનત કરી રહ્યા છે.
આ પણ વાંચો : અમેરિકાએ 19 ભારતીય કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, જાણો વિદેશ મંત્રાલયે શું કહ્યું…
70 મિલિયનથી વધુ અમેરિકનોએ પહેલેથી જ મતદાન કરી દીધુ છે, જે 2020 માં થયેલા કુલ મતદાનના 45 ટકા છે. ઓપિનિયન પોલ્સ દર્શાવે છે કે ટ્રમ્પ અને હેરિસ વચ્ચે કાંટાની ટક્કર છે. ચૂંટણીના પરિણામ સાત સ્વિંગ રાજ્યોના મતદારો પર નિર્ભર છે. આ દરમિયાન ઇમિગ્રેશન અને અબોર્શન સહિત આ ચૂંટણીને અસર કરતા મુખ્ય મુદ્દાઓ પર એક નજર કરીએ.
અર્થતંત્રઃ
ટ્રમ્પ 2017 થી 2021 સુધી અમેરિકાના પ્રમુખ હતા, તેમણે તેમના કાર્યકાળ દરમિયાન વેપારીઓ અને શ્રીમંત લોકો માટે ટેક્સ કટ લાગુ કર્યો હતો. આ ચૂંટણીમાં તેઓ તમામ અમેરિકન આયાત પર 10 ટકાથી વધુ ટેરિફ લાદવાની વાત કરી રહ્યા છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે આનાથી તેમને અમેરિકન નાગરિકો માટે ટેક્સ ઘટાડવામાં મદદ મળશે.
આ પણ વાંચો : અમેરિકામાં હેલોવીન સેલિબ્રેશન વખતે ફાયરિંગઃ બે નાં મોત, 6 ઘવાયા…
ડેમોક્રેટ કમલા હેરિસ તેમના વિઝન સાથે મધ્યમ વર્ગને લક્ષ્ય બનાવી રહી છે, જેમાં સૌથી શ્રીમંત લોકો માટે મધ્યમ કર વધારાનો સમાવેશ થાય છે. હેરિસ ચાઇલ્ડ ટેક્સ ક્રેડિટ, પ્રથમ વખત ઘર ખરીદનારાઓને સમર્થન અને નાના વ્યવસાયો માટે મદદની પણ હિમાયત કરે છે.
ઇમિગ્રેશનઃ
ઘણા મતદારોએ બાઇડેન વહીવટીતંત્ર દરમિયાન યુ.એસ.માં ઇમિગ્રન્ટ્સમાં થયેલા વધારા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ટ્રમ્પે તેમની પ્રથમ ટર્મની ચૂંટણી દરમિયાન ઈમિગ્રેશનને મુદ્દો બનાવ્યો હતો. તેઓ બીજી ટર્મ માટે પણ આ મુદ્દાનો લાભ લેવા માંગે છે. જો તેઓ ફરીથી ચૂંટાય તો લાખો ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને સામૂહિક દેશનિકાલ કરવાનું વચન આપ્યું છે. તો હેરિસે પણ ઈમિગ્રેશન પર કડક વલણ અપનાવતા ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશતા લોકોને પરિણામોની ચિમકી આપી છે.
અબોર્શનઃ
આ વખતે ચૂંટણીમાં સ્ત્રી મતદારો હેરિસને સમર્થન કરી રહ્યા છે, જ્યારે ટ્રમ્પને પુરુષો તરફથી વધુ સમર્થન મળી રહ્યું છે. આ દર્શાવે છે કે ચૂંટણીના પરિણામોમાં ગર્ભપાત મહત્ત્વનું પરિબળ બની શકે છે. હેરિસે સરકારના હસ્તક્ષેપ વિના ‘મહિલાઓના પોતાના શરીર વિશે નિર્ણય લેવાના અધિકાર’ માટે ડેમોક્રેટિકની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
આ પણ વાંચો : ડોનાલ્ડ ટ્રમ્પે દિવાળીની શુભેચ્છા પાઠવી, સાથે બાંગ્લાદેશી હિન્દુઓનો અવાજ ઉઠાવ્યો
આબોહવાઃ
ચીન બાદ ગ્રીનહાઉસ વાયુઓનું બીજા ક્રમનું સૌથી મોટું ઉત્સર્જક અમેરિકા છે. હજી સુધી કોઇ પણ ઉમેદવારે એર પોલ્યુશન સામે લડવા માટે કોઇ વ્યુહરચના રજૂ કરી નથી.
વિદેશનીતિ:
મધ્ય પૂર્વ અને યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષો વચ્ચે ટ્રમ્પે બંને પરિસ્થિતિઓને ઝડપથી ઉકેલવાનું વચન આપ્યું છે, જો કે તેમણે સ્પષ્ટ કર્યું નથી કે તેઓ કેવી રીતે આવું કરવાની યોજના ધરાવે છે. તેમણે 2022 માં રશિયાના આક્રમણ પછી યુક્રેનને યુએસની નોંધપાત્ર નાણાકીય સહાયની ટીકા કરી છે.
આ પણ વાંચો : US Elections 2024: કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ પાસે કેટલી છે સંપત્તિ?
ટ્રમ્પ અને હેરિસ બેઉએ ઇઝરાયલને મદદનું વચન આપ્યું છે, પણ કમલા હેરિસે પેલેસ્ટાઇનની ચીખ પોકાર પર વધુ ધ્યાન આપ્યું છે. આ મહિનાની શરૂઆતમાં નેતન્યાહુ સાથે ફોન કૉલમાં, ટ્રમ્પે લેબનોન અને ગાઝામાં સંઘર્ષો માટે તેમના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો હતો. જોકે, હેરિસ બિડેન કરતાં ઇઝરાયેલની વધુ ટીકા કરે છે.