મુંબઈ: ત્રણ ટેસ્ટ મેચની સિરીઝની ત્રીજી મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતની 25 રને નાલેશીભરી (IND vs NZ 3rd Test) હાર થઇ છે. 24 વર્ષ બાદ ટીમ ઈન્ડિયાની ઘરઆંગણે ક્લીન સ્વીપ થઇ છે. ન્યુઝીલેન્ડની જીતમાં સ્પિન બોલરોની ભૂમિકા ઘણી મહત્વની રહી હતી. એજાઝ પટેલ મેચનો હીરો રહ્યો, તેણે પ્રથમ દાવમાં 5 અને બીજીમાં 6 વિકેટ ઝડપી હતી.
Also Read – ભારતનું નબળું ફાઇટ-બૅક, પંતનો વન મૅન શૉ
મુંબઈ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં ન્યૂઝીલેન્ડે 235 રન બનાવ્યા હતા, જયારે બીજી ઇનિંગમાં 174 રન બનાવ્યા. જવાબમાં ભારતે પ્રથમ ઇનિંગમાં 263 રન બનાવ્યા હતા, બીજી ઈનિંગમાં આખી ટીમ 121 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે ન્યુઝીલેન્ડે મુંબઈ ટેસ્ટ 25 રને જીતી લીધી હતી.
ન્યુઝીલેન્ડે પ્રથમ ટેસ્ટ 8 વિકેટે જીતી હતી, બીજી ટેસ્ટ 113 રને જીતી હતી. આ પછી ત્રીજી અને છેલ્લી મેચ 25 રને જીતી હતી.