Birth Day Special: શાહરુખ ખાનની આ ફિલ્મ ફ્લોપ હતી, ફિલ્મના કો-સ્ટાર પણ ગયો હતો જેલમાં
મુંબઈઃ બોલીવુડમાં અત્યારે ફિલ્મી જગતના સૌથી મોટા અભિનેતા શાહરુખ ખાનને માનવામાં આવે છે, જેથી બોક્સ ઓફિસ કિંગ કે કિંગ ખાન તરીકે ઓળખવામાં આવે છે. ચાર વર્ષના અંતર પછી 2023માં શાહરુખ ખાને બે બ્લોકબ્લસ્ટર ફિલ્મ આપી હતી. શાહરુખ ખાનના નામે સુપરસ્ટારડમની ટેગ લગભગ ત્રણ દાયકાથી છે. 1995 રિલીઝ થયેલી ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેથી સ્ટારડમની શરુઆત થઈ હતી.
આજે કિંગ ખાન જન્મદિવસની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે એની લાઇફની અપ એન્ડ ડાઉનની વાત કરીએ. બીજી નવેમ્બર 1965માં જન્મેલા શાહરુખ ખાને પોતાની ફિલ્મી કારકિર્દીની શરુઆતમાં ફ્લોપ ફિલ્મ પણ આપી હતી, જેમાં એક ફિલ્મે તો દર્શકોને પણ ચોંકાવી નાખ્યા હતા. 1995માં શાહરુખ ખાનની સાત ફિલ્મ રિલીઝ થઈ હતી, જેમાં દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે અને કરણ અર્જુન જેવી બ્લોકબસ્ટર ફિલ્મોમાં સમાવેશ થાય છે, પરંતુ ફ્લોપ ફિલ્મો પણ આજે લોકોને યાદ રહી ગઈ છે, કારણ એ ફિલ્મો સાથે ઘણી બધી અપેક્ષા હતી. એનાથી વિપરીત એ ફિલ્મોને કારણે નુકસાન થયું હતું. જમાના દિવાના અને ગુડ્ડુ જેવી ફિલ્મો બોક્સ ઓફિસ પર ઊંધા માથે પટકાઈ હતી, ત્યારબાદ ત્રિમૂર્તિની વાત કરીએ. મુકુલ એસ આનંદે ત્રિમૂર્તિ બનાવી હતી, કારણ કે આ ફિલ્મ 11 કરોડમાં બનાવી હતી. અજુબા અને શાંતિ ક્રાંતિ કરતા વધુ મોંઘી ફિલ્મ હતી. એના પછી કમલ હાસનની ઈન્ડિયન 15 કરોડાં બની હતી.
આમ છતાં ત્રિમૂર્તિ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી અને ભારતમાં આઠ કરોડની કમાણી કરી હતી. જોકે, બીજો રેકોર્ડ ફિલ્મએ કર્યો હતો કે પહેલા દિવસે આ ફિલ્મે એક કરોડની કમાણી કરનારી પહેલી ફિલ્મ બની હતી, પરંતુ એના પછી અઠવાડિયાના અંત સુધીમાં તો ફિલ્મ ઊંધા માથે પટકાઈ હતી. આ ફિલ્મમાં શાહરુખ સિવાય જેકી શ્રોફ, અનિલ કપૂર પણ હતા. આ ફિલ્મમાં અનિલ કપૂર પહેલા સંજય દત્ત સાથે હતી, પરંતુ સંજય દત્ત જેલમાં જવાને કારણે સંજય દત્તને પડતો મૂક્યો અને અનિલ કપૂરને લીધો હતો. ફિલ્મની રિલીઝને 1994ને બદલે 1995 ડિસેમ્બર કરવામાં આવી હતી. ફિલ્મના વિલંબને કારણે બજેટ વધી ગયું, પણ ચર્ચા ઘટી ગઈ હતી.
ફિલ્મના નિર્દેશક મુકુલ આનંદે તો 1983માં ગુજરાતી ફિલ્મ કંકુની કીમતથી શરુઆત કરી હતી. આ ફિલ્મના એક વર્ષ પછી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. એના પછીના વર્ષોમાં તેમણે હમ, અગ્નિપથ, ખુદા ગવાહ સહિત નવ ફિલ્મોમાં નિર્દેશન કર્યું, જેમાં અમિતાભ બચ્ચન મુખ્ય ભૂમિકામાં હતા. ત્રિમૂર્તિ સૌથી મોંઘી ફિલ્મ હતી અને કમનસીબે દિગ્દર્શક તરીકેની છેલ્લી ફિલ્મ હતી.