નેશનલ

… તો સંસદના શિયાળુ સત્રમાં વન નેશન, વન ઈલેકશન સહિત અન્ય બિલ રજૂ થઈ શકે

નવી દિલ્હી: 18મી લોકસભાનું પ્રથમ શિયાળુ સત્ર 25 નવેમ્બરથી શરૂ થશે અને 20 ડિસેમ્બર સુધી ચાલશે, આ સત્રમાં સરકાર ઘણા મહત્વપૂર્ણ બિલને રજૂ કરી શકે છે. આ સત્રમાં વન નેશન-વન ઈલેક્શન અને વકફ બિલ સહિત અનેક મહત્વપૂર્ણ બિલો રજૂ કરવામાં આવી શકે છે. જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનો પ્રસ્તાવ પણ આ સત્રમાં પસાર થઈ શકે છે.

સંસદનું શિયાળુ સત્ર 25 નવેમ્બરથી શરૂ થશે અને 20 ડિસેમ્બર સુધી ચાલશે. આ દરમિયાન ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ અને ‘વક્ફ (સુધારા) બિલ, 2024’ પર ચર્ચા થવાની અપેક્ષા છે. ગૃહમંત્રી અમિત શાહ પહેલા જ કહી ચુક્યા છે કે ‘વકફ (સુધારા) બિલ, 2024’ શિયાળુ સત્રમાં પસાર કરવામાં આવશે. આ સત્ર દરમિયાન અન્ય ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ચર્ચા થવાની અપેક્ષા છે.

આ પણ વાંચો : 25 નવેમ્બરથી શરૂ થશે સંસદનું શિયાળુ સત્ર, આ કારણે 75 વર્ષ જૂની યાદ થશે તાજી…

બંધારણની 75મી વર્ષગાંઠ નિમિત્તે સંસદનું સંયુક્ત સત્ર 26 નવેમ્બરે સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં યોજવામાં આવી શકે છે. આ સાથે વકફ બિલ પર બનેલી JPC સંસદના શિયાળુ સત્રમાં પોતાનો રિપોર્ટ રજૂ કરી શકે છે. તમને જણાવી દઈએ કે 18મી લોકસભાનું પ્રથમ ચોમાસુ સત્ર 22 જુલાઈથી 9 ઓગસ્ટ સુધી ચાલ્યું હતું. આ સમયગાળા દરમિયાન, કુલ 12 બિલ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાંથી 4 બિલ પાસ થયા હતા. પાસ થયેલા બિલોમાં ફાયનાન્સ બિલ 2024, એપ્રોપ્રિયેશન બિલ 2024, જમ્મુ અને કાશ્મીર એપ્રોપ્રિયેશન બિલ 2024 અને ઈન્ડિયન બિલનો સમાવેશ થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button