ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામોમાં ભક્તોનું ઘોડાપુર, દર્શન કરીને નૂતન વર્ષની કરી શરૂઆત
Gujarati New Year: ગુજરાતીઓના નવા વર્ષની આજથી શરૂઆત થઈ છે. ઘણા લકો નવા વર્ષની શરૂઆત દેવ દર્શન કરીને કરતા હોય છે. જેને લઈ રાજ્યના તમામ મંદિરોમાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. ભગવાન દ્વારકાધીશને શીશ ઝૂકાવવા ભક્તોનું કીડીયારું ઉભરાયું હતુ. આ ઉપરાંત દ્વારકા બેટ દ્વારકા વગેરે જગ્યાએ ભક્તોની ભીડ જોવા મળી હતી.
ઘણા સમયથી દ્વારકામાં હોટલ- રેસ્ટોરન્ટમાં મંદીનો માહોલ જોવા મળતો હતો તેમાં દિવાળી અને નૂતન વર્ષનો બુસ્ટર ડોઝ મળ્યો હતો. દ્વારકાની આસપાસના શિવરાજપુર બ્લ્યુ ફ્લેગ બીચ.
ગોપી તળાવ વગેરે ધાર્મિક સ્થળો તેમજ પર્યટન સ્થળો પર વ્યાપક ભીડભાડ જોવા મળી ગચીય અંબાજીમાં વહેલી સવારથી જ માઇભક્તોની ભીડ અંબાજી મંદિરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માઁ અંબાના દર્શને પહોંચ્યા હતા. નૂતન વર્ષે વહેલી સવારથી જ માઈભક્તોની લાંબી કતાર જોવા મળી હતી. અંબાજી મંદિરે આવેલા અનેક ભક્તોએ માના દર્શન કરીને જ નવા વર્ષે વેપાર-ધંધાની શરૂઆત કરી હતી.
સોમનાથ મહાદેવમાં માનવ મહેરામણ ઉમટ્યું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વિક્રમ સંવત 2081ના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવના દર્શને ભક્તોનો માનવ મહેરામણ ઉમટ્યું હતું. દેશ વિદેશમાંથી આવનાર શ્રદ્ધાળુએ સોમનાથ મહાદેવને શીશ નમાવી પ્રાતઃ આરતીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
આ ઉપરાંત અમદાવાદના ભદ્રકાળી મંદિર, ડાકોરના રણછોડરાયજી મંદિર, અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલી કલ્યાણપુષ્ટિ હવેલી સહિત ગુજરાતના વિવિધ યાત્રાધામોમાં ભાવિકોએ દર્શન કરી શાંતિ પ્રગતિ સુખાકારી અને નિરામય આયુષ્યની કામના કરીને નૂતન વર્ષનો પ્રારંભ કર્યો હતો.