Shahrukh Khanના Birthday Partyના ફોટો થયા વાઈરલ, ના જોયા હોય તો જોઈ લેજો…

બોલીવુડનો બાદશાહ, કિંગ ખાન, એસઆરકે જેવા હુલામણા નામે ઓળખાતો શાહરૂખ ખાન આજે 59મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે અને જોવાની વાત તો એ છે કે શાહરૂખે આ બર્થડે ખૂબ જ સદગીપૂર્વક પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં ઉજવ્યો હતો.
ફેન્સ પોતાના ફેવરેટ સ્ટારના બર્થડે સેલિબ્રેશનની એક ઝલક જોવા માંગતા હતા, અને હવે આખરે કિંગ ખાનના બર્થડે સેલિબ્રેશનના ફોટો સામે આવ્યા છે. ખુદ ગૌરી ખાને આ ફોટો શેર કર્યા છે, જેમાં દિકરી સુહાના ખાન અને કલોઝ ફ્રેન્ડ જોવા મળી રહ્યા છે.
ગૌરીએ શાહરૂખના બર્થડે પાર્ટીના ફોટો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરીને કિંગ ખાનના ફેન્સને ખુશ કરી દીધા છે. જોતજોતામાં આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગઈ છે. ગૌરીએ આજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શાહરૂખ ખાનના જન્મદિવસની ઉજવણીનો એક ફોટો શેર કર્યો હતો.
આપણ વાંચો: શાહરૂખ ખાન હોય અને ચહેરા પર સ્મિત ન આવે તેવું ન બને, જૂઓ કિંગ ખાને શું કર્યું કે…
આ ફોટો એસઆરકેના ઘરે એટલે કે મન્નતમાં ક્લિક કરવામાં આવ્યો છે. આ ફોટોમાં શાહરૂખ ખાન કેક કટ કરતો જોવા મળી રહ્યો છે, જ્યારે ગૌરી ખાન અને સુહાના ખાન તેની બંને બાજુ ઉભેલી જોવા મળે છે. ફોટો શેર કરીને ગૌરીએ કેપ્શનમાં લખ્યું હતું કે એક યાદગાર સાંજ, જેમાં પ્રિયજનોએ હાજરી આપી…ગઈકાલે રાતના મિત્રો અને પરિવાર સાથે એક યાદગાર સાંજ… હેપ્પી બર્થડે @iamsrk.
વાત કરીએ કિંગખાનના બર્થડે લૂકની તો આ સમયે તે બ્લેક આઉટફિટમાં જોવા મળ્યો હતો. તેણે બ્લેક શર્ટ, મેચિંગ પેન્ટ અને બ્લેક કેપ પણ પહેરી હતી. ગૌરી ખાન ગ્રે એથનિક સૂટમાં અને સુહાના ખાને આ પ્રસંગે ફરીથી ચમકીલી ગોલ્ડન સાડી પહેરી હતી.
ફેન્સ તો કિંગ ખાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે પણ બોલીવુડ સેલેબ્સ પણ તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને વિશ કરી રહ્યા છે. કરીના કપૂર ખાન, કેટરિના કૈફ, ફરાહ ખાન, અનન્યા પાંડે સહિત અનેક સેલિબ્રિટીઓએ એસઆરકેને સોશિયલ મીડિયા પર તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. ફરાહ ખાને તો કિંગ ખાન સાથે ઘણી જૂની તસવીરો શેર કરી છે. ફરાહ અને શાહરૂખ પણ એક ફોટોમાં દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથે જોવા મળી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આજે મુંબઈ પોલીસે સુરક્ષાના કારણોસર મન્નત તરફ જનારા રસ્તાઓ બંધ કરી દીધા હતા, જેને કારણે હજારો ફેન્સની આજના દિવસે શાહરૂખને જોવાની ઈચ્છા અધૂરી રહી ગઈ હતી.