ગાઝિયાબાદ: નવરાત્રી ચાલતી હોય એટલે બધા ભક્તો માતાના મંદિરે દર્શન કરવા જાય છે. કારણકે નવરાત્રીમાં માતાના દર્શન કરવાનું એક આગવું મહત્વ છે. અને લોકોમાં એવી શ્રદ્ધા પણ હોય છે કે નવરાત્રીમાં માતાના દર્શન કરવાથી આપણી મનોકામના ફળે છે ત્યારે દરેક વ્યક્તિ માતાના મઠ સુધી નથી જઈ શકતી કારણકે મા વૈષ્ણો દેવીનું મંદિર ઘણું દૂર છે. અને કદાચ દરેકને ત્યાં સુધી દર્શન કરવા જવાનું કદાચ ના પણ પોસાય તો પણ જો તમારી ઈચ્છા દર્શન કરવાની હોય તો તમને થોડી સુવિધા રહે તેવો માતાનો મઠ બતાવું જ્યાં ભીડ તો મળશે પરંતુ તમે સરળતાથી જઇ શકશો. તમે આ વર્ષે વૈષ્ણો દેવી ન જઈ શકો તો ગાઝિયાબાદના ઘંટાઘર સ્થિત ગુફા મંદિરમાં આવો.
આ મંદિર માતા વૈષ્ણો દેવીની તર્જ પર બરાબર બનાવવામાં આવ્યું છે. જેમાં માતાની ગુપ્ત ગુફા પણ આવેલી છે. ભક્તો આ ગુફામાં પહોંચીને માતાનો જાપ કરે છે. ગુફામાં દેવી માતાની ઘણી પ્રતિમાઓ છે. નવરાત્રી દરમિયાન અહીં ભક્તોનો સતત દર્શનાર્થે આવતા રહે છે. મંદિરના પૂજારીઓ જણાવ્યું હતું કે આ મંદિર 65 વર્ષ પહેલા માતા વૈષ્ણો દેવીની તર્જ પર એટલે કે અદ્લ તેમની પ્રતિકૃતિ સમાન બનાવવામાં આવ્યું હતું. એટલા માટે ભક્તો તેને છોટા વૈષ્ણો દેવી પણ કહે છે. મંદિરમાં સવાર-સાંજ દેવી દુર્ગાની પૂજા કરવામાં આવે છે.
ભક્તો દૂર દૂરથી પોતાની મનોકામના પૂરી કરવા માટે અહી આવે છે. જેમાં કોઇ નોકરી માટે આવે છે તો લગ્ન માટે તો વળી કોઇ સંતાન માટે પણ અહી આવે છે. આ તમામની ઈચ્છા પણ માતા રાણી પૂરી કરે છે.
મંદિરમાં આવનાર એક ભક્તે જણાવ્યું હતું કે તેઓ ઘણા વર્ષોથી આ મંદિરમાં માતાની સેવા કરે છે. આ ગુફામાં એક સકારાત્મકતા છે, જે સાંકડી હોવા છતાં પણ અંદર ભારે વ્યક્તિ પણ સરળતાથી પ્રવેશી શકે છે. પહેલા અમારો પરિવાર દર વર્ષે વૈષ્ણોદેવી જતો હતો પરંતુ હવે અમે નવરાત્રી દરમિયાન અહીં જ આવીએ છીએ. મંદિરમાં દર્શનાર્થે જવા માટે તમારે ગાઝિયાબાદના જૂના બસ સ્ટેન્ડથી ઘંટાઘર સુધી ટેમ્પો અથવા રિક્ષા લેવી પડશે. આ મંદિર સવારે 7:00થી રાત્રે 10:00 વાગ્યા સુધી ખુલ્લું રહે છે.