Shah Rukh Khan એ શા માટે ગૌરી ખાનને કહ્યુ કે તુ પિયરમાં જ રહે…?

બોલિવૂડના કિંગ એટલે કે શાહરૂખ ખાન (Shah Rukh Khan) આજે પોતાનો જન્મદિવસ (Birthday) ઉજવી રહ્યા છે. આજે તેમનો 59મો જન્મદિવસ છે. આ તકે અમે તમને તેમના લગ્ન સાથે જોડાયેલી એક ખાસ વાત જણાવી રહ્યા છીએ જે બહુ ઓછા લોકો જાણે છે. શાહરૂખ ખાને ગૌરી ખાન સાથે પ્રેમ લગ્ન કર્યા છે. સુપરસ્ટારે 25 ઓક્ટોબર, 1991ના રોજ ખૂબ જ ધૂમધામથી ગૌરી ખાન સાથે લગ્ન કર્યા, પરંતુ લગ્ન પછી તેણે ગૌરીને સાસરે જવાને બદલે તેના પિયરે રહેવાની સલાહ આપી હતી.
આ પણ વાંચો : બોલો Shahrukh Khanએ આપી રાજકારણીઓને આવી સલાહ? Video થયો વાઈરલ…
શાહરૂખ ખાન એકવાર તેમનાં સાસુ સાથે ફરાહ ખાનના શોમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે પોતાના લગ્ન સાથે સંકળાયેલો એક રસપ્રદ કિસ્સો સંભળાવ્યો. ફરાહ તેમને પૂછ્યું હતુ કે, શાહરૂખ, તમારાં લગ્નની વિદાયમાં શું થયું હતું? જેનાં જવાબમાં શાહરૂખ ખાન કહે છે- ‘વિદાયનો દિવસ ખૂબ જ ફની હતો, તે (ગૌરીની માતા) રડી રહી હતી. તેના ભાઈઓ એટલે કે મામા પણ ખૂબ જ લાગણીશીલ છે. તે આનાથી પણ વધુ રડી રહ્યા હતા. અંકલ પણ રડતા હતા.
આ પણ વાંચો : Shahrukh Khanને લઈને આ શું બોલી ગયા Amitabh Bachchan?
શાહરૂખ ખાને આગળ કહ્યું- ‘બધા રડી રહ્યા હતા. મને ખૂબ જ વિચિત્ર લાગ્યું કારણ કે તે મારા પ્રથમ લગ્ન હતા. મેં ફિલ્મોમાં જ આવું જોયું હતું. તેથી મેં ગૌરીને રોકાવાનું કહ્યું કારણ કે તે ખૂબ રડતી હતી, હું ગિલ્ટી ફીલ કરી રહ્યો હતો. મે કહ્યુ તું અહી જ રોકાઈ જા કારણ કે મને લાગે છે કે આ લોકો ખુશ નથી. તો મેં કહ્યું, ગૌરીને અહી જ રાખો, હું અઠવાડિયાના શનિવારે રવિવારે આવતો રહીશ. શાહરુખે મજાકમાં આગળ કહ્યું – ‘પરંતુ એ એડજસ્ટમેન્ટ થયું નહીં અને ત્યારથી ગૌરી મારા માથા પર બેસી ગઈ છે.’
આ પણ વાંચો : Shahrukh Khan નહીં પણ Bobby Deol, Firoz Khan And Imran Khan છે Gauri Khanના રોમેન્સ કિંગ!
તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાન અને ગૌરી ખાનની પહેલી મુલાકાત એક પાર્ટીમાં થઈ હતી જ્યાં કિંગ ખાન પહેલી નજરમાં જ તેના પ્રેમમાં પડી ગયો હતો. બાદમાં બંનેએ લગ્ન કરી લીધા અને હવે તેમના લગ્નને 33 વર્ષ થઈ ગયા છે. શાહરૂખ અને ગૌરીને ત્રણ બાળકો છે – સુહાના ખાન, આર્યન ખાન અને અબરામ.