નેશનલ

હિંદુઓ એક્તા દર્શાવશે તો…. જાણો શું બોલ્યા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી

થોડા દિવસ પહેલા જ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આગ્રામાં એક કાર્યક્રમમાં લોકોને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપતા કહ્યું હતું કે – ‘બંટેગે તો કટેંગે, એક રહેંગે તો સુરક્ષિત રહેંગે’ અર્થાત જો આપણે (હિંદુઓ) અક નહીં રહીએ મુશ્કેલીમાં મુકાઇ જઇશું, જો આપણે એક રહીશું તો સુરક્ષિત રહીશું.

તેમના આ નિવેદનને આરએસએસે પણ ટેકો જાહેર કર્યો હતો. હવે બાગેશ્વર ધામના સંત ધીરેન્દ્ર શાસ્ત્રી યોગી આદિત્યનાથના વચનોને સાકાર કરવા અને સમગ્ર દેશના હિંદુઓને એક કરવા માટે 21 નવેમ્બરથી યાત્રા પર નીકળી રહ્યા છે.

પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું હતું કે સમગ્ર ભારતના હિંદુઓએ એક થવું પડશે. જો તમે અંદરોઅંદર લડ્યા કરશો અને વિભાજીત થઇ જશો તો તમારો નાશ થશે. જો હિંદુઓ સાથે રહેશે તો દુશ્મનોને તેમની નાની યાદ આવી જશે. એકતામાં એટલી બધી તાકાત હોય છે.

નવા વર્ષ નિમિત્તે ગુવાહાટીમાં કામાખ્યા મંદિરમાં દર્શન કરવા આવેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું હતું કે પ્રાચીન સમયમાં પણ જાતિ અસ્તિત્વમાં હતી, પરંતુ ત્યારે તેમાં હાલના જેવું વિભાજન જોવા નહોતું મળતું. મુસ્લિમોમાં પણ ઘણી જાતિઓ છે, પરંતુ જ્યારે ધર્મની વાત આવે છે, ત્યારે તેઓ ફક્ત મુસ્લિમ છે, પણ આપણા હિન્દુઓમાં આવું નથી. હિન્દુઓ જાતિના આધારે વહેંચાયેલા છે. આપણે પહેલા હિંદુ છીએ એ લોકો સમજતા નથી. આપણે આપણા નામની આગળ સનાતની અને હિંદુ લખવું જોઈએ.

આપણ વાંચો: “બાંગ્લાદેશના હિન્દુઓને માટે ભારતે દ્વાર ખોલવા જોઈએ” ધીરેન્દ્ર શાસ્ત્રીએ કરી અપીલ

તેમણે હિંદુઓની વસ્તી વધારવાનો આગ્રહ કરતા કહ્યું હતું કે હિંદુઓને એવા પાઠ પઢાવવામાં આવ્યા કે ‘હમ દો હમારે દો અર્થાત બે જ બાળક બસ છે. વધારે બાળક પેદા ના કરવા જોઇએ, જ્યારે બીજી બાજુ ખાસ કોમની તો પૂરી ક્રિકેટ ટીમ જેટલા બાળકો પેદા થાય છે.

એમની વસતી વધી રહી છે અને આપણી વસતી ઘટી રહી છે. જનસંખ્યા વિસ્ફોટ થઇ રહ્યો છે. જો બે જ બાળકો યોગ્ય છે તો પછી એનો અમલ બધા માટે સરખો હોવો જોઇએ. આપણા બે બાળક હોય તો ખાસ કોમના લોકોના પણ બે જ બાળક હોવા જોઇએ, નહીં તો એમના 12 બાળક હોય તો આપણે પણ 14 બાળક પેદા કરવા જ પડશે. ‘

પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી હિન્દુઓને એક કરવા માટે 21 નવેમ્બરથી બાગેશ્વરધામથી 160 કિલોમીટર લાંબી પદયાત્રા શરૂ કરી રહ્યા છે. બાગેશ્વરધામથી શરૂ થયેલી આ પદયાત્રા ઓરછા ધામ સુધી જશે. આ પદયાત્રા દરમિયાન તેઓ હજારો સનાતનીઓને મળશે અને જાતિઓમાં વહેંચાયેલા આ લોકોને એક થઈને રહેવાની અપીલ કરશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button