નેશનલવિજ્ઞાન અને ટેકનોલોજી

Facebook ઈન્ડિયાના નેટ પ્રોફિટમાં આટલા ટકાનો વધારો, ગૂગલ ઇન્ડિયાનો ચોખ્ખો નફો પણ વધ્યો

નવી દિલ્હી : સોશિયલ મીડિયા કંપની મેટાના જાહેરાત યુનિટ ફેસબુક ઈન્ડિયા (Facebook India)ઓનલાઈન સર્વિસિસનો ચોખ્ખો નફામાં 43 ટકાનો વધારો નોંધાયો છે. છેલ્લા નાણાકીય વર્ષ 2022-23 માં રૂપિયા 352.91 કરોડ હતો. જે 43 ટકાના વધારા સાથે રૂપિયા 504.9 કરોડ થયો હતો. ટોફલરે નાણાકીય દસ્તાવેજો શેર કરીને આ માહિતી આપી છે.

આ પણ વાંચો : હવે Facebookની જેમ બર્થડે રિમાઈન્ડર આપશે WhatsApp, જાણી લેશો તો ફાયદામાં રહેશો…

કંપનીનો કુલ ખર્ચ રૂપિયા 2,350 કરોડ હોવાનું અનુમાન

ફેસબુક ઈન્ડિયા ઓનલાઈન સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ ભારતમાં ગ્રાહકોને જાહેરાતો વેચવાના અને મેટા પ્લેટફોર્મ ઈન્કને આઈટી-સક્ષમ સપોર્ટ સેવાઓ અને ડિઝાઈન સપોર્ટ સેવાઓ પ્રદાન કરવાના વ્યવસાયમાં છે. કંપનીએ ગત નાણાકીય વર્ષમાં રૂપિયા 3034.82 કરોડનું ટર્નઓવર નોંધાવ્યું હતું. જેમાં 9.33 ટકાનો વધારો થયો હતો. જ્યારે નાણાકીય વર્ષ 2022-23માં તે રૂપિયા 2775.78 કરોડ હતો. નાણાકીય વર્ષ 2023-24 માટે કંપનીનો
કુલ ખર્ચ રૂપિયા 2,350 કરોડ હોવાનું અનુમાન છે.

આ પણ વાંચો : Facebook, Instagram Down થવાનું DDOS Attack? શું છે આ DDOS Attack?

ગુગલ ઈન્ડિયાના ચોખ્ખા નફામાં 6 ટકાનો વધારો થયો છે

જ્યારે બીજી તરફ અગ્રણી ટેક્નોલોજી કંપની ગૂગલ ઇન્ડિયાનો ચોખ્ખો નફો નાણાકીય વર્ષ 2023-24માં 6 ટકા વધીને રૂપિયા 1424.9 કરોડ થયો છે. જ્યારે નાણાકીય વર્ષ 2022-23માં કંપનીનો ચોખ્ખો નફો રૂપિયા 1342.5
કરોડ હતો. ટોફલરના જણાવ્યા અનુસાર ગયા નાણાકીય વર્ષમાં ગૂગલ ઈન્ડિયાની કુલ આવક રૂપિયા 7097.5 કરોડ હતી. આમાં, હાલની કામગીરીમાંથી આવક રૂપિયા 5921.1 કરોડ અને બંધ કામગીરીમાંથી રૂપિયા 1176.4
કરોડ હતી.

આ પણ વાંચો : તમારા ફોનમાં પણ છે આ એપ્લિકેશન? તરત જ ડિલીટ કરો નહીંતર WhatsApp Account…

ગૂગલ ઈન્ડિયાએ NCLT માં અરજી દાખલ કરી હતી

નાણાકીય વર્ષ 2020-21 માં ગુગલ ઈન્ડિયા એ કંપનીના IT વ્યવસાય સાહસનેગૂગલ આઈટી સર્વિસીસ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડમાં ડીમર્જ કરવા માટે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ માં અરજી દાખલ કરી હતી. ગૂગલે શેરબજારને ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2023 – 2024 દરમિયાન, વ્યવસ્થાની યોજનાને NCLT દ્વારા 25 મે, 2023 ના રોજના આદેશ દ્વારા મંજૂર કરવામાં આવી હતી અને નાણાકીય નિવેદનોમાંની યોજનાને 30 જૂન 2023થી અમલમાં મૂકવામાં આવી હતી. વ્યવસ્થાની યોજનાની મંજૂરીને પગલે, 1 એપ્રિલ, 2021 થી ગૂગલ ઈન્ડિયાના IT વ્યવસાયિક ઉપક્રમોને Google IT સર્વિસિસ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા
હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker