સ્પોર્ટસ

IND VS NZ TEST: બીજી ઈનિંગમાં ન્યૂ ઝીલેન્ડે 9 વિકેટ ગુમાવી, જાડેજા અને અશ્વિને રંગ રાખ્યો

મુંબઈઃ અહીંના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચના આજની રમત પૂરી થઈ. ન્યૂ ઝીલેન્ડનો સ્કોર બીજા દિવસે રમતમાં રહીને નવ વિકેટે 171 રન બનાવી શકી. આમ ભારતની લીડને બાદ કરતા ન્યૂ ઝીલેન્ડના પક્ષે કુલ 143 રનનો સ્કોર થયો છે. જોકે, સિરીઝ જીત્યા પછી હવે કિવિઓ માટે આવતીકાલનો દિવસ પડકારજનક રહી શકે છે.

ન્યૂ ઝીલેન્ડ વતીથી એઝાઝ પટેલ અને વિલિયમ ઓરુકે નોટ આઉટ છે, જ્યારે ભારતીય બોલરમાં રવિન્દ્ર જાડેજાએ સપાટો બોલાવ્યો હતો. ટીમ ઈન્ડિયાના સૌથી સફળ બોલર તરીકે રવિન્દ્ર જાડેજાએ ચાર વિકેટ ઝડપી છે, જ્યારે રવિચંદ્રન અશ્વિને ત્રણ બેટરની વિકેટ લીધી હતી. ટીમ ઈન્ડિયાના અન્ય બોલરમાં વોશિંગ્ટન સુંદર અને આકાશદીપે એક-એક વિકેટ લીધી હતી. આજે બીજા દિવસના અંતે પંદર બેટર પેવેલિયન ભેગા થયા હતા.

આજે ભારતે ચાર વિકેટથી આગળ 84 રનથી રમત રમવાનું શરુ કર્યું હતું, જ્યારે ભારતીય ટીમ દ્વારા શુભમન ગિલ અને ઋષભ પંતે 96 રનની ભાગીદારી નોંધાવી હતી, પરંતુ ટીમ ઈન્ડિયાના બેટર નિયમિત રીતે વિકેટ ગુમાવી હતી. ભારતીય ટીમ 263 રનના સ્કોરે ઓલઆઉટ થઈ હતી.

આ પણ વાંચો : આ ચાર દિગ્ગજ ભારતીયો છેલ્લી વાર હોમ-ટેસ્ટમાં એકસાથે રમતા જોવા મળી રહ્યા છે કે શું?

ઋષભ પંતે 59 બોલમાં 60 રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે પોતાની ઈનિંગમાં આઠ ચોગ્ગા અને છ સિક્સર ફટકારી હતી. શુભમન ગિલે 146 બોલમાં 90 રન બનાવ્યા હતા, જેમાં ગિલે સાત ચોગ્ગા અને એક સિક્સર મારી હતી. ત્યાર પછી ટીમ ઈન્ડિયાના અન્ય બેટર ટકી શક્યા નહોતા. રવિન્દ્ર જાડેજાએ 14, જ્યારે રવિચંદ્રન અશ્વિન છ રન બનાવી શક્યા હતા. જોકે, આકાશદીપ પણ ઝીરોમાં આઉટ થયો હતો, જ્યારે વોશિંગ્ટન સુંદરે 38 રનનું મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.
ન્યૂ ઝીલેન્ડ માટે પાંચ વિકેટ એઝાઝ પટેલે ઝડપી હતી, જ્યારે એના સિવાય મૈટ હેન્રી, ગ્લેન ફિલિપ્સ અને ઈશ સોઢીએ એક-એક વિકેટ ઝડપી હતી.

ભારત અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચેની મુંબઈની ટેસ્ટ મેચમાં પહેલા દિવસે ન્યૂ ઝીલેન્ડે 235 રન બનાવ્યા હતા, જેમાં ભારત 263 રન બનાવી શક્યું હતું. ત્યારબાદ આજની રમતમાં ન્યૂ ઝીલેન્ડે નવ વિકેટ ગુમાવી દીધા પછી આવતીકાલે ભારત ધીરજપૂર્વક રમત રમી તો શરમજનક રેકોર્ડમાંથી બચી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker