આમચી મુંબઈમહારાષ્ટ્ર

બળવાખોરો ભાજપના હિતમાં કામ કરવા માટે રાજી થશે, તેઓ અમારા જ છે: દેવેન્દ્ર ફડણવીસ

નાગપુર: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે એવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો કે, વિધાનસભા ચૂંટણીની ટિકિટ ફાળવણીમાં અસંતોષને કારણે ભાજપ સામે બળવો કરનારા ઉમેદવારો પક્ષના હિતમાં કામ કરવા માટે રાજી થશે.

તેઓ નાગપુરમાં પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન નાગપુર દક્ષિણ-પશ્ર્ચિમ વિધાનસભા મતવિસ્તારમાંથી 20 નવેમ્બરની ચૂંટણી લડી રહ્યા છે. મુંબઈમાં યોજાયેલી પાર્ટીના બળવાખોરો સાથે રાજ્ય ભાજપ એકમની બેઠક વિશે પૂછવામાં આવતા ફડણવીસે કહ્યું હતું કે, તેઓ અમારા પોતાના લોકો છે અને સમજાવવાની અમારી જવાબદારી છે અને અમે તેમને સમજાવીશું.

ઘણી વખત નારાજગી જોવા મળે છે (ટિકિટની વહેંચણીને લઈને), પરંતુ અમને વિશ્ર્વાસ છે કે તે બધાને પાર્ટી માટે કામ કરવા માટે રાજી કરવામાં આવશે. વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારીપત્રક પાછું ખેંચવાનો છેલ્લો દિવસ ચોથી નવેમ્બર છે.

આપણ વાંચો: Baba Siddique ની હત્યા અંગે દેવેન્દ્ર ફડણવીસે આપ્યું આ નિવેદન કે…

ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને કહ્યું હતું કે, ભાજપ તેના સંગઠનાત્મક સેટઅપ અને કાર્યકરો પર ચાલે છે. પાર્ટી તેની શક્તિ તેના કાર્યકરો પાસેથી મેળવે છે. આથી ભાજપમાં સંગઠન અને કાર્યકર્તાઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેઓ જ અમને વિજય તરફ દોરી જાય છે.

ફડણવીસે જણાવ્યું હતું કે છેલ્લા 30 થી 32 વર્ષથી તેઓ લક્ષ્મી પૂજનના અવસર પર ભાજપના અન્ય કાર્યકરો સાથે નાગપુરમાં પાર્ટી કાર્યાલયની મુલાકાત લેતા હોય છે.

અમે ટિફિન લઈ જઈએ છીએ અને સાથે ખાઈએ છીએ. તે પરંપરા રહી છે. જો કે છેલ્લા બે વર્ષમાં હું આમ કરી શક્યો ન હતો, આજે હું ફરીથી ઓફિસમાં આવ્યો છું અને કાર્યકર્તાઓ અને કર્મચારીઓને મળીને અને મનભરી યાદોને યાદ કરીને હું ખુશ છું, એમ પણ તેમણે કહ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button