રાશિ ભવિષ્ય-વિક્રમ સંવત ૨૦૮૧: સિંહ
વિક્રમ સંવત – ૨૦૮૧ના આપ સૌને નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન. કારતક માસ શનિવાર તુલા/વૃશ્ચિક રાશિમાં ચંદ્ર પ્રવેશ કરે છે. જે ૨-૧૧-૨૦૨૪ના રોજ વર્ષ દરમિયાન સ્થિર ગ્રહો પ્રમાણે માર્ચ ૨૯-૩-૨૦૨૫ સવારે ૫ કલાક ૨૫ મિનિટે પૂર્વભાદ્રપ્રદ નક્ષત્રમાં શનિ ગ્રહ કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે. ગુરુ ગ્રહ ૧૪-૦૫-૨૦૨૫ના રોજ રાત્રે ૧૧ કલાકને ૨૪ મિનિટે મૃગશીર્ષ નક્ષત્રમાં મિથુન રાશિમાં પ્રવેશ કરશે. જ્યારે તારીખ ૨૦-૫-૨૦૨૫ સવારે ૬ કલાકને ૪૪ મિનિટે રાહુ કુંભ રાશિમાં વ્રકી ભ્રમણ-પૂર્વભાદ્રપ્રદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. કેતુ સિંહ રાશિમાં ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે. અનલ નામ, સંવત્સરમાં અન્ય ગ્રહો પોતાની ગતિ મુજબ જ પરિભ્રમણ કરે છે.
સિંહ (મ, ટ)
આ રાશિના જાતકોને સ્થિર ગ્રહો મુજબ આ વર્ષે શનિ દેવ સાતમા ભાવથી આઠમા ભાવે આવતા નાની અઢી વર્ષની પનોતીનો પરચા શરૂ કરશે. જે કર્મ અનુસાર ફળ મળે. રાહુ આઠમા ભાવેથી સાતમા ભાવે આવશે. જે દરેક કાર્યમાં સમાજમાં આગવુ સ્થાન-પદ અપાવશે. નવી સિદ્ધિ ઉપાસનામાં પ્રાપ્ત થાય. તેમા કાર્યો ધારેલા પાર પડશે. ગુરુ ગ્રહ દસમા ભાવે રાજયોગનું ફળ આપી અગિયારમાં ભાવે આવશે.
માનસિક અને શારીરિક સ્થિતિ: મનથી અડગ રહેશો તો પર્વત પણ ડગી જાય. “મેરુ તો ડગે પણ જેના મનડા ડગે નહીં, તેવા દૃઢ નિશ્ર્ચયી બનવાથી તમારું કોઈ કાર્ય અટકશે નહીં અને તમારા કાર્યો બીજાને પ્રેરણાદાયી બની રહેશે. ખોટા વહેમ, અંધશ્રદ્ધામાં અટકાશો નહીં.
શારીરિક આરોગ્ય મધ્યમ રહે. આંખ-યુરિનને લગતા રોગ થાય. ઈન્ફેક્શન થાય. તેમ જ લાંબી બીમારી કે દવા લાંબો સમય ચાલે તેમ ફળ આપે છે. વયોવૃદ્ધને આ વર્ષે અણી ચૂક્યો સો વર્ષ જીવશે. ગ્રહોયોગ શરીરની કાળજી લેવી યોગ્ય રહે. અંગત આરોગ્ય કથળે તેમ છે.
પારિવારિક: આ વર્ષે પરિવારના સભ્યો સાથે કલ્પનામાં રાચવું નહીં. નુકસાનીની ગણતરીમાં પડયા વગર પરિવારને સાચવવામાં રહેવું યોગ્ય રહે. ત્યાગની ભાવના ચરમ સીમાએ પહોંચશે. છુપા શત્રુ ઊભા થાય. જીવનસાથી સાથે ગેરસમજો ઊભી થાય, પણ આ ભ્રમ ગણવો. જેથી મોટો ખોટો નિર્ણય જીવનથી સાથે ના કરવો. રાહુ+શનિની ગોઠવણી જ તમને પરિવારના સંબંધમાં ગુંચવણ ઊભી કરશે. જે નમતુ રાખી સમાધાની વલણ રાખવાથી કુંટુબમાં સંબંધો જળવાય છે. નાની બીમારી સંતાનોમાં આવે. તેમના અભ્યાસ અંગે કાળજી લેવી વડીલોની તબિયત કથળે નહીં તેની દવા-સંભાળ લેવી.
નોકરી-વેપારી વર્ગ: નોકરીયાત વર્ગને નોકરીમાં સમય અનુકૂળતા ભર્યો રહે. ધીરજ રાખી તમારા કાર્ય પ્રત્યે ચીવટ અને સાવધાની રાખવી. બદલી થાય. નવી નોકરીની સારી શોધ ઉચ્ચપદ નોકરી મેળવો. વેપારી વર્ગને આ વર્ષ મધ્યમ ફળદાયી રહે. જે તેને ચાલવા દો તેમાં ફેરબદલી કે નવા આયોજન ના કરવા. ભાગીદાર સાથે મતભેદ થાય. વિવાદથી ભાગીદારી છૂટી જાય. નવા કાયદા-નિયમોમાં મોટો ફાળો આપવો પડશે. નાના પાયે રોકાણ કરવાથી વેપારમાં લાભ થાય.
આર્થિક સ્થિતિ: આવકમાં ભાવિ બચતો કરી શકશો. વર્ષ દરમિયાન જમાપાસુ નમેલું દેખાશે. ખોટા ખર્ચા બાદ થતા જણાય. નોકરી-વેપારમાં ધનલાભ થાય. વારસાગત મિલકતથી ધનલાભ થાય. કોઈ સ્પર્ધાત્મક વિભાગમાં નાણાકીય લાભ થાય આવકમાં વધારો સાથે તેનો યોગ્ય જગ્યાએ ઉપયોગ થાય.
સ્થાવર સંપત્તિ સુખ: વર્ષ દરમિયાન જમીન-મકાન-વાહનમાં એજન્ટોને લાભ ઓછો રહે. તમારા પોતાના મકાનમાં પ્રશ્ર્નો પણ સમાધાનથી ઉકેલ લાવી શકશો. સમય અનુસાર નિર્ણય મિલકત બાબતે કરવા વળગી ન રહેવું. વારસાગત મિલકતમાં બાંધછોડ કરવી જરૂરી બનશે.
પ્રવાસ: વર્ષ દરમિયાન નાની યાત્રા થાય. ધાર્મિક એક-બે યાત્રા થાય. મોટા પ્રવાસ માટે-લાંબી યાત્રાનો સમય હજી યોગ્ય નથી. વેપાર અર્થે પ્રવાસ થાય જે સફળતા મળે.
શત્રુવર્ગ-મિત્રવર્ગ: કોર્ટના કાર્યો આ વર્ષે સફળતા અપાવે. જૂના કેસનો ઉકેલ આવશે. જમીનના પ્રશ્ર્નો ઉકેલાય. કેસ દ્વારા નોકરીમાં કોર્ટ-કેસમાં સફળતા મળે. મિત્રો સાથે વેપાર અર્થે ખોટા લાભ-લાલચમાં ખોટી સહી કે સાક્ષી બનશો નહીં. મિત્રતામાં સંબંધો સમયને પાસ કરવા. મન હળવું કરવા જ ઉપયોગ કરશો.
અભ્યાસ: અભ્યાસમાં તમારા કર્મ પ્રમાણે ફળ મળશે. તમારી ૧૦૦ ટકા મહેનતે ૬૦ ટકા ફળ મળે તેમ છે.
બાર મહિના પ્રમાણે ફળ
(૧) કારતક: આ સમયે સ્થાવર મિલકતમાં વધારો થાય. વિદેશ જવાના માટે સમય શુભ રહે. નાણાં ભીડ દૂર થાય.
(૨) માગશર: વિદ્યાર્થી વર્ગને અભ્યાસમાં સફળતા મળે. શેર-લોટરીથી લાભ થાય. સંતાનોની પ્રગતિ થાય. વેપારમાં વૃદ્ધિ થાય.
(૩) પોષ: નોકરીમાં ઉપરી અધિકારી સાથે મતભેદ થાય. બદલી થાય. પેટને લગતી બીમારી થાય. કોર્ટના કાર્યોમાં વિજય મળે.
(૪) મહા: વિવાહિત જીવનમાં સુલેહ થાય. વેપાર વૃદ્ધિ. સંતાનોની પ્રગતિ થાય. પ્રવાસ થાય.
(૫) ફાગણ: નોકરીયાત વર્ગને ઉત્તમ તક મળે. વિરોધીઓને હંફાવી શકશો. વેપારમાં હરીફો સામે વિજય મેળવો. ભાગ્યનો સાથ મળે. વિવાહિત જીવનમાં સુખ-શાંતિ જળવાય.
(૬) ચૈત્ર: આ સમય નાણાંભીડ દૂર થાય. તમારો પ્રગતિકારક સમય બતાવે છે. નોકરીમાં યશ મળે કાર્યની કદર થાય.
(૭) વૈશાખ: વેપારમાં ન ધારેલી સફળતા મળે. વેપારમાં લીધેલા નિર્ણયો સફળતા અપાવશે. સ્થાવર મિલકતમાં વધારો થાય.
(૮) જેઠ: મિત્રવર્ગને સાક્ષી કે સહી-સિક્કા ન કરવા. વિશ્ર્વાસે વહાણ વેપારમાં ન ચલાવવું. મીઠાબોલા શત્રુ ઊભા થાય.
(૯) અષાઢ: આ સમય મોટી યાત્રા થાય. સાથે નોકરીમાં ચડતી-પડતી થાય. વેપારમાં લાભકર્તા સમય રહે. રાજકીય ક્ષેત્રે મધ્યમ સમય રહે.
(૧૦) શ્રાવણ: તમારા દરેક કાર્યોમાં સફળતા મળે. ‘જ્યાં હાથ નોખા ત્યાં સોનાની ખાણ જોવા મળે.’ જેવો સોનેરી સમય રહે.
(૧૧) ભાદરવો: આ સમય નાણાકીય લાભ થાય. તમારી વાણી દ્વારા થતા વેપારમાં વધુ ધનલાભ થાય. પરિવારમાં કાર્યની જવાબદારી સારી રીતે નિભાવી શકશો.
(૧૨) આસો: આ સમય તમારા સ્થાવર મિલકત અંગે અગત્યના નિર્ણય લઈ શકશો. વેપારમાં વધારો થાય. નોકરીમાં ધીમી ગતિ વાતાવરણ શાંત થતું જણાય.
આમ, આ વર્ષે તમારા ‘સોનેરી સૂરજ’ જીવનમાં દિશા બદલાતી જણાય. સારા-પરિણામો વર્ષનો અંત જોઈ શકશો. નોકરી-રોગ-કાયદાકીય વાવાઝોડું આવતું જાય. પણ સમય પ્રમાણે બધુ જ થાળે પડી જશે.