નેશનલ

રાજેશ કુમાર સિંહે Defence Secretary તરીકેનો કાર્યભાર સંભાળ્યો, જાણો કોણ છે?

નવી દિલ્હીઃ IAS Officer રાજેશ કુમાર સિંહે આજે સંરક્ષણ સચિવ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. કેરળ કેડરના ૧૯૮૯ બેચના આઇએએસ અધિકારીએ સાઉથ બ્લોકમાં પદભાર સંભાળ્યો હતો. જ્યાં મંત્રાલયનું મુખ્યાલય આવેલું છે.

આ પણ વાંચો : ભારતે કર્યું અગ્નિ-4 બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ: પાડોશી દેશોની ઊંઘ હરામ…

રાજેશ કુમાર સિંહે પદભાર સંભાળતા પહેલા રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી અને શ્રદ્ધાંજલિ આર્પી હતી. તેમણે ૨૦ ઓગસ્ટના રોજ ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી(રક્ષા સચિવ-નિયુક્ત) તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો.

તેમણે કહ્યું હતું કે દેશ આપણા બહાદુર સૈનિકોનો હંમેશાં ઋણી રહેશે, તેમણે માતૃભૂમિની સેવામાં સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. તેમની અસાધારણ બહાદુરી અને બલિદાન ભારતને એક સુરક્ષિત અને સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવા માટે આપણા માટે શક્તિ અને પ્રેરણાનો સ્ત્રોત છે.

રાજેશ કુમાર સિંહ ૨૪ એપ્રિલ, ૨૦૨૩થી ૨૦ ઓગસ્ટ, ૨૦૨૪ સુધી વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળના ઉદ્યોગ અને આંતરિક વેપારના પ્રમોશન વિભાગમાં સચિવના પદ પર કાર્યરત હતા. આ પહેલા તેઓ મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય હેઠળના પશુપાલન અને ડેરી વિભાગમાં સચિવ હતા.

આ પણ વાંચો : Elon Musk ની સ્ટારલિંક અને એમેઝોન સેટેલાઈટ સેવાની મુશ્કેલીઓ વધી, સરકારે માંગી આ સ્પષ્ટતા

સિંહ કેન્દ્ર સરકારમાં અન્ય ઘણા મહત્વના હોદ્દા પર કાર્ય કરી ચૂક્યા છે. તેમણે કેરળ સરકારમાં શહેરી વિકાસ સચિવ અને નાણાં સચિવનો પણ ચાર્જ સંભાળ્યો હતો. સિંહ આંધ્ર પ્રદેશ કેડરના ૧૯૮૮ બેચના આઇએએસ અધિકારી ગિરધર અરમાનેનું સ્થાન લેશે. જેઓ ગુરુવારે નિવૃત થયા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button