અનોખી પરંપરા ! ‘Dakor’ મંદિરમાં 151 મણ અન્નકૂટની શ્રદ્વાભાવથી લૂંટ
ડાકોર : ખેડા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના રણછોડરાય મંદિરમાં પરંપરાગત રીતે અન્નકૂટ લૂંટવામાં આવ્યો હતો. જેમાં ડાકોર મંદિરની આસપાસના 80 ગામના નાગરિકોએ ભગવાન રણછોડરાયને ધરાવેલ અન્નકૂટની લૂંટ ચલાવી હતી.
Also read: દિવાળી બાદ દેશના અનેક શહેરોમાં વધ્યું પ્રદૂષણ, આ Tips અપનાવીને રહો તંદુરસ્ત…
80 ગામના આમંત્રિતો દ્વારા શ્રદ્વાભાવથી લૂંટ
ડાકોર સ્થિત રણછોડરાયજી મંદિરમાં દિવાળીના દિવસે ગોવર્ધન પૂજા કરવામાં આવી હતી. સાથોસાથ બેસતા વર્ષની પરંપરાનુસાર 151 મણનો અન્નકૂટ ધરાવીને આમંત્રિતો દ્વારા શ્રદ્વાભાવથી લૂંટની ઉજવણી દિવાળી પછીના પડતર દિવસે કરવામાં આવી હતી.
અન્નકૂટની લૂંટ ચલાવવાનો ભાવ પ્રદર્શિત કર્યો
સમગ્ર દેશમાં આ પ્રકારનો અન્નકૂટ ઉત્સવ શ્રીનાથજી અને ડાકોરમાં ઉજવવામાં આવે છે. અન્નકૂટની પ્રસાદી લૂંટવા ડાકોર મંદિર તરફથી આસપાસના ગામોમાં નિમંત્રણ મોકલવામાં આવ્યું હતું. બપોરે સૌ ગ્રામજનો મંદિરના બંધ દરવાજે આવીને ઉભા રહી ગયા હતા. ત્યારબાદ દ્ઘાર ખૂલતા જ જય રણછોડના જયનાદ સાથે મંદિરમાં દોડી ગયા હતા અને શ્રદ્વાભાવે અન્નકૂટની લૂંટ ચલાવવાનો ભાવ પ્રદર્શિત કર્યો હતો. આ અન્નકૂટની પ્રસાદી ગામોમાં લઇ જઇને સૌને વિતરણ કરવામાં આવ્યું હતું.
લૂંટના દર્શન અને પ્રસાદીનો લાભ લઈ ધન્યતા અનુભવી
હકીકતમાં ડાકોટ ટેમ્પલ ટ્રસ્ટ કમિટી દ્વારા 250 વર્ષ એટલે કે હાલના મંદિરના નિર્માણ કાળથી આ અન્નકૂટ લૂંટવાની પરંપરા અહીંના લોકરિવાજ મુજબ અમલમાં મૂકી છે. આ સમયે મોટી સંખ્યામાં ભક્તો અન્નકૂટ લૂંટના
દર્શન અને પ્રસાદીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
Also read: દિવાળીની રાત્રે કચ્છમાં ૩૦થી વધુ આગજનીના બનાવ, ‘મુંબઈ બજાર’ પણ આગમાં સ્વાહા
બુંદી, ભાત, મીઠાઈ, ફ્રૂટ સહિત મિષ્ટાન
ખાસ વાત એ છે કે, મંદિર વહીવટી તંત્ર દ્વારા જ અન્નકૂટની લૂંટ માટે ભક્તોને આમંત્રણ આપવામાં આવે છે. જેનો સ્વીકાર કરીને ભક્તો પોતાનો હક્ક સમજીને અન્નકૂટનો પ્રસાદ લઈ જતાં હોય છે.ડાકોર સ્થિત રણછોડરાય મંદિરમાં 125 મણ અન્નકૂટમાં બુંદી, ભાત, મીઠાઈ, ફ્રૂટ સહિત મિષ્ટાનની મહાપ્રસાદી રાખવામાં આવી હતી.