ઇન્ટરનેશનલ

Israel Hezbollah War: ઇઝરાયેલી સેનાનો લેબનોનના ગ્રામીણ વિસ્તારો પર હુમલો, 45 થી વધુલોકોના મોત

અલ- બલા( ગાઝા પટ્ટી) : ઇઝરાયેલની સેનાએ(Israel Hezbollah War)લેબનોનના ગ્રામીણ વિસ્તારો પર જોરદાર હુમલો કર્યો છે. મળતી માહિતી મુજબ, લેબનોનના પૂર્વોત્તર ક્ષેત્રમાં સ્થિત ગામો પર થયેલા હવાઈ હુમલામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 45 લોકોના મોત થયા છે. બાલબેકના ગવર્નર બશીર ખોદરે જણાવ્યું હતું કે લેબનોનના પૂર્વોત્તર ભાગમાં નવ ગામો પર થયેલા હવાઈ હુમલામાં મૃત્યુઆંક વધીને 41 થઈ ગયો છે.

ઇઝરાયલી હવાઈ હુમલામાં ચાર લોકો માર્યા ગયા

ઇઝરાયેલ લેબનોન અને ગાઝા પર સતત હુમલા કરી રહ્યું છે. લેબનોનની સરકારી સમાચાર એજન્સી જણાવ્યું હતું કે ઓલાકના નાના ગામમાં ઇઝરાયલી હવાઈ હુમલામાં ચાર લોકો માર્યા ગયા છે. આ ગામમાં ઉગ્રવાદી સંગઠન હિઝબુલ્લાને ઘણું સમર્થન છે. ઇઝરાયેલે તાજેતરમાં લેબનોનના દક્ષિણી ઉપનગર દહિયામાં હિઝબુલ્લાહના સ્થાનોને નિશાન બનાવીને હવાઈ હુમલા કર્યા હતા, જોકે અહીં હુમલામાં હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.

આ પણ વાંચો : Russia-Ukraine War: ઉત્તર કોરિયાના સૈનિકો રશિયા પહોંચ્યા, અમેરિકાએ ચીનને કરી આવી આપીલ

60 હજારથી વધુ લોકોએ સ્થળાંતર કર્યું

હિઝબુલ્લાના સ્થાનો પરના ભયાનક હુમલાઓને જોઈને 60 હજારથી વધુ લેબનીઝ સુરક્ષિત સ્થળોએ ભાગી
ગયા છે, પરંતુ હજુ પણ ઘણા લોકો ગામડાઓમાં ફસાયેલા છે. બાલબેક-હરમેલ ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરતા લેબનીઝ સાંસદ હુસૈન હજ હસને જણાવ્યું હતું કે ઇઝરાયેલના બોમ્બમારાને કારણે લગભગ 60,000 લોકો પહેલાથી જ તેમના ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ પહોંચી ગયા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker