રાશિ ભવિષ્ય-વિક્રમ સંવત ૨૦૮૧: ધન
વિક્રમ સંવત – ૨૦૮૧ના આપ સૌને નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન. કારતક માસ શનિવાર તુલા/વૃશ્ચિક રાશિમાં ચંદ્ર પ્રવેશ કરે છે. જે ૨-૧૧-૨૦૨૪ના રોજ વર્ષ દરમિયાન સ્થિર ગ્રહો પ્રમાણે માર્ચ ૨૯-૩-૨૦૨૫ સવારે ૫ કલાક ૨૫ મિનિટે પૂર્વભાદ્રપ્રદ નક્ષત્રમાં શનિ ગ્રહ કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે. ગુરુ ગ્રહ ૧૪-૦૫-૨૦૨૫ના રોજ રાત્રે ૧૧ કલાકને ૨૪ મિનિટે મૃગશીર્ષ નક્ષત્રમાં મિથુન રાશિમાં પ્રવેશ કરશે. જ્યારે તારીખ ૨૦-૫-૨૦૨૫ સવારે ૬ કલાકને ૪૪ મિનિટે રાહુ કુંભ રાશિમાં વ્રકી ભ્રમણ-પૂર્વભાદ્રપ્રદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. કેતુ સિંહ રાશિમાં ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે. અનલ નામ, સંવત્સરમાં અન્ય ગ્રહો પોતાની ગતિ મુજબ જ પરિભ્રમણ કરે છે.
ધન (ભ, ધ, ફ, ઢ)
આપની રાશિમાં સ્થિર ગ્રહો મુજબ શનિ ત્રીજા ભાવથી ચોથા ભાવે મીન રાશિમાં આવતા નામી અઢી વર્ષની પનોતી ચિંતા કરાવે તેમ બતાવે- રાહુ ત્રીજા ભાવે શુભ ફળદાતા બનશે. ગુરુ છઠ્ઠા ભાવથી સાતમા ભાવે શુભ ફળ આપનાર બનો.
માનસિક અને શારીરિક આરોગ્ય:- માનસિક આરોગ્ય સારું રહે. શંકા- કુશંકા- કલ્પનાઓમાં વધુ પડતા વિચારોથી દૂર રહેવું તમારા મન ચંગા તો કથરોટમેં ગંગા આ પ્રમાણે દરેક કાર્યોમાં સંતોષ માનશો તો મનની શાંતિ જળવાશે. વિચારોમાં સ્થિરતા ના રહે. વાયુ- વિચારના રોગી ના બનો તે સાચવવું શારીરિક આરોગ્ય સારું રહે. અંગત રોગમાં વધારો ના થાય તે માટે વાયુ જન્ય ખાદ્ય પદાર્થમાં ચરી પાળવી, કાન- હાથના રોગ થાય. હૃદય- છાતીમાં વાયુ વિકારના રોગ થાય.
પારિવારિક:- પરિવારમાં ત્યાગની ભાવના રાખવાથી સહકાર ભર્યું વાતાવરણ જળવાય. દાંમ્પત્ય જીવનમાં જીદ, અમે, મારા, હું પણું છોડી દેશો તો સુખ- શાંતિ જળવાશે. વિવાહ યોગ્ય યુવાનો માટે શુભ વર્ષે છે- સંતાન અંગેની ઈચ્છા પૂર્ણ થાય. સંતાનોની પ્રગતિ થાય.
નોકરીયાત વર્ગ- વેપારી વર્ગ:- નોકરીયાત વર્ગને સમય શ્રેષ્ઠ રહે. વર્ષનના અંતે મતભેદ દૂર થાય, સહકર્મચારી સાથે સમાધાનની ભાવના રાખવી. નોકરીયાતવર્ગને હરીફોથી સાવધાની રાખવી. નવી નોકરી મેળવવાની શોધમાં હોય તો ઈચ્છાપૂર્તિ થાય.
વેપારી વર્ગને હોશિયારી અને ચતુરાઈથી વેપારમાં હાર આપવી એક કરામતી કરવી યોગ્ય રહે. ચાણક્યબુદ્ધિ જ અહીં કામ આવશે. વેપારમાં બેસ્ટમેન બની શકશો. નવા પરિવર્તન કે નિયમો સરકારી આવે તો ખૂબ જ સાવધાનીથી કાયદાનું પાલન કરવું યોગ્ય રહે.
આર્થિક સ્થિતિ:- આ વર્ષે આવક વધશે. તમારા આર્થિક પ્રશ્ર્નો હલ થાય. વર્ષના અંતે ધન સંચય તમે કરી શકશો. “કાચબાની ગતિ એ બચતની શરૂઆત. ટીપે ટીપે સરોવર ભરાશે.
સ્થાવર મિલકત પાછળ ખર્ચ થાય. પ્રવાસ પાછળ નિરર્થક ખર્ચા વધશે. સાહસવેપાર નાણાકીય સ્થિતિ જોઈને કરવા. શેર- સટ્ટાથી દૂર રહેવું.
સ્થાવર સંપત્તિ સુખ:- અત્યાર સુધી તમારા સ્થાવર મિલકતના પ્રશ્ર્નો વણ ઉકેલ્યા હતા તે ઉકેલાશે. નાણાકીય જોગવાઈથી વાહન મકાનના કાર્યો પુરા થતા જોવા મળે. મકાન અંગે લોન થાય. વેપાર માટે હમણા સ્થાવર મિલકત ખરીદવી મુલતવી રાખવી યોગ્ય રહે.
પ્રવાસ:- આ સમય પ્રવાસ ન કરવો યોગ્ય રેહ. શરીરની કાર્યક્ષમતા સારી ન રહે. થાક અશક્તિ લાગે, માટે, જરૂરી હોય તો જ પ્રવાસ ગોઠવવો. જન્મસ્થળે- રહેઠાણ છોડી વિદેશમાં સ્થાયી થઈ શકશો.
મિત્રશત્રુ વર્ગ:- મિત્ર વર્ગ સાથે સંબંધો સચવાય- નવા મિત્રો સારા મળે- મુલાકાતથી લાભ થાય.
મીઠાબોલા શત્રુ ઊભા થાય. સમાજમાં કોર્ટકચેરી કાર્યમાં મધ્યસ્થની મદદથી કાર્ય ઉકેલાય. જૂના કેસનો ઉકેલ થાય. નોકરી- વેપારમાં નવા કાયદાકીય ગૂંચમાં ફસાય ન જાય તેની તકેદારી રાખવી.
અભ્યાસ:- અભ્યાસમાં સફળતા મળે. વિદ્યાર્થી વર્ગને ઉચ્ચ ડિગ્રી માટે વિદેશ જવાની ઈચ્છા પૂરી થાય.
બાર મહિના પ્રમાણે ફળ
(૧) કારતક– આ સમય આનંદમય પસાર થાય મોજ શોખ- મનોરંજન પાછળ ખર્ચ વધશે.
(૨) માગશર– વિદેશ યાત્રા માટે જવાના યોગ પ્રબળ બને છે. આર્થિક ભીડ રહ્યા કરે. વેપારમાં વૃદ્ધિ જોવા મળે.
(૩) પોષ– આ સમય પરિવારમાં વિવાદ બાદ શાંતિ થાય. જાહેર જીવનમાં કાર્યોમાં અવરોધ થાય. આવક જાવક સરખા રહે.
(૪) મહા– સહોદર સાથે વિવાદ દૂર થાય. ભાગ્ય સાથ આપે. સાહસ દ્વારા સિદ્ધિ મળે. આરોગ્ય બગડે.
(૫) ફાગણ– આવકમાં વધારો થાય. વિદેશથી ધનલાભ થાય. વેપારમાં ધનલાભ થાય. વાણી ઉપર સંયમ રાખવો.
(૬) ચૈત્ર– પરિવારના સ્નેહભર્યા સંબંધો જળવાય. આવક વધે વેપારમાં વધારો થાય. રાજકીય ક્ષેત્રે સફળતા મળે.
(૭) વૈશાખ– શૅર લોટરીમાં લાભ- થાય. સહોદર સાથે વિવાદ વધે. યાત્રા થાય. નોકરીમાં પ્રમોશન મળે અને બદલી થાય.
(૮) જેઠ– પરિવારમાં નાણાભીડ દૂર થાય નોકરીમાં યશ મળે. વિવાહિત જીવનમાં વિખવાદ થાય.
(૯)અષાઢ– સમાજમાં અપયશ ન મળે. તેની સાવધાની રાખવી. વેપારમાં ભાગીદાર સાથે વિવાદ થાય. દાંમ્પત્ય જીવનમાં ગેરસમજ દુર થતી જણાય.
(૧૦) શ્રાવણ– આ સમય સંતાનોની પ્રગતિ થાય. હરીફો સામે વિજય થાય. ભાગ્ય ઉન્નતિ થાય. સર્વ કાર્યોમાં પાસા પોબારા પડે.
(૧૧) ભાદરવો– આ સમય વારસાગત મિલકતમાં લાભ થાય. વાણીથી થતા વેપારમાં ધનલાભ થાય. આરોગ્ય અંગે કાળજી લેવી.
(૧૨) આસો– આ સમય તમારા શાંતિ, મનમાં જાણે નવી શક્તિનો સંચાર થયો હોય તેવો લાગે. વિદેશ યાત્રા થાય. વિદેશ વસવાટ માટે સારું મકાન થાય-મિત્ર વર્ગથી લાભ થાય.
આમ, આ વર્ષે ગ્રહોની ચાલ તમારી તરફેણમાં છે જે સમય તમારા ઈશારા ઉપર ચાલે છે તેમ કહેવાય. ઈશ્ર્વરી ઈચ્છા અને તમારી મનોકામના એકાકાર થતી જણાય છે. યાદગાર સારું વર્ષ જાય.