Uncategorizedનેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

રાશિ ભવિષ્ય-વિક્રમ સંવત ૨૦૮૧: મકર

વિક્રમ સંવત – ૨૦૮૧ના આપ સૌને નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન. કારતક માસ શનિવાર તુલા/વૃશ્ચિક રાશિમાં ચંદ્ર પ્રવેશ કરે છે. જે ૨-૧૧-૨૦૨૪ના રોજ વર્ષ દરમિયાન સ્થિર ગ્રહો પ્રમાણે માર્ચ ૨૯-૩-૨૦૨૫ સવારે ૫ કલાક ૨૫ મિનિટે પૂર્વભાદ્રપ્રદ નક્ષત્રમાં શનિ ગ્રહ કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે. ગુરુ ગ્રહ ૧૪-૦૫-૨૦૨૫ના રોજ રાત્રે ૧૧ કલાકને ૨૪ મિનિટે મૃગશીર્ષ નક્ષત્રમાં મિથુન રાશિમાં પ્રવેશ કરશે. જ્યારે તારીખ ૨૦-૫-૨૦૨૫ સવારે ૬ કલાકને ૪૪ મિનિટે રાહુ કુંભ રાશિમાં વ્રકી ભ્રમણ-પૂર્વભાદ્રપ્રદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. કેતુ સિંહ રાશિમાં ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે. અનલ નામ, સંવત્સરમાં અન્ય ગ્રહો પોતાની ગતિ મુજબ જ પરિભ્રમણ કરે છે.

મકર (ખ, જ)

આપની રાશિમાં સ્થિર ગ્રહો મુજબ શનિદેવ તા. ૨૯-૩-૨૦૨૫ના કુંભ રાશિમાંથી મીન રાશિમાં ત્રીજા ભાવે આવશે. શનિ મહારાજની સાડા સાતીની સાંકળમાંથી છુટા કરશે. તમને મુક્ત હવામાં શ્ર્વાસ લેવાની જે મજા છે તેવો અનુભવ પનોતી પૂર્ણ થવાથી થશે. રાહુ ત્રીજા ભાવથી બીજા ભાવે આવશે અને ગુરુ ગ્રહ પાંચમાં ભાવથી છઠ્ઠા ભાવે પ્રવેશ કરશે. વર્ષ દરમિયાન શુભ સ્થિતિમાં આપ છો તેમ કહી શકાય.

માનસિક અને શારીરિક આરોગ્ય :- “મન હોય તો માળવે જવાય તમારે મજબૂત રહેવું અને ધ્યેય પ્રાપ્ત કરવા ગમે તેમ અવરોધને પાર મનથી કરવા પડશે. તમારી મનની ઈચ્છા તો જ પૂર્ણ થશે. વિચારોને કાર્ય પ્રત્યે પ્રવૃત કરવા સતત મનને વાંચન-કાર્યમાં પરોવવું, “ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે આ ઉક્તિને અનુસરવું. તમારે વધુ વાસ્તવિકતામાં વર્તમાનમાં જીવવા પ્રયત્ન કરવો. ભૂતકાળને વાગળવો નહીં. ભાવિની ભીતરમાં જાવું નહીં.
શારીરિક આરોગ્ય સારુ રહે. અંગત અવયવોનો દર્દને સહન કરવું પડશે. પેટને લગતા અવયવની બીમારી આવે. નાની બીમારી ન સમજવી. યોગ્ય સારવારથી ઉકેલ આવી જાય.

પારિવારિક :- પરિવારમાં “કમ ખાઓ અને ગમ ખાઓ વાક્યને અનુસરવું. વાણીથી વિવાદ વધશે. વડીલોને મનદુ:ખ થાય તેવા પ્રસંગો સર્જાય. દાંમ્પત્ય જીવનમાં વિખવાદ વધે નહીં તે જોઉં. સંતાનોની તબિયત સાચવવી. વયોવૃદ્ધને આરોગ્ય અંગે તકેદારી લેવી. સહોદર સાથે મીતભાષી બની રહેવું.

નોકરીયાત વર્ગ અને વેપારી વર્ગ :- નોકરીયાત વર્ગને આ વર્ષ બદલી થાય. નોકરીમાં સ્થાનફેર થાય અને સ્થળાંતર પણ થઈ શકે. મોટા પાયે અધિકારી હોય તો વધુ પ્રગતિ થાય. સમાજમાં પ્રતિષ્ઠા વધે તેવા કાર્યો થાય. સરકારી કર્મચારીને સમય સુખ-સાનુકૂળતા ભર્યો સમય રહે. ખાનગી નોકરીયાત વર્ગને જવાબદારી વધતી જાય અને સહકર્મચારી સાથે વિરોધ સહન કરવો પડે.

વેપારી વર્ગને સમય શ્રેષ્ઠ અને સાનુકૂળતાભર્યો રહે. નવો વેપાર મોટા પાયે શરૂ થાય. નાના વેપારીને સમય દુંદાળાદેવની કૃપા રહેશે. પોતાના ઉપર જ બુદ્ધિ-આયોજનથી વેપારમાં વિકાસ અને વૃદ્ધિ કરી શકશો તે અંગેની સવલતો પણ પ્રાપ્ત થશે.

આર્થિક સ્થિતિ :- આવકમાં વધારો વર્ષની શરૂઆતમાં જોઈ શકશો. તમારી બચતો પણ કરી શકશો. પણ કીડી ભેગુ કરે ને તેતર ખાય તેમ ન બને તે ધ્યાનમાં રાખી આવકનું રોકાણ કરવું. વિદેશથી ધનલાભ થાય. નીતિનું ફળ તમને ફળશે. જોઈતી લોન પાસ થાય. આકસ્મિક ખર્ચા બીમારી અને અણધાર્યા નુકસાન પાછળ વધશે. સંતાનોને વિદેશ મોકલવા અર્થે ખર્ચા થાય. અભ્યાસ પાછળ ખર્ચ જરૂર કરતા વધુ થાય.

સ્થાવર સંપત્તિ સુખ :- મિલકત તમારી નવા વાહનની ખરીદવાની ઈચ્છા પૂરી થાય. જૂના મકાનમાં રિનોવેશન થાય. પરંતુ મોટા મકાનમાં રહેવાની હજી રાહ જોવી પડશે. જમીનના ખરીદ વેચાણ માટે શુભ વર્ષ રહે. જૂની વારસાગત મિલકતનું વેચાણ થાય.

પ્રવાસ :- નોકરીયાત વર્ગને સ્થળાંતર થાય જે દરરોજ પ્રવાસ ખેડયા બરાબર લાગે. વિદેશ ફરવા જવાની ઈચ્છા પૂર્ણ થાય. વર્ષ દરમિયાન પ્રવાસ ઘણા જ થાય. ધાર્મિક યાત્રા ઘણી જ થાય.

મિત્રવર્ગ – શત્રુવર્ગ :- મિત્રવર્ગ સાકર જેવા લાગે. વધુ પડતી ગળી વસ્તુમાં જીવાત ઝડપી પડે માટે સબંધોમાં સ્વાદ પારખવાની સૂઝ રાખી મિત્રતા ઘનિષ્ટતા જાળવશો.
મીઠાબોલા શત્રુ ઊભા થાય. શત્રુ વર્ગથી ત્રાસદાયક સમય ઊભો થાય. નોકરીયાત વર્ગને ખોટા આક્ષેપોમાં સંડોવણી થાય. પરિવારમાં વાણી દ્વારા કટુ વચનથી સ્વયં પગ ઉપર કુહાડી મારી રહ્યા હોય તેમ લાગે. કોર્ટના કાર્યોમાં કુટનીતિ કરતા મધ્યસ્થીથી સમાધાન કરવું યોગ્ય રહેશે.

અભ્યાસ :- અભ્યાસમાં મહેનત કઠિન – વાંચન વધારવું. યોગ્ય આયોજન હશે તો ધાર્યું પરિણામ મેળવી શકશો.

બાર મહિના પ્રમાણે ફળ

(૧) કારતક :- આ સમય નાની યાત્રા થાય. નોકરીમાં બદલી થાય. બઢતી મળે. વેપારમાં વધારો થાય. સ્થાવર મિલકતમાં વધારો થાય.

(૨) માગશર :- શેર-લોટરીથી લાભ થાય. વેપારમાં વધારો થાય. નોકરીમાં ચકમક સહકર્મચારી સાથે થાય.

(૩) પોષ :- અંગત આરોગ્ય બગડે. જીવનસાથી સાથે મતભેદ થાય. જાહેર જીવનમાં અપયશ મળે.

(૪) મહા :- સહોદર સાથે સાથસહકાર મળે. નાની યાત્રા સફળ થાય. સંતાનોની પ્રગતિ થાય. મિત્રવર્ગથી વિશ્ર્વાસઘાત થાય. નાણાભીડ દૂર થાય.

(૫) ફાગણ :- આ સમયે ઉચ્ચપદ કે પદવી મોટી મળે. શારીરિક આરોગ્યમાં મગજના તાવ કે નાની શસ્ત્રક્રિયા થાય. સ્થાવર મિલકતમાં વધારો થાય.

(૬) ચૈત્ર :- આ સમય વિવાહ યોગ્ય યુવાનો માટે શ્રેષ્ઠ સમય રહે. દામ્પત્ય જીવનમાં મધુરતા રહે. વેપારમાં વધારો થાય.

(૭) વૈશાખ :- આર્થિક સુખમાં વધારો થાય. નોકરીમાં બદલી થાય. સંતાનોની વ્યાધિ વધે.

(૮) જેઠ :- રોગ-શત્રુને જડમૂળથી દૂર કરવા તત્પર આળસ ખંખેરીને કરવી. વિદેશ જવાની ઈચ્છા પૂરી થાય.

(૯) અષાઢ :- આ સમય નાની યાત્રા પણ ન કરવી. ખોટા લોભ-લાલચમાં આવી વેપારમાં નુકસાન થાય. નોકરીમાં પ્રમોશન મળે.

(૧૦) શ્રાવણ :- આ સમય તમારા સ્થાનિક સ્થાવર મિલકતનો ઉકેલ આવશે. નવી મિલકત વેપાર અર્થે વસાવી શકશો. વારસાગત મિલકતનો ઉકેલ આવે.

(૧૧) ભાદરવો :- દામ્પત્ય જીવનમાં મધુરતા જળવાય. ભાગ્ય ઉન્નતિ થાય. વિદેશમાં નોકરીમાં પ્રગતિ થાય.

(૧૨) આસો :- મિત્રવર્ગથી લાભ થાય. નાની યાત્રા નાછુટકે કરવી. સંતાનોની વ્યાધિ વધે. ધાર્મિક કાર્યો કરનાર બનો.

આમ આ વર્ષે જીવન ઝેર જેવું કોઈ એક કાર્ય કે કારણ પાછળ બંધાયેલુ જણાશે. તમારે નક્કી કરવાનું છે કે આ સારી રીતે ધાર્મિક કે પારિવારિક બંધન સારું ફળ આવે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker