ટોપ ન્યૂઝનેશનલમનોરંજનસ્પેશિયલ ફિચર્સ

ફેશન ડિઝાઇનર રોહિત બાલનું નિધન, 63 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

દિવાળીના અવસર પર મનોરંજન જગતમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત ફેશન ડિઝાઇનર રોહિત બાલનું નિધન થયું છે. તેઓ ગયા વર્ષથી હૃદય સંબંધિત બીમારીઓથી પીડિત હતા. રોહિતને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના અચાનક નિધનના સમાચાર સાંભળીને ચાહકોને ઘણો આઘાત લાગ્યો છે.

ફેશન ડિઝાઇન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ રોહિતના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. રોહિત બાલના અંતિમ સંસ્કાર નવી દિલ્હીના લોધી રોડ સ્મશાન ભૂમિમાં બે નવેમ્બરે સાંજે પાંચ વાગ્યે કરવામાં આવશે. સેલિબ્રિટીઝ અને ફેન્સે સોશિયલ મીડિયા પર અશ્રુભીની આંખે રોહિતને શ્રદ્ધાંજલિ આપી છે. બીમારીના કારણે રોહિત થોડા સમય માટે ફેશનની દુનિયાથી દૂર રહ્યા હતા. તેમણે ગયા વર્ષે જ પુનરાગમન કર્યું હતું. લેકમે ઇન્ડિયા ફેશન વીક ઇન્ડિયા તેમનો છેલ્લો ફેશન શો હતો, જ્યાં બોલીવુડ અભિનેત્રી અનન્યા પાંડે તેમના માટે શો સ્ટોપર બની હતી. એ સમયે રોહિતે રેમ્પ પર ઠોકર ખાધી હતી, જે જોઈને ચાહકો રોહિતની તબિયતની ચિંતા કરવા લાગ્યા હતા.

રોહિત બાલ ફેશન ઇન્ડસ્ટ્રીનું મોટું નામ હતું. રોહિતનો જન્મ 8 મે 1961ના રોજ કાશ્મીરી પરિવારમાં થયો હતો. તેમણે પ્રારંભિક અભ્યાસ કાશ્મીરમાં કર્યો હતો, બાદમાં તેમનો પરિવાર દિલ્હી શિફ્ટ થઇ ગયો હતો. અહીં તેમણે વધુ અભ્યાસ પૂરો કર્યો હતો. રોહિતે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજીમાંથી ફેશન કોર્સ કર્યો હતો. 1986માં તેમણે તેમના ભાઈ સાથે ઓર્કિડ ઓવરસીઝ પ્રાઈવેટ લિમિટેડની સ્થાપના કરીને તેમની સ્વતંત્ર ફેશન કારકિર્દીની શરૂઆત કરી હતી.

ત્યારબાદ 1990માં રોહિતે પોતાનું કલેક્શન સ્વતંત્ર રીતે લોન્ચ કર્યું હતું. તેમણે ખાદી ગ્રામ ઉદ્યોગ સાથે પણ સહયોગ કર્યો હતો. તેમણે ક્વિઝ શો કોન બનેગા કરોડપતિ માટે પણ કોશ્ચ્યુમ ડિઝાઇન કર્યા હતા. રોહિતના બોલીવુડ સેલિબ્રિટીઝ સાથે સારા સંબંધો હતા. તેમની ડિઝાઇન ફિલ્મ સ્ટાર્સમાં ઘણી ફેમસ હતી. રોહિતે દિલ્હી, મુંબઈ, બેંગ્લોર અને અમદાવાદમાં પોતાના સ્ટોર ખોલ્યા હતાં. ફેશન ડિઝાઇન બાદ તેમણે જ્વેલરી ડિઝાઇનિંગના ક્ષેત્રમાં પણ પ્રવેશ કર્યો હતો. રોહિત કમળ અને મોરની ડિઝાઇન માટે જાણીતા હતા. તેમણે મખમલ અને બ્રોકેડ જેવા ઉચ્ચ ગુણવત્તાવાળા કાપડનો ઉપયોગ કર્યો હતા, જેના કારણે તેમના બનાવેલા આઉટફીટ્સ રોયલ લાગતા હતા. રોહિતના આંતરરાષ્ટ્રીય ગ્રાહકોમાં સિન્ડી ક્રોફોડ, પામેલા એન્ડરસન, ઉમા થ્રુમન જેવી હોલિવૂડ હસીનાઓ પણ સામેલ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker