નેશનલ

પપ્પુ યાદવને ધમકી આપનારો દિલ્હીથી ઝડપાયો, લૉરેન્સ બિશ્નોઈ ગેંગને લઈ કહી આ વાત…

નવી દિલ્હીઃ બિહારના પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવને (Pappu Yadav) જાનથી મારી નાખવાની (death to threat) ધમકી આપનાર આરોપીની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસને આરોપી પાસેથી ધમકી આપવા માટે ઉપયોગમાં લેવાયેલા મોબાઇલ અને સિમકાર્ડ મળી આવ્યા હતા. યુવકે પોતાનું નામ મહેશ પાંડે જણાવ્યું છે. પૂર્ણિયાના એસપી કાર્તિકેય શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં આ અંગેની માહિતી આપી હતી.

આ પણ વાંચો : બિહારના સાંસદ પપ્પુ યાદવને બિશ્નોઈ ગેંગ તરફથી મારી નાખવાની ધમકી મળી

એસપીએ માહિતી આપતા કહ્યું કે, સાંસદ પપ્પુ યાદવને ધમકી આપવાના કેસમાં પોલીસ તપાસ કરતી હતી. આ કેસમાં દિલ્હીમાં રહેતો મહેશ પાંડે પોલીસના રડારમાં આવી ગયો હતો અને તેની ધરપકડ કરવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં યુવકે લોરેન્સ બિશ્નોઇ ગેંગ સાથે કોઇ લેવા-દેવા ન હોવાનું જણાવ્યું હતું.

આરોપી યુવકે પોતાની ભાભીના નંબર પરથી પપ્પુ યાદવને ધમકી આપી હતી. એસપીએ જણાવ્યું કે, યુવકે અનેક નંબર પરથી ધમકી આપી હતી, પરંતુ તેણે જે નંબર પરથી પ્રથમ વખત ધમકી આપી હતી તે નંબર પર જ ધરપકડ કરવામાં આવી હતી. જે નંબર પરથી ધમકી આપવામાં આવી હતી તે દુબઈનો છે. મહેશ પાંડેની ભાભી દુબઈમાં રહે છે. આ સિમકાર્ડ દુબઈથી લેવામાં આવ્યું હતું. જો કે, તે તપાસનો વિષય છે.

ગૂગલ પરથી મેળવ્યો નંબર

આરોપી યુવકે ગૂગલથી સાંસદ પપ્પુ યાદવનો નંબર સર્ચ કર્યો અને તેના પર મેસેજ મોકલ્યો. પોલીસે દુબઈથી સિમકાર્ડ અને વોટ્સએપ માટે વપરાયેલો મોબાઇલ ફોન પણ મળી આવ્યો છે. આ ઉપરાંત પોલીસે આરોપીની પત્નીનો મોબાઈલ અને સીમકાર્ડ પણ જપ્ત કરી લીધું છે.

આ પણ વાંચો : કેનેડામાં સિંગર એ પી ધિલ્લોનના ઘરની બહાર ફાયરિંગ કરનારની ધરપકડ

મુંબઈમાં બાબા સિદ્દીકીની હત્યા બાદ પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવને કોઈએ ફોન પર ધમકી આપી હતી. આ પછી ધમકીઓ આપવાના કેસમાં લૉરેન્સ બિશ્નોઈ ગેંગનું નામ સામે આવ્યું હતું. પપ્પુ યાદવે પણ કેન્દ્ર સરકારને પત્ર લખીને સુરક્ષા વધારવાની માંગ કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker