હાય મોંઘવારીઃ નવા વર્ષથી પામ ઓઈલ, કોફી સહિત અન્ય FMCG પ્રોડ્ક્ટસના ભાવમાં વધારાના એંધાણ…
મુંબઇ : દેશમાં નવા વર્ષમાં ખાણી- પીણીની વસ્તુઓ મોંધી થવાના સંકેત મળ્યા છે. જેમાં હાલમાં જ પામ ઓઈલ, કોફી અને કોકો જેવી એફએમસીજી(FMCG)કંપનીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા સામાનના ભાવમાં વધારો થયો છે. જેના પગલે વધેલા ખર્ચ અને ઘટતા માર્જિનની ભરપાઈ કરવા માટે FMCG કંપનીઓ તેમના ઉત્પાદનોના ભાવ વધારશે.
આ પણ વાંચો : ઈલેક્શન: મોંઘવારી નહીં નડે ઉમેદવારોને, ચૂંટણી પંચે ખર્ચની મર્યાદા વધારી, જાણો કેટલી?
ભાવ વધારા અને ખર્ચ સ્થિરીકરણ દ્વારા માર્જિન પુનઃપ્રાપ્ત કરીશું
કંપનીઓ જેવી કે હિન્દુસ્તાન યુનિલિવર (HUL),ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (GCPL), મેરિકો, ITC અને Tata Consumer Products Ltd (TCPL) એ શહેરી વપરાશમાં ઘટાડા અંગે ચિંતા વ્યક્ત કરી છે. નિષ્ણાતોના મતે FMCG સેક્ટરના કુલ વેચાણમાં શહેરી વપરાશનો હિસ્સો 65-68 ટકા છે. GCPLના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) સુધીર સીતાપતિએ બીજા ક્વાર્ટરના પરિણામોની જાહેરાતની બાજુમાં જણાવ્યું હતું કે, અમને લાગે છે કે આ ટૂંકા ગાળાનો આંચકો છે અને અમે સમજદારીપૂર્વકના ભાવ વધારા અને ખર્ચ સ્થિરીકરણ દ્વારા માર્જિન પુનઃપ્રાપ્ત કરીશું.
GCPL,જે સિન્થોલ, ગોદરેજ નંબર-વન, હિટ જેવી પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે, તેણે ભારતમાં તેલના ભાવમાં વધઘટ અને ગ્રાહક માંગમાં ઘટાડો હોવા છતાં સ્થિર ત્રિમાસિક પ્રદર્શન જાળવી રાખ્યું છે.
નેસ્લે તેના ઉત્પાદનોની કિંમતોમાં પણ વધારો કરશે
નેસ્લે ઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સુરેશ નારાયણને પણ FMCG સેક્ટરમાં ઘટાડા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે ‘મધ્યમ સેગમેન્ટ’ દબાણ હેઠળ છે કારણ કે ઊંચા ખાદ્ય ફુગાવાના કારણે ઘરના બજેટને
અસર થઈ છે. ખાદ્ય ફુગાવાના વધારા અંગે નારાયણને કહ્યું કે ફળો અને શાકભાજી અને તેલના ભાવમાં તીવ્ર વધારો થયો છે.
તેમણે કહ્યું કે કંપનીઓ માટે કાચા માલની કિંમતનું સંચાલન કરવું મુશ્કેલ બનશે. તો તે કિંમતોમાં વધારા તરફ દોરી શકે છે. જ્યાં સુધી કોફી અને કોકોના ભાવનો સંબંધ છે ત્યાં સુધી અમે મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ. નેસ્લે ઇન્ડિયા મેગી, કિટ કેટ અને નેસકાફે જેવી બ્રાન્ડની માલિકી ધરાવે છે. કંપનીની વેચાણ વૃદ્ધિ સાધારણ 1.2
ટકા રહી છે. અન્ય FMCG કંપની ITCએ ખર્ચમાં વધારાને કારણે માર્જિનમાં 0.35 ટકાનો ઘટાડો નોંધાવ્યો છે. કંપની આશિર્વાદ, સનફીસ્ટ, બિન્ગો, યીપ્પી જેવી બ્રાન્ડની માલિકી ધરાવે છે.
ખાદ્યપદાર્થોના ફુગાવાના કારણે કંપનીઓને નુકસાન થયું છે
TCPLના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) સુનિલ ડિસોઝાએ પણ જણાવ્યું હતું કે
શહેરી વિસ્તારોમાં ગ્રાહક ખર્ચને અસર થઈ છે. સપ્ટેમ્બર ક્વાર્ટર માટે કંપનીના પરિણામોની જાહેરાત વખતે બોલતા ડિસોઝાએ જણાવ્યું હતું કે, હું માનું છું કે ખાદ્યપદાર્થોનો ફુગાવો કદાચ આપણે ધારીએ છીએ તેના કરતાં વધુ છે અને તેની અસર ઘણી વધારે છે.
HULના CEO અને મેનેજિંગ ડિરેક્ટર રોહિત જાવાએ જણાવ્યું હતું કે ક્વાર્ટરમાં માર્કેટ વોલ્યુમ ગ્રોથ ધીમો રહ્યો છે. જાવાએ કહ્યું કે, સ્થિતિ એકદમ સ્પષ્ટ છે કે તાજેતરના ક્વાર્ટરમાં શહેરી વિકાસને અસર થઈ છે. ગ્રામીણ ક્ષેત્ર ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે અને હવે છેલ્લા કેટલાક ક્વાર્ટરથી શહેરી ક્ષેત્ર કરતાં આગળ છે અને આ વખતે પણ તે શહેરી ક્ષેત્ર કરતાં આગળ છે.
આ પણ વાંચો : મોંઘવારી કરતા પણ ઝડપથી વધી રહી છે આ સમસ્યા, સમાજવ્યવસ્થા સામે મોટો પડકાર
HULસર્ફ, રિન, લક્સ, પોન્ડસ, લાઇફબોય, લેકમે, બ્રુક બોન્ડ, લિપ્ટન અને હોરલિકસ જેવી બ્રાન્ડની માલિકી ધરાવે છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં HULના કોન્સોલિડેટેડ ચોખ્ખા નફામાં 2.33 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે મેરિકોએ પણ
શહેરી વિસ્તારોની સરખામણીએ ગ્રામીણ વિસ્તારોમાં માંગમાં બમણી વાર્ષિક વૃદ્ધિ નોંધાવી છે.