ઇન્ટરનેશનલસ્પેશિયલ ફિચર્સ

ગજબ ! આ દેશમાં મોંધવારીનો વિરોધ ભારે પડ્યો, 29 બાળકોને થઇ શકે છે ફાંસીની સજા

અબુજાઃ પશ્ચિમ આફ્રિકાનો એક દેશ મોંઘવારીનો વિરોધ કરવા બદલ 29 બાળકોને ભયાનક સજા આપવા જઈ
રહ્યો છે. પહેલા તો બાળકોને 90 દિવસ સુધી ખોરાક વિના અટકાયતમાં રાખવામાં આવ્યા હતા. હવે તેમને
ફાંસીની સજા(Death Sentence)આપવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

મૃત્યુદંડની સજા થઈ શકે છે

આ ઘટના પશ્ચિમ આફ્રિકાના દેશ નાઈજીરિયાની છે. જેમાં આસમાને પહોંચી રહેલી મોંઘવારી વિરુદ્ધ મોટી સંખ્યામાં લોકોએ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધમાં 29 બાળકો પણ સામેલ હતા. તેમના પર શુક્રવારે સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવાનો આરોપ હતો. હવે જો આ કેસમાં દોષિત ઠરશે તો તેને મૃત્યુદંડની સજા થઈ શકે છે.

પ્રદર્શન કરવા બદલ કુલ 76 વિરોધીઓ પર કેસ

કોર્ટમાં પોતાની દલીલો રજૂ કરે તે પહેલા જ ચાર બાળકો થાકને કારણે બેભાન થઈ ગયા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર ચાર્જશીટમાં નાઈજીરિયામાં વધી રહેલી મોંઘવારી સામે પ્રદર્શન કરવા બદલ કુલ 76 વિરોધીઓ પર રાજદ્રોહ, સંપત્તિની તોડફોડ, રમખાણો અને બળવો સહિતના 10 ગુનાહિત આરોપો લગાવવામાં આવ્યા હતા. ચાર્જશીટ મુજબ સગીરોની ઉંમર 14 થી 17 વર્ષની વચ્ચે છે. નાઇજિરીયામાં વધતી જતી કિંમતને કારણે તાજેતરના મહિનાઓમાં સામૂહિક પ્રદર્શનો થયા છે.

નોકરીની માંગ બદલ 20 લોકોને ગોળી મારવામાં આવી હતી

ઓગસ્ટમાં નોકરીઓની માંગને લઈને થયેલા પ્રદર્શન દરમિયાન ઓછામાં ઓછા 20 લોકોને ગોળી મારી દેવામાં આવી હતી. તેના કારણે તેનું મૃત્યુ થયું અને સેંકડો લોકોની ધરપકડ કરવામાં આવી. નાઇજીરીયામાં મૃત્યુદંડની સજા 1970ના દાયકામાં શરૂ કરવામાં આવી હતી.પરંતુ 2016થી દેશમાં કોઈને પણ મૃત્યુદંડની સજા કરવામાં આવી નથી. અબુજાના એક ખાનગી વકીલે જણાવ્યું હતું કે બાળ અધિકાર અધિનિયમ હેઠળ કોઈ પણ બાળક પર કાર્યવાહી કરી શકાતી નથી અથવા તેને મૃત્યુદંડ આપી શકાતો નથી.

90 દિવસ સુધી બાળકોને ભોજન નથી અપાયું

તેથી, સગીરોને ફેડરલ હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવું ખોટું છે. વિરોધમાં સામેલ કેટલાક છોકરાઓનું પ્રતિનિધિત્વ કરતા વકીલ માર્શલ અબુબકરે જણાવ્યું હતું કે, અદાલતે આખરે દરેક પ્રતિવાદીને જામીન આપ્યા અને સખત સજા ફટકારી. તેમના પર શરતો લાદવામાં આવી છે. જે દેશની ફરજ તેના બાળકોને શિક્ષિત કરવાની છે તે આ બાળકોને સજા કરવાનું નક્કી કરશે આ બાળકો 90 દિવસથી ખોરાક વિના કસ્ટડીમાં છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker