મરણ નોંધ

પારસી મરણ

ઝરીન સામ વલવદીયા તે મરહુમ સામના ધનિયાની. તે મરહુમો હીના ફરામરોઝ મુનશીના દીકરી. તે જેરસપરના માતાજી. તે નીના ના સાસુજી. તે મરહુમો આલુ હોમી વલવદીયાના વહુ. તે સરોશ, રાહુલ ને મરહુમ મેહરનોશના મામી. (ઉં. વ. ૮૧) રે. ઠે. વય-૨, મેરવાનજી કામા પારક, કામા રોડ, અંધેરી (વે), મુંબઇ-૪૦૦૦૦૫૮. ઉઠમણાંની ક્રિયા : તા. ૨-૧૧-૨૪ને દીને બપોરે ૩.૪૦ વાગે, અંધેરી પટેલ અગિયારીમાં છેજી.
પરવીઝ દારા પાવરી તે મરહુમ દારાના ધનિયાની. તે મરહુમો ઓસતી તેહમીના એરવદ અરદેશીર પંથકીના દીકરી. તે એરવદ પોરસ ને ઓસતી અનાહીતા પાવરીના માતાજી. તે મનજુ પી. પાવરીના સાસુજી. તે મરહુમો એરવદ જમશેદ, ઓસતા ઝરીન ને ઓસતા કેરસીના બહેન. તે એરવદ હોશંગ ઉનવાલાના માસી. (ઉં. વ. ૯૦) રે. ઠે. બેહરામ બાગ, શાહ બેહરામ બિલ્ડિંગ નં.૭, ફલેટ નં.૭૦૧, પારસી કોલોની જોગેશ્ર્વરી (વે). મુંબઇ-૪૦૦૧૦૨. ઉઠમણાંની ક્રિયા: તા. ૨-૧૧-૨૪ને દીને બપોરે ૩.૪૦ વાગે ઉપરની ભાભા નં.૧માં ડુંગરવાડી પર.
જાલ માનેકશા પટેલ તે હોમયના ખાવીંદ. તે મરહુમો પીરોજા માનેકશા પટેલના દીકરા. તે કેશમીરા જહાંગીર દુધા ને એરચના પપા. તે જહાંગીર ને આવનના સસરા. તે મરહુમો દારબશા ને નરીમાનના ભાઇ. તે મરહુમો ધનમાય એરચ દસ્તુરના જમાઇ. (ઉં. વ. ૯૩) રે. ઠે. ૧૦૨, ન્યુ ઓરીયન્ટ હાઉસ, ૬૬૬ લેડી જહાંગીર રોડ, પારસી કોલોની, દાદર-મુંબઇ-૪૦૦૦૧૪. ઉઠમણાંની ક્રિયા: તા. ૩-૧૧-૨૪ને દીને બપોરે ૩.૪૦ વાગે, ઉપરની હોડીવાલા બંગલીમાં.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button