નેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

રાશિ ભવિષ્ય-વિક્રમ સંવત ૨૦૮૧: મીન

વિક્રમ સંવત – ૨૦૮૧ના આપ સૌને નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન. કારતક માસ શનિવાર તુલા/વૃશ્ચિક રાશિમાં ચંદ્ર પ્રવેશ કરે છે. જે ૨-૧૧-૨૦૨૪ના રોજ વર્ષ દરમિયાન સ્થિર ગ્રહો પ્રમાણે માર્ચ ૨૯-૩-૨૦૨૫ સવારે ૫ કલાક ૨૫ મિનિટે પૂર્વભાદ્રપ્રદ નક્ષત્રમાં શનિ ગ્રહ કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે. ગુરુ ગ્રહ ૧૪-૦૫-૨૦૨૫ના રોજ રાત્રે ૧૧ કલાકને ૨૪ મિનિટે મૃગશીર્ષ નક્ષત્રમાં મિથુન રાશિમાં પ્રવેશ કરશે. જ્યારે તારીખ ૨૦-૫-૨૦૨૫ સવારે ૬ કલાકને ૪૪ મિનિટે રાહુ કુંભ રાશિમાં વ્રકી ભ્રમણ-પૂર્વભાદ્રપ્રદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. કેતુ સિંહ રાશિમાં ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે. અનલ નામ, સંવત્સરમાં અન્ય ગ્રહો પોતાની ગતિ મુજબ જ પરિભ્રમણ કરે છે.

મીન (દ, ચ, ઝ, થ)

આપની રાશિમાં સ્થિર ગ્રહો મુજબ શનિ ગ્રહ દેહભૂવને પનોતીનો બીજો તબક્કો શરૂ કરશે જે ધન-શુભદાયી રહેશે. ગુરુ ગ્રહ રાશ્યાધિપતિ બીજા ભાવથી ત્રીજા ભાવે આવતા શુભફળ પ્રદાન કર્તા રહેશે. રાહુ ગ્રહ જાણે બંધનમાંથી મુક્ત થયાનો અનુભવ થાય તે પહેલા બીજી સાંકળ-ગૂંચમાં ભરાવી દેશે. દેહભૂવનેથી બારમા ભાવે રાહુ અશુભ ફળદાતા બનશે.

માનસિક સ્થિતિ અને શારીરિક આરોગ્ય:- “મન એ માંકડ જેવું છે સ્થિર નથી. તેમાં પણ વગર કારણ વિચારવાયુની અસર થાતી જોવા મળશે. જે મનને નિયંત્રણમાં રાખવું જરૂરી બનશે. મેડિટેશન તેની સારવાર ગણાશે. તમારે સંતોષ માની લાલચમાં મન લલચાવવું નહિ અને “ઈચ્છા એ દુ:ખની મા છે આ વાક્ય મુજબ વધુ પડતી ઈચ્છા ન રાખવી. વર્તમાનમાં જ સમયને આનંદમાં રાખવા પ્રયત્ન કરો.
શારીરિક આરોગ્ય અંગે કાળજી લેવી. દેહભૂવશે શનિ-રાહુ જેવા વાયુ પ્રકૃતિના ગ્રહોની બેઠક વાયુ જન્ય રોગ આપે. યોગ હળવી કસરત તમારા મન-તનને સ્વસ્થ્ય રાખશે.

પારિવારિક:- આ સમય પરિવારમાં સુખ શાંતિ જણાય. સહોદર સાથે સંબંધો વર્ષના અંતે બગડે. વડીલોની તબિયત અંગે કાળજી લેવી. સંતાનોની પ્રગતિ થાય, દાંમ્પત્ય જીવનમાં ચકમક રહે. મોટી તકરાર નથી. શનિની દૃષ્ટિ લગ્ન જીવન ઉપર છે જે તમારે ત્યાગ-સમર્પણ-સેવા જેવા ગુણો અપનાવવાથી ખરાબ સમયને સારો બનાવી શકશો.

નોકરી-વેપારી વર્ગ:- નોકરીમાં ચડતી-પડતી રહે. ઉપરી અધિકારી સાથે વિવાદ થાય. સહકર્મચારી સાથે કુટનીતિથી કે છુપા શત્રુ ઊભા થતા જોવા મળે. રાજની નોકરીમાં બરતરફ થવાનો સમય આવે. વેપાર માટે વર્ષ ૧૦૦% સારુ રહેશે. નવી સીડી વેપારમાં મળશે. નવા પરિવર્તનોમાં તમે મળીને ઉંચાઈ પર પહોંચી શકશો. તમારા મનથી મજબૂત મનસૂબા તમને વેપારમાં ઘણા જ આગળ લઈ શકે. નવા વેપારમાં સાહસ થાય.

આર્થિક સ્થિતિ:- આવકમાં વધારો થાય. મિત્રવર્ગથી લાભ થાય. ધન, સુખમાં આવક વધશે. સમાજમાં મોટા વગ ધરાવનાર વ્યક્તિથી ધન લાભ થાય શૅર-લોટરીથી ધન લાભ થાય.

સ્થાવર સંપત્તિ સુખ:- સ્થાવર મિલકતમાં “મૃગ જળ સમાન થાય મિલકત દેખીતી તમારી જણાય, પણ હાથમાં કશુ જ ન આવે. દ્રવ્ય સંપત્તિમાં વધારો થાય. નવા વાહનની ખરીદી થાય. અજાણ્યા સાથે વેચવા કે ખરીદવાનો સાદો ન કરવો યોગ્ય રહે. સ્થાવર મિલકતના પ્રશ્ર્નો સમાધાનથી ઉકેલી શકશો. અગાઉ નોંધાયેલ મકાન-વાહન હશે તો આ વર્ષે સુખનો સંતોષ માણી શકશો.

પ્રવાસ:- વિદેશ યોગ – લાંબી યાત્રા – જેલયોગ એટલે કે બંધન જેમ કે કોઈ કાર્યમાં ગુંથાયેલા રહેવું. બીમારી એવી આવે કે તેની સારવાર માટે લાંબો સમય પસાર થાય. સંતાનની કેરીયર માટે સતત તેની સાથે જોડાયેલા રહેવું. વડીલોની કાળજી માટે વ્યસ્ત થઈ જાવ એવા અનેક રીતે બંધન એટલે કે જેલમાં હોય તેવો અનુભવ થાય. પ્રવાસ જરૂરી હોય તો જ કરવો નહિતર ઉપરોક્ત મુજબ યાતનારૂપ ફળ મળી શકે. ધાર્મિક યાત્રા વર્ષમાં એકાદ વખત થાય.

શત્રુવર્ગ-મિત્રવર્ગ:- મિત્રવર્ગથી લાભ થાય. સંકટ સમયની સાંકળ જેવું કામ લાગશે. સારા-ખોટા મિત્રની પરખ થાય. સારા વર્ગના મિત્રોથી સમાજમાં નામના-યશ મળે તેવા કાર્યો થાય. વેપારમાં મિત્રની મદદથી અગત્યના કાર્યો થાય.
છુપા શત્રુઓ આ વર્ષે બહાર આવશે. કોર્ટ કચેરીના કાર્યમાં નુકસાન થાય. માટે પીછેહઠ કરી સમાધાન અપનાવવું યોગ્ય ગણાય. ચાણક્યનીતિથી શત્રુ ઉપર વિજય મેળવશો. તમે લાભમાં રહો અને શત્રુને બીજા શિકસ્ત આપી જાય. સાવધાની રાખવી. શત્રુને આપણાથી ઓછો બુદ્ધિશાળી ન માનવો યોગ્ય રહે.

અભ્યાસ:- અભ્યાસમાં સફળતા મેળવવા ખૂબજ મહેનત કરવી પડશે. ધોરણ-૧૦-૧૨ના વિદ્યાર્થી માટે આ સમય કસોટી રૂપી બની શકે તેમ છે. સંશોધન-ઉચ્ચ ડિગ્રી માટે અથાગ મહેનત માગી લે સમય.

બાર મહિના પ્રમાણે ફળ:-

(૧) કારતક:- વેપારમાં વધારો. આવકમાં વાણી દ્વારા વધારો થાય. નાની યાત્રા થાય.

(૨) માગશર:- મિત્રવર્ગથી લાભ થાય સ્થાવર મિલકતની ખરીદી માટે સમય મધ્યમ રહે. સહોદરથી લાભ થાય.

(૩) પોષ:- મિત્રવર્ગના જામીન-સાક્ષી ન થવું. કોર્ટના કાર્યોમાં સફળતા. શત્રુ વિજયી બનો.

(૪) મહા:- આ સમય મોજશોખ-મનોરંજન પાછળ સમય પસાર થાય. નોકરીમાં બદલી થાય. બઢતી મળે, કોર્ટ કચેરીમાં વિજય મળે.

(૫) ફાગણ:- નોકરીમાં બધે જ તમારા કાર્યની કદર થાય મિત્ર વર્ગથી ધન લાભ થાય. મોટાં વાહનની ખરીદી થાય.

(૬) ચૈત્ર:- આ સમય તમારી નોકરીમાં આવક વધે. કોર્ટ કાયદાકીય પાછળ, રોગ પાછળ નાણાં ખર્ચ થાય.

(૭) વૈશાખ:- વિચારોથી કાર્યો સરળતાથી પૂરા થાય. નાની યાત્રા સફળ થાય. વેપારમાં વધારો થાય.

(૮) જેઠ:- મિત્ર વર્ગથી લાભ થાય. વેપારમાં ધનલાભ થાય. નાણાંકીય કાર્યો સરળતાથી પૂરા થાય. સ્થાવર મિલકતની ખરીદી ન કરવી.

(૯) અષાઢ:- આ સમય આવક વધવાની સાથે ખર્ચા પણ વધશે. સંતાનોની વ્યાધિ વધશે. પડવા-વાગવાથી સાચવવું.

(૧૦) શ્રાવણ:- આ સમય આવક વધશે. નવી આવક ઊભી થાય. નોકરીમાં યશ મળે. રોગ દૂર થાય. શત્રુ વિજયી બનો. લાંબો પ્રવાસ.

(૧૧) ભાદરવો:- આ સમય તમારા સંતાનોની પ્રગતિ થાય. તમારા મિત્ર વર્ગથી લાભ થાય. મોજશોખ-મનોરંજન પાછળ સમય પસાર થાય. વિવાહ યોગ્ય યુવાનો માટે શુભ સમય રહે.

(૧૨) આસો:- આ સમય આવક વધવાની સાથે ખર્ચા વધશે. પ્રવાસ થાય. સ્થાવર મિલકતથી લાભ થાય. મિત્રવર્ગથી લાભ થાય. વેપારમાં વધારો થાય.

આમ, આ વર્ષે આપના માટે મહેનત તમારી અને ફળ ઉપરવાળો (ઈશ્ર્વર) આપે તેમ છે. માટે તમારે નક્કી કરવાનું કે સારા-ખોટા વિચારોમાં રહ્યા વગર જે સમય સાથ મળે તેમાં ભળી જઈએ તો લક્ષ્મીજી અવશ્ય આપણા ઘરે પધારશે. આમેય આ વર્ષે લક્ષ્મીજીનાં પગલાં તમારાં ઘરે અને તમારા ઉપર અમી નજર વર્ષભર રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button