Abhishek Bachchan એ પોસ્ટ કરી કહ્યું હા, હું ડિવોર્સ લઈ રહ્યો છું….
અભિષેક બચ્ચન (Abhishek Bachchan) હાલમાં તેની પ્રોફેશનલ કરતાં પર્સનલ લાઈફને કારણે જ વધારે ચર્ચામાં આવી રહ્યો છે. એક તરફ જ્યાં ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) સાથેના ડિવોર્સની વાત ચાલી રહી છે તો બીજી બાજું નિમ્રત કૌર સાથેના તેના અફેયરની ચર્ચા પણ એકદમ જોરશોરથી ચાલી રહી છે. આ બધા વચ્ચે ડિવોર્સને લઈને અભિષેક બચ્ચને જે જવાબ આપ્યો છે એ ખરેખર ખૂબ જ ચોંકાવનારો છે. આવો જોઈએ આખરે એવું તે શું કહ્યું અભિષેકે…
આ ઘટના 2014ની છે અને એ સમયે પણ ઐશ્વર્યા અને અભિષેકના ડિવોર્સની વાતો ચાલી રહી હતી. ત્યારે અભિષેકે આ અફવાઓ પર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પ્રતિક્રિયા આપી હતી. અભિષેકે લખ્યું હતું કે હા, હું છુટાછેડા લઈ રહ્યો છું, મને એ વાતની જાણ કરવા બદ્દલ તમારો આભાર… હવે શું તમે લોકો મને એ જણાવી શકશો કે મારા બીજા લગ્ન ક્યારે થશે? અભિષેકની આ પ્રતિક્રિયા જૂની છે. પણ હાલમાં ડિવોર્સના સમાચાર વચ્ચે ફરી એક વખત આ પોસ્ટ વાઈરલ થઈ રહી છે.
આ પણ વાંચો : પતિ Abhishek Bachchan કરતાં પણ આટલી વધુ ધનવાન છે Aishwarya Rai-Bachchan
અનેક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ફિલ્મ ‘દસવી’ના શૂટિંગ દરમિયાન નિમ્રત કૌર જુનિયર બચ્ચનના પ્રેમમાં હતી. પરંતુ તેમની આ રિલેશનશિપ લાંબી ચાલી નહીં. જોકે, હાલમાં જ નિમ્રતે આ અહેવાલોને રદીયો આપ્યો હતો. વાત કરીએ અભિષેક અને ઐશ્વર્યાના ડિવોર્સની તો આ અફવાએ ત્યારે વધારે જોર પકડ્યું જ્યારે અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં ઐશ્વર્યા રાય-બચ્ચન અને બચ્ચન પરિવારે અલગ અલગ એન્ટ્રી લીધી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાય સમયથી ઐશ્વર્યા અને અભિષેક એકબીજાથી દૂર દૂર જ રહે છે. બંને સાથે નથી, પરંતુ બંને અલગ થઈ ગયા છે એવું પણ તેઓ કહેતા નથી. ઐશ્વર્યા લાંબા સમયથી અભિષેક અને સાસુ-સસરાથી દૂર પોતાના પિયરમાં દીકરી આરાધ્યા સાથે રહે છે.
આ પણ વાંચો : એક સમય હતો જ્યારે ઐશ્વર્યાને સલમાન ખાન વિશે આમ કહ્યું હતું, જૂઓ વીડિયો
અભિષેક બચ્ચને પત્ની ઐશ્વર્યાને બર્થડે વિશ તો કર્યું પણ…
આજે ઐશ્વર્યા રાય-બચ્ચન પોતાનો 51મો જન્મદિવસ ઊજવી રહી છે, ત્યારે લોકોનું ધ્યાન એ તરફ હતું કે અભિષેક બચ્ચન ઐશ્વર્યાને વિશ કરે છે કે નહીં. દરમિયાન સોશિયલ મીડિયા પર અભિષેક બચ્ચન ઐશ્વર્યાને બર્થડેની શુભેચ્છા આપતો હોય એવી પોસ્ટ વાઈરલ થઈ રહી છે જેને કારણે લોકોએ માની લીધું કે અભિષેકે પત્નીધર્મ નિભાવ્યો ખરો. પરંતુ હકીકતમાં અભિષેકની આ પોસ્ટ ગયા વર્ષની છે. ગયા વર્ષે અભિષેકે ઐશ્વર્યાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી એ જ પોસ્ટ કેટલાક ફેન્સે ઉત્સાહમાં સોશિયલ મીડિયા પર સર્ક્યુલેટ કરવાની શરૂ કરી દીધી હતી. આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી તો અભિષેક કે બચ્ચન પરિવારના કોઈ પણ સભ્ય તરફથી વહુરાણી ઐશ્વર્યાને શુભેચ્છા પાઠવતી પોસ્ટ કે મેસેજ નહોતો મોકલ્યો. આ જોઈને એક વાત તો ચોક્કસ છે કે ઐશ્વર્યા અને બચ્ચન પરિવાર વચ્ચે કંઈક તો ઠીક નથી ચાલી રહ્યું પરંતુ કોઈ પણ મગનું નામ મરી પાડવા તૈયાર નથી.