ભારતને મળ્યો 147 રનનો લક્ષ્યાંક, મૅચમાં જાડેજાની 10 વિકેટ
મુંબઈ : ભારતને અહીં વાનખેડે સ્ટેડિયમમાં ત્રીજા દિવસે ત્રીજી અને અંતિમ ટેસ્ટ જીતવા માટે 147 રનનો સાવ સાધારણ લક્ષ્યાંક મળ્યો હતો. પહેલી બન્ને ટેસ્ટ ભારતે ખરાબ બૅટિંગને લીધે જ ગુમાવી હતી. જોકે હવે સિરીઝમાં ટીમને 0-3ના વાઈટ-વૉશથી બચાવવા આજે ભારતીય બેટર્સે વધુ એક નાની અને છેલ્લી કસોટીમાંથી પાર ઊતરવાનું છે.
કિવીઓની ટીમ આજે બીજા દાવમાં 174 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. સ્પિનર રવીન્દ્ર જાડેજાએ બીજા દાવમાં પણ પાંચ વિકેટનો તરખાટ બતાવ્યો. પ્રથમ દાવની પાંચ વિકેટ સહિત આખી મૅચમાં તેણે કુલ 10 વિકેટ લઈને પોતાની જવાબદારી સંપૂર્ણપણે નિભાવી અને હવે ભારતને જીતાડવાની બૅટર્સની જવાબદારી છે.
અશ્વિને ત્રણ, વૉશિંગ્ટન સુંદરે એક અને આકાશ દીપે એક વિકેટ લીધી હતી.
આ પણ વાંચો….IND VS NZ: રવિચંદ્રન અશ્વિને શાનદાર કેચ ઝડપ્યો, જુઓ એગ્રેસિવ અંદાજનો વીડિયો
વિલ યંગના 51 રન કિવીઓની ટીમમાં હાઈએસ્ટ હતા.
પહેલા દાવમાં ન્યૂ ઝીલેન્ડે 235 રન અને ભારતે 263 રન બનાવ્યા હતા.