ઇન્ટરનેશનલનેશનલવેપાર

દુનિયાની Most Powerful Currency માં આટલામાં નંબર પર આવે છે અમેરિકન ડોલર…

આખી દુનિયામાં અમેરિકન ડોલરનો દબદબો જોવા મળે છે અને મોટાભાગના ફોરેન ટ્રાંઝેકશન ડોલરમાં જ કરવામાં આવે છે, અને આ જ કારણ છે કે વૈશ્વિક બજારમાં ડોલરનું સ્ટેટ્સ મોટું છે, પરંતુ શું તમને ખબર છે કે વિશ્વની સૌથી મજબૂત કરન્સીના મામલમાં ડૉલર 10મા સ્થાને આવે છે? ચોંકી ઉઠ્યા ને? હવે તમને એ જાણવાની તાલાવેલી થઈ ગઈ ને કે જો ડોલર દુનિયાના સૌથી શકિતશાળી ચલણમાં 10મા નંબરે આવે છે તો પહેલાં નંબરે કઈ કરન્સી આવે છે? ચાલો તમને જણાવીએ…
તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે દુનિયામાં સૌથી શકિતશાળી ચલણ આરબ દેશનું છે. તમારી જાણ માટે કે કુવૈતી દિનારની ગણતરી દુનિયાના સૌથી શક્તિશાળી અને મૂલ્યવાન ચલણ છે. એક કુવૈતી દિનાર અંદાજે 274 રૂપિયા બરાબર છે. કુવૈતી દિનાર આટલું મૂલ્યવાન હોવાનું સૌથી મોટું કારણ એ છે કે આ દેશ તેલ નિકાસકાર છે. કુવૈતમાં આર્થિક સ્થિરતા, તેલ ભંડાર અને કરમુક્ત પ્રણાલીને કારણે જ કુવૈતી દિનાર વિશ્વનું સૌથી મૂલ્યવાન ચલણ બની શક્યું છે.

આ પણ વાંચો : US Elections 2024: કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ પાસે કેટલી છે સંપત્તિ?

કુવૈતી દિનાર બીજા નંબરે આવે છે બહેરરિની દિનાર. બહેરિન પણ દુનિયામાં તેલનો મોટો નિકાસકાર છે. બહેરિનના એક દિનારની કિંમત 223.09 રૂપિયા છે. ત્યાર બાદ વારો આવે છે ઓમાનનો. ઓમાનનું ઓમાની રિયાલ દુનિયાનું ત્રીજા નંબરનું સૌથી મૂલ્યવાન ચલણ છે. એક ઓમાની રિયાલની કિંમત 218.40 રૂપિયા છે. જોર્ડનિયન દિનાર એ વિશ્વનું ચોથું સૌથી મજબૂત ચલણ છે. એક જોર્ડનિયન દિનારની કિંમત 118.60 રૂપિયા છે.

બ્રિટિશ પાઉન્ડ એ વિશ્વનું પાંચમા નંબરનું સૌથી મૂલ્યવાન ચલણ છે. આ પછી, જીબ્રાલ્ટર પાઉન્ડ, કેમેન આઇલેન્ડ્સ ડૉલર, સ્વિસ ફ્રાન્ક સ્વિટ્ઝર્લેન્ડ અને લિક્ટેંસ્ટાઇનનું ચલણ છે. યુએસ ડોલર વૈશ્વિક સ્તરે સૌથી વધુ સ્વીકૃત ચલણ માનવામાં આવે છે. પરંતુ, તેમ છતાં એ વિશ્વની સૌથી પાવરફુલ કરન્સીમાં 10મા સ્થાને આવે છે.

આ પણ વાંચો : રશિયાએ ગુગલને ફટકાર્યો વિશ્વની કુલ સંપત્તિ કરતાં પણ વધુ દંડ

ચોંકી ગયા ને? કદાચ વિશ્વાસ ના થાય પણ છે તો હકીકત કે જે ડોલરની સામે રૂપિયો અને અન્ય ચલણ નબળું લાગે છે એ ખુદ દુનિયાના મજબુત ચલણની યાદીમાં 10મા નંબર પર આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker