રાજસ્થાનની પેટા ચૂંટણીને લઈ ગુજરાત સરકારે શું લીધો નિર્ણય? જાણો…
Rajasthan by polls: ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનમાંથી ઘણા લોકો રોજગાર માટે રાજ્યના વિવિધ શહેરોમાં આવે છે. ગુજરાતની સાથે રાજસ્થામાં પણ પેટા ચૂંટણી (rajasthan by poll) યોજાઈ રહી છે. રાજસ્થાનના નાગરિકો તેમના મતાધિકારનો (voting) ઉપયોગ કરી શકે તે માટે ગુજરાત સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. ગુજરાત સરકારે ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ (Gujarat Shops and Establishments Act) અંતર્ગત સાપ્તાહિક રજાના બદલે સ્પેશિયલ રજા આપવાનો નિર્દેશ કર્યો છે.
આ પણ વાંચો : Rajasthan: ભારત પાકિસ્તાન બોર્ડર પર મોટી કાર્યવાહી, 22 દાણચોરના મકાન પર બુલડોઝર ચલાવાયું
રાજસ્થાનની કઈ બે બેઠક પર છે પેટાચૂંટણી
રાજસ્થાનની બે વિધાનસભા બેઠકો – અલવર જિલ્લાની રામગઢ અને ડુંગરપુર જિલ્લાની ચોર્યાસી સીટના મતદારો માટે આ સૂચના જાહેર કરવામાં આવી છે. આ બંને સીટ પર 13 નવેમ્બરના રોજ પેટાચૂંટણી યોજાશે.
આ પણ વાંચો : Rajasthanના Pushkarમાં યોજાયેલા આ લગ્ન કેમ છે ચર્ચામાં
ગુજરાત સરકારે શું કહ્યું
રાજ્ય સરકાર તરફથી એક સત્તાવાર રિલીઝમાં જણાવાયું છે કે, રાજ્ય અને કેન્દ્ર સરકારની કચેરીઓમાં તેમજ દુકાનો, સંસ્થાઓ, હોટેલો, ઔદ્યોગિક એકમોમાં કામ કરતાં બંને વિધાનસભા વિસ્તારના લોકોને તેમની સાપ્તાહિક રજાના બદલામાં સંબંધિત સત્તાવાળાઓએ ખાસ રજા આપવાની રહેશે.