અમરેલીઆપણું ગુજરાત

સાવરકુંડલામાં દિવાળીની અલગ જ અંદાજમાં ઉજવણી, ઈંગોરિયા યુદ્ધનું લોકોમાં અનોખું આકર્ષણ…

Diwali Celebration 2024: સામાન્ય રીતે દિવાળીની ઉજવણી લોકો રાત્રિના સમયે ફટાકડા ફોડી કરતા હોય છે. પરંતુ, અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં દિવાળીની અલગ જ અંદાજમાં ઉજવણી કરવામાં આવે છે. છેલ્લા સાત દસકા કરતાં વધુ સમયથી અહીં ઈંગોરિયા યુદ્ધની પરંપરા ચાલી આવે છે. દિવાળીની રાત થતા જ સાવરકુંડલાના અલગ અલગ વિસ્તારમાં યુવકો એકઠા થાય છે અને એકબીજા પર ઈંગોરિયા ફેંકી દિવાળીનો આનંદ માણે છે. દિવાળીની રાત્રે સાવરકુંડલામાં ખેલાતા ઈંગોરિયા યુદ્ધનું લોકોમાં અનોખું આકર્ષણ રહ્યું છે. આ યુદ્ધ નિહાળવા માટે લોકો અમદાવાદ, મુંબઈ, કોલકાતા, રાજકોટ જેવાં મોટાં શહેરમાંથી આવે છે. આ એક નિર્દોષ રમત છે. પહેલાં ઈંગોરિયાની રમત રમાતી હતી પરંતુ સમય જતાં હવે કોકડાએ સ્થાન લીધું છે. સાવરકુંડલાના યુવાનો ઈંગોરિયા અને કોકડા એકબીજા ઉપર ફેંકે છે. આ રમતથી કોઈ વ્યક્તિ દાઝતું ન હોવાનો સ્થાનિક લોકોનો દાવો છે.

આ પણ વાંચો : Akshardham: ગાંધીનગરનું અક્ષરધામ મંદિર 10 હજાર દીવાથી ઝળહળી ઉઠ્યું, જુઓ વીડિયો…

અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ભૂતકાળમાં સાવર અને કુંડલા ગામના લોકો વચ્ચે ઈંગોરિયાથી યુદ્ધ ખેલાતું હતું. સાવરકુંડલામાં આ પરંપરા છેલ્લા સાત દાયકાથી ચાલી આવે છે. હવે સાવરકુંડલાના નાવલી ચોક, રાઉન્ડ વિસ્તાર અને દેવળા ગેઈટ વિસ્તારમાં દિવાળીની રાત્રે ઈંગોરિયા યુદ્ધ ખેલાય છે. આ વિસ્તારોમાં રાત્રિના સમયે યુવકો સામસામા ગ્રૂપમાં વહેંચાઈ જાય છે અને બાદમાં એક બીજા પર સળગતા ઈંગોરિયા ફેંકી દિવાળીનો આનંદ ઉઠાવે છે. ગતરાત્રિએ યુવકોએ ગણતરીની મિનિટોમાં જ લાખો ઈંગોરિયા ફોડી નાખ્યા હતા.

આ પણ વાંચો : Rajkotમાં દિવાળી કાર્નિવલમાં રામજન્મ ભૂમિની રંગોળી બની આકર્ષણનું કેન્દ્ર

ઇંગોરીયાનું યુધ્ધ જોવા બહારથી પણ લોકો મોટી સંખ્યામાં આવે છે. અને બહારથી આવતા લોકો પણ એકબીજા પર મુક્ત મને ઈંગોરીયા ફટાકડાઓ ફેંકીને રમતનો આનંદ માણવા આવે છે. આ ઈંગોરીયા યુદ્ધની પહેચાન સાવરકુંડલા બની રહ્યું છે ને કોઈપણ પ્રકારના જ્ઞાતિ વાદ જાતિ વાદ વિના હળી મળીને હિન્દૂ મુસ્લિમો આ ઈંગોરીયા યુદ્ધ રમી રહ્યા હતા.

આ પણ વાંચો : વારાણસીમાં ભાઈચારાની જોવા મળી મિસાલઃ મુસ્લિમ મહિલાઓએ રામની ઉતારી આરતી…

સ્થાનિકો કહી રહ્યા છે કે દિવાળીની રાત એટલે વિશ્વની બેસ્ટ રાત છે. તમારે જો દિવાળીની ઉજવણી કરી મજા લેવી હોય તો આવો સાવરકુંડલા શહેરમાં. અહીં રહેતા લોકો કામધંધા અર્થે બહારગામ ગયા હોય તેઓ પણ દિવાળીની રાતની મજા લેવા માટે સાવરકુંડલા આવી જ જતા હોય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button