મરીન ડ્રાઇવમાં કારમાંથી 10.8 કરોડ નું વિદેશી ચલણ જપ્ત…
મુંબઈ: ચૂંટણી પંચની સ્ટેટિક સર્વેલન્સ ટીમ (એસએસટી) અને પોલીસે દક્ષિણ મુંબઈના મરીન ડ્રાઇવ વિસ્તારમાં એક કારમાંથી રૂ. 10.8 કરોડની વિદેશી ચલણી નોટો જપ્ત કરી હતી.
આ પણ વાંચો : શું મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા રોકડનો પહાડ પકડાયો? જાણો હકીકત…
20 નવેમ્બરની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સમગ્ર મહારાષ્ટ્રમાં એસએસટી તહેનાત કરવામાં આવી છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મરીન ડ્રાઇવ વિસ્તારમાં ગુરુવારે વહેલી સવારે કારને શંકાને આધારે આંતરવામાં આવી હતી.
આ પણ વાંચો : જાણો છો! મહારાષ્ટ્રમાં 100 વર્ષથી વધુ વયના કેટલા મતદારો છે?
કારની તલાશી લેવામાં આવતાં યુએસ ડોલર્સ અને સિંગાપોર ડોલર્સ સહિત વિવિધ દેશોની ચલણી નોટો મળી આવી હતી.
દરમિયાન કારમાં વિદેશી ચલણ લઇ જનાર વ્યક્તિએ બોમ્બે મર્કેન્ટાઇલ કો-ઓપરેટિવ બેન્કના નામે દસ્તાવેજો રજૂ કર્યા હતા અને દાવો કર્યો હતો કે ચલણી નોટો એરપોર્ટથી બેન્કની ઓફિસ સુધી લઇ જવામાં આવી રહી હતી.
આ પણ વાંચો : Maharashtra Election 2024 :યોગી આદિત્યનાથને મળી મોટી જવાબદારી, આટલી રેલીઓ સંબોધશે
રકમ મોટી હોવાથી ચલણી નોટો આગળની કાર્યવાહી માટે કસ્ટમ્સને હવાલે કરવામાં આવી હતી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.