નેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

રાશિ ભવિષ્ય-વિક્રમ સંવત ૨૦૮૧: વૃશ્ચિક

વિક્રમ સંવત – ૨૦૮૧ના આપ સૌને નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન. કારતક માસ શનિવાર તુલા/વૃશ્ચિક રાશિમાં ચંદ્ર પ્રવેશ કરે છે. જે ૨-૧૧-૨૦૨૪ના રોજ વર્ષ દરમિયાન સ્થિર ગ્રહો પ્રમાણે માર્ચ ૨૯-૩-૨૦૨૫ સવારે ૫ કલાક ૨૫ મિનિટે પૂર્વભાદ્રપ્રદ નક્ષત્રમાં શનિ ગ્રહ કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે. ગુરુ ગ્રહ ૧૪-૦૫-૨૦૨૫ના રોજ રાત્રે ૧૧ કલાકને ૨૪ મિનિટે મૃગશીર્ષ નક્ષત્રમાં મિથુન રાશિમાં પ્રવેશ કરશે. જ્યારે તારીખ ૨૦-૫-૨૦૨૫ સવારે ૬ કલાકને ૪૪ મિનિટે રાહુ કુંભ રાશિમાં વ્રકી ભ્રમણ-પૂર્વભાદ્રપ્રદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. કેતુ સિંહ રાશિમાં ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે. અનલ નામ, સંવત્સરમાં અન્ય ગ્રહો પોતાની ગતિ મુજબ જ પરિભ્રમણ કરે છે.

According to astrology, people of this zodiac sign are lucky, get immense success with the grace of Mother Lakshmi.

વૃશ્ચિક (ન, ય)

આપની રાશિમાં સ્થિર ગ્રહો મુજબ ગુરુ સાતમા ભાવથી આઠમા ભાવમાં આવશે. શનિ નાની પનોતીમાંથી છુટકારો આપી પાંચમા ભાવે શુભ ફળ આપશે. રાહુ પાંચમા ભાવથી ચોથા ભાવે આવતા કષ્ટદાયક સમય આપે.

માનસિક અને શારીરિક આરોગ્ય :- આ વર્ષે નાની પનોતીમાં તમારી મનોદશામાંથી બહાર નીકળતા જે શાંતિ અનુભવશો તે તમારા માટે આ સમય શ્રેષ્ઠ છે. માનસિક સ્વસ્થતા તમારા ઉપર નિર્ભર રહે છે. મનથી આઘાત-પ્રત્યાઘાત જે પારકા પોતાનાની સમજ તમને અનુભવોમાંથી નીકળી ગયા છો. એટલે ઘણી જ સારી રીતે મનોદશા રાખી શકશો.
શારીરિક આરોગ્યમાં નાની બીમારી નથી પણ રાજરોગ-હૃદય-છાતીના રોગ – ક્ષયરોગ – ઉદરને લગતી તકલીફ આવે. એટલે વયોવૃદ્ધ વ્યક્તિએ ખાસ સાવચેતી રાખવી. શરીરની આરોગ્ય અંગે કાળજી લેવી જરૂરી, ડૉક્ટરી રિપોર્ટ પણ કરાવવા યોગ્ય રહે.

પારિવારિક :- પરિવારમાં ગાંઠ બંધાયેલી છૂટવા ગમે તેટલા પ્રયત્ન કરશો તો ગાંઠની વળતો રહેવાની જ છે. તમારા મીઠા વચનો – મોટું મન રાખવાથી સંબંધો જળવાય પછી સરવાળે મન – મોતી ને કાચ તૂટયા પછી સંધાતા નથી તેમ હૃદયથી તો દૂર જ રહેશો. સંબંધોને કરતા અનુભવી સંબંધો કેવા રહ્યા તેની ઉપર સંબંધો પરિવારજનોમાં રાખશો. વિવાહિત જીવનમાં સુખ-સંવાદિતતા જળવાય. વિવાહ યોગ્ય યુવાનો માટે શ્રેષ્ઠ સમય રહે. દામ્પત્યજીવનમાં મધુરતા રહે.

નોકરી – વેપારી વર્ગ :- નોકરિયાત વર્ગને સમય પરીક્ષાલક્ષી ગણાય. નાના-મોટા કાર્યબોજ આવશે જે સાવધાની રાખવી. ખોટા આક્ષેપોથી કાળજી રાખવી. કોઈના ઉપર વિશ્ર્વાસ રાખી કાર્ય ન છોડવું. નવી નોકરીની રાહ જોતા હશો તો આ વર્ષે ઈચ્છા પૂરી થાય.

વેપારમાં અણધાર્યા સંકટ આવે. નાના વેપારની શરૂઆતથી લાભ થાય. નવીન તક મળે. સફળતા પણ મળશે. તમારે કેવી રીતે પચાવવી તે તમારા હાથમાં છે. વેપારમાં હરીફો વધશે. તમારા કાર્ય પ્રત્યે ખંત-આવડત-સંબંધોની પરીક્ષા થશે.

આર્થિક સ્થિતિ :- આ વર્ષે આવકમાં વધારો થાય. સાથે જાવક વધશે. નવા આવકના સ્રોત ખુલ્લા જોવા મળશે. દેવામાંથી મુક્તિ મળતા જણાય. અગત્યની લોન પાસ થાય. મોટા માણસની વગથી ધનલાભ થાય. કોઈ ઈનામ દ્વારા પણ આવક મળે. સ્થાવર મિલકતમાં ભાડાની આવક વધશે. તમારા નાણાકીય પ્રશ્ર્નો વર્ષ દરમિયાન હલ થતા જણાય.

સ્થાવર સંપત્તિ સુખ :- આ વર્ષે મકાનમાં ભાડે આપવાની વાત ચાલતી હોય તો કાયદાકીય રીતે આવક વધે તેવા પગલાં લઈ આપવું. નવા વાહન-મકાનની ખરીદીમાં ખોટા-લોભ-લાલચ કે છેતરામણીથી નાણાં ફસાઈ જાય તેમ છે. તમારા સ્થાવર મિલકતના પ્રશ્ર્નો ગૂંચવાયેલા લાગશે. વારસાગત મિલકતમાં વણઉકેલ્યા પ્રશ્ર્નો જ રહેશે. આ વર્ષ મકાનની – જમીન – ખેતીમાં તમારે નફો કરતા નુકસાન વધારે બતાવે છે.

પ્રવાસ :- તમારા માટે વિદેશગમનના યોગ છે. પણ જો જન્મના ગ્રહો જેલયોગ કે મહાદશા અશુભ ફળ આપનારી હશે તો ખોટા માર્ગેથી પ્રવાસ ન કરવો યોગ્ય રહે. આ વર્ષે પ્રવાસ જરૂરી હોય તો જ કરવો.

શત્રુવર્ગ – મિત્રવર્ગ :- સરકારી ચોપડે કુખ્યાત કે ગુનેગાર તરીકે નામ ચડે નહીં તેની સાવધાની રાખવી. જમીન-ખેતી કે સ્થાવર મિલકત અંગે કોર્ટ-કેસ થાય તો ઘરબાર છોડવાનો કે જેલયોગ પણ બતાવે છે. કોઈના વચ્ચે દખલ ના દેતા તમારા ઈમાનદારીના કાર્યો જ તમને શત્રુતામાંથી મુક્તિ આપી શકે તેમ છે.

મિત્ર વર્ગથી માપસરના સંબંધો રાખવા.

વધુ પડતા નાણાકીય કે આંધળો વિશ્ર્વાસ તમને “સૂડીના માચડે ચડાવી શકશે મિત્રની પરખ રાખવી (કરવી) પછી વધુ સંબંધ બાંધવા યોગ્ય રહે.

અભ્યાસ:- ઉચ્ચ ડિગ્રી માટે મહેનતની સાથે માતા સરસ્વતીની ઉપાસના સફળતા અપાવશે.

બાર મહિના પ્રમાણે ફળ:

(૧) કારતક : આ સમય વેપારમાં ઉન્નતિ થાય. વિદેશ યાત્રા થાય. અંગત આરોગ્ય બગડે.

(૨) માગશર : આ સમયે ધાર્યા કાર્યો પાર પડશે. ધન લાભકર્તા સમય રહે. વાણીથી લાભ થાય. પરિવારમાં માંગલિક કાર્યો થાય.

(૩) પોષ : આ સમય વિવાહ યોગ્ય યુવાનો માટે શુભ રહે. વેપારમાં વધારો થાય. વેપાર માટે લોન પાસ થાય. નવા સાહસભર્યા કાર્યો થાય. સ્થાવર મિલકતમાં રાચરચીલાયુક્ત વસ્તુ વસાવો.

(૪) મહા : શેર-લોટરીથી લાભ થાય. સંતાનોની પ્રગતિ થાય. વિદ્યાર્થીવર્ગને અભ્યાસ અર્થે વિદેશ જવાની ઈચ્છા પૂરી થાય. આવક વધારા સાથે ખર્ચ પણ વધશે.

(૫) ફાગણ : પરિવારમાં જવાબદારી વધતી જાય. સહોદર સાથે વિવાદ સાથે તેના સંકટોમાં મદદરૂપ થશો. સાહસભર્યા કાર્યો થાય. નાની યાત્રા થાય.

(૬) ચૈત્ર : વિચારોમાં સ્થિરતા રાખવી. તમારા ધાર્યા પ્રમાણે કાર્ય થાય. નોકરીમાં ઉચ્ચપદ મળે. વેપારમાં હરીફો સામે વિજય થાય.

(૭) વૈશાખ : આ સમય સ્થાવર મિલકતમાં વધારો થાય. વિવાહ યોગ્ય યુવાનો માટે શુભ સમય રહે. વેપારમાં ભાગીદારથી લાભ થાય.

(૮) જેઠ : આ સમય સંતાનોની પ્રગતિ થાય. આકસ્મિક ધનલાભ થાય. મિત્રવર્ગથી વિશ્ર્વાસઘાત થાય. નાની ધાર્મિક યાત્રા થાય.

(૯) અષાઢ : આ સમય નોકરીમાં ઉચ્ચપદ મળે. તમારા દેવામાંથી મુક્તિ મળે. કોર્ટના કાર્યોમાં સફળતા મળે.

(૧૦) શ્રાવણ : આ સમય વેપારમાં ઉચ્ચપદ મળે. વિદેશથી અને વિદેશને લગતા વેપારથી લાભ થાય. ધન લાભકર્તા સમ રહે. વેપાર વૃદ્ધિ થાય.

(૧૧) ભાદરવો: આ સમય મિત્રવર્ગથી લાભ થાય અને અવરોધાયેલા અગત્યના કાર્યોની પતાવટ થાય.

(૧૨) આસો: અંગત આરોગ્ય સાચવવું. ચામડીના રોગ થાય. પેટના રોગ થાય. નાની યાત્રા થાય. વિવાહિત જીવનમાં વિખવાદ થાય.

આમ આ વર્ષ તમારા કાર્યોમાં વધારો થાય. વેપારમાં વૃદ્ધિ થાય. પરિવારમાં થોડા મનદુ:ખ સાથે સહકાર તો જળવાશે જ. તમે ગુલાબ જેવી સ્થિતિ અનુભવો. કાંટા સાથે તમે સુવાસિત થઈ શકશો તેવો સમય રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker